Site icon News Gujarat

નેતાઓ કોરોનાની ઝપેટમાં: રાહુલ ગાંધી, કેજરીવાલનાં પત્ની સહિત આ નેતાઓ કોરોના સંક્રમિત, જાણો PM મોદીએ શું કર્યુ ટ્વિટ…

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઓન આવ્યા મહામારીની ઝપેટમાં, પીએમ મોદીએ જલ્દી સ્વસ્થ થવાની કરી કામના.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. એમને જાતે આ વિશે ટ્વીટ કરીને જાણકારી આપી છે. એમને જણાવ્યું છે કે કોવિડના લક્ષણો દેખાયા પછી એમને ટેસ્ટ કરાવ્યો હતો એ પછી એમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

રાહુલ ગાંધીએ ટ્વીટમાં લખ્યું છે કે મને કોરોનાના શરૂઆતના લક્ષણો દેખાયા હતા એ પછી ટેસ્ટ કરાવ્યો તો સંક્રમિત હોવાની જાણકારી મળી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે છેલ્લા કેટલાક દિવસ દરમિયાન મારા સંપર્કના આવનાર લોકોને હું અપીલ કરું છું કે એ પણ સેફટી પ્રોટોકોલસનું પાલન કરે અને સુરક્ષિત રહે.”


યુથ કોંગ્રેસના અધ્યક્ષ શ્રીનિવાસ બી વીએ ટ્વીટ કરીને કહ્યું છે કે કોરોનાની પકડમાં જ્યારે આખો ભારત છે ત્યારે કોઈપણ એનાથી બચી શકે એ કદાચ અશક્ય છે, તમેં એક યોદ્ધાની જેમ હંમેશા દરેક ચેલેન્જનો સામનો કરતા આવ્યા છો, મને વિશ્વાસ છે કે કોરોનાને પણ તમે જલ્દી જ મ્હાત આપશો. IYCના લાખો કાર્યકર્તાઓની દુઆઓ તમારી સાથે છે. get Well Soon Bhaiya”


તો છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બઘેલે કહ્યું છે કે અમે બધા તમારા જલ્દી સાજા થવાની કામના કરીએ છીએ રાહુલજી. આ સંકટના સમયમાં દેશને તમારા માર્ગદર્શનની જરૂર છે. તમે જલ્દી જ સ્વસ્થ થઈને પાછા ફરો. દેશ એના જનનેતાની રાહ જોઈ રહ્યો છે.”

પીએમ મોદીએ કર્યું આ ટ્વીટ.

રાહુલ ગાંધી કોરોના સંક્રમિત થયા છે એના પર પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે હું લોકસભાના સદસ્ય રાહુલ ગાંધીના સારા સ્વાસ્થ્ય અને તબિયતમાં જલ્દી સુધારા માટે ઈશ્વરને પ્રાર્થના કરું છું”

કેજરીવાલનાં પત્ની પણ કોરોના સંક્રમિત

દિલ્લીના સીએમ કેજરીવાલનાં પત્ની સુનિતા કેજરીવાલ પણ કોરોના સંક્રીમત થયા છે અને એમને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત મુખ્યમંત્રી કેજરીવાલ પણ ક્વોરન્ટીન થયા છે. થોડા દિવસો સુધી તેઓ ઘરેથી કામકાજ સંભાળશે.

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ કોરોનાની ઝપટમાં


તમને જણાવી દઈએ કે ભારતના પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના સિનિયર નેતા મનમોહન સિંહ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. હાલ તેમને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એઈમ્સના ડોક્ટર્સ સતત તેમના પર વોચ રાખી રહ્યા છે.

આ સિવાય બ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી-વાડ્રાના પતિ પણ થોડા દિવસ પહેલાં કોરોના પોઝિટિવ આવ્યા હતા. રોબર્ટ વાડ્રા કોરોના પોઝિટિવ આવ્યા પછી પ્રિયંકા ગાંધીએ પોતાને આઈસોલેટ કરી લીધાં હતાં અને પોતાની બધી ચૂંટણી રેલી રદ કરી દીધી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version