વૃષભ રાશિમાં બેઠો પાપી ગ્રહ રાહુ, આ રાશિના લોકો ખાસ સંભાળીને રહેજો નહિં તો..

વૃષભ રાશિમાં એક સાથે ચાર મોટા ગ્રહ, આ 4 રાશિવાળાને થશે લાભ, જ્યારે આ જાતકોએ ખુબ સાચવવું પડશે!

ગ્રહોની આ યુતિ જો કે દેશમાં કોરોના સંક્રમણમાં ઘટાડો લાવી શકે છે. દેશમાં નકારાત્મકતાનો માહોલ પણ ઓછો થશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાહુ એક પાપી ગ્રહ છે. રાહુ એક છાયા ગ્રહ છે રાહુનુ કોઇ વાસ્તવિક રૂપ નથી. જો કે આ ગ્રહનો સ્વભાવ ખુબજ રહસ્યમયી છે. રાહુ પ્રધાન વ્યક્તિ શત્રુને પણ મિત્ર બનાવી શકે છે. રાહુ વ્યક્તિને સાહસી બનાવે છે. તેને કોઇનો પણ ડર લાગતો નથી. વર્તમાન સમયમાં રાહુ શુક્રની રાશિ વૃષભમાં બીરાજમાન છે. આ રાશિમાં રાહુ સાથે બીજા ચાર ગ્રહ સ્થિર છે. સૂર્ય, બુધ, શુક્ર અને રાહુ સાથે યુતિ કરે છે.

વૃષભ રાશિ

તમને માનસિક તાણનો સામનો કરવો પડી શકે છે. કોઇ પર વધારે પડતો ભરોસો ન કરશો. વૈવાહિક જીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે. સમજી વિચારીને આર્થિક રણનીતિ નક્કી કરીને કાર્ય કરવુ. ઉપાય તલ, તેલ, લોઢુ, કાળા વસ્ત્રનું દાન કરો.

સિંહ રાશિ

કાર્યક્ષેત્રમાં રાહુ મોટો ફટકો આપશે. પરિવાર સાથે અણબનાવ રહેશે. વેપારીઓને આ સમય થોડો મુશ્કેલ રહેશે. મોટુ નુકસાન ન થાય તે રીતે કામ કરશો. આવક કરતા જાવક વધશે. ઉપાય ખોટી સોબતથી દૂર રહેવુ

તુલા રાશિ

ખુબજ સંભાળીને રહેવુ. રાહુ તમારા કાર્યમાં વિઘ્ન નાખી શકે છે. માનસિક કષ્ટનો સામનો કરવો પડશે. પૈસા કમાવવા કોઇ શોર્ટકટ ન ખરીદશો. નુકસાન માટે તૈયાર રહેજો.ઉપાય ખોટા કાર્યોથી બચજો

વૃશ્ચિક રાશિ

કોઇ પણ સાથે લેતી દેતી કરતા ધ્યાન રાખવુ. દામ્પત્યજીવનમાં મુશ્કેલીઓ આવશે. કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થાય. ઉપાય અસહાય લોકોની મદદ કરવી

આ રાશિના જાતકો રહે સાવધાન

જ્યોતિષાચાર્યનું માનીએ તો ચાર ગ્રહોનો આ યોગ વૃશ્ચિક રાશિવાળા માટે સારો નહીં રહે કારણ કે રાહુલ, બુધ અને શુક્રની દ્રષ્ટિ વૃશ્ચિક પર રહેશે. વૃષભ, કન્યા, તુલા, અને કુંભ રાશિવાળાને આ ગ્રહોની યુતિથી લાભ થશે જ્યારે અન્ય સાત રાશિઓને લાભ ઓછો થશે અને તે દરમિયાન તેમણે સાવધાની વર્તવાની જરૂર રહેશે. આ સાથે જ કેટલીક પરેશાનીઓ પણ થઈ શકે છે. જો કે જ્યોતિષના કેટલાક એક્સપર્ટ્સનું માનીએ તો ચાર ગ્રહોની યુતિમાં શુક્રની હાજરીથી કોરોના સંક્રમણમાં પણ કમી આવી શકે છે અને દેશમાં નકારાત્મકતાનો માહોલ પણ ઓછો થશે.

ગ્રહોના અશુભ પ્રભાવથી બચવા શું કરશો

મહામૃત્યુંજય મંત્ર અને દુર્ગા સપ્તશતીનો પાઠ કરો, હનુમાન ચાલીસાનો પાઠ કરો, હં હનુમતે નમ: ઓમ નમ: શિવાયના જાપ કરો. આ દરમિયાન માતા દુર્ગા, ભગવાન શિવ, અને હનુમાનજીની પૂજા લાભકારી રહી શકે છે. આ સાથે જ રોજ સૂર્યદેવને જળ ચડાવો. ગરીબોની મદદ કરો અને અન્નનું દાન કરો. આમ કરવાથી તમે ગ્રહોના અશુભ પ્રભાવથી બચી શકો છો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ