રાહુલ ગાંધી જેના હાથમાં તેનો જન્મ થયો હતો તે નર્સને મળ્યા, ઈમોશનલ દ્રશ્યો સર્જાયા

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી નો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર રીતે વાયરલ થયો છે. આવી ગયો ત્યારનો છે જ્યારે રાહુલ ગાંધી કેરળમાં પોતાના સંસદીય ક્ષેત્ર વાયનાડ ની મુલાકાતે ગયા હતા. આમ તો આ પ્રવાસ દર વખત જેવો જ સામાન્ય હતો. પરંતુ આ વખતે એવું કંઈક થયું જેના કારણે રાહુલ ગાંધીની વાયનાડ મુલાકાત ખાસ બની ગઈ.

image soucre

વાયડ ના પ્રવાસ દરમિયાન આ વખતે રાહુલ ગાંધી રાજમ્માં વાવથીલને મળ્યા.. રાહુલ ગાંધી અને રાજમ્માં વચ્ચેની આ મુલાકાતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. કેરળના રહેવાસી રાજમ્માં એક સેવાનિવૃત વર્ષ છે જે અગાઉ દિલ્હીની હોલી ફેમિલી હોસ્પિટલમાં નોકરી કરતા હતા. આ એ જ હોસ્પિટલ છે જ્યાં રાહુલ ગાંધી નો જન્મ થયો હતો અને આ સમયે એટલે કે 19 જૂન 1970ના રોજ રાજમાં જ હોસ્પિટલમાં ડ્યુટી પર હતા. તેમના હાથમાં જ રાહુલ ગાંધી નો જન્મ થયો હતો.

વીડિયોમાં રાજમ્માં અને રાહુલ ગાંધી વચ્ચે મુલાકાત થતી જોવા મળે છે. કાર માં થી પસાર થતા રાહુલ ગાંધીને રાજમાં મળે છે તેમને જોઈને તે ખુશ થઈ જાય છે અને શુભેચ્છા આપે છે. રાજમ્માંએ રાહુલ ગાંધીને મીઠાઇનું બોક્સ પણ આપ્યું હતું. તેમણે પોતાના દીકરાની રાહુલ ગાંધી સાથે ઓળખાણ કરાવી અને કહ્યું કે તેમની સામે જ તેનો જન્મ થયો હતો. તેની માતાએ તેને જોયો તે પહેલાં મેં જોયો હતો આ અધિકાર મારો જ છે. આથી જ તેમણે સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી વિશે પૂછ્યું અને રાહુલ ગાંધીને કહ્યું કે તેમની માતાને તેમના વતી નમસ્તે કહે.

image soucre

તેમણે વધુમાં રાહુલ ગાંધીને એમ પણ કહ્યું કે તેમની ઇચ્છા છે કે રાહુલ ગાંધી તેના ઘરે આવે અને તે રાહુલને કોઈ ભેટ આપે. પરંતુ રાહુલ ગાંધી પાસે સમય નથી. આ વાત સાંભળી રાહુલ ગાંધી તેમને ગળે લગાવે છે અને આભાર વ્યક્ત કરે છે.

આ વીડિયોને કેરળ કોંગ્રેસ દ્વારા ટ્વીટર પર શેર કરવામાં આવ્યો હતો ત્યારબાદ તે વાયરલ થયો છે. આ વીડિયોને અનેક વખત રીટ કરવામાં આવ્યો છે.