ફેન્સ સાથે ડિનર લેવુ ભારતીય ક્રિકેટરોને પડ્યું ભારે, 5 ખેલાડીઓને કરાયા આઈસોલેટ

ભારતની ટીમ હાલ ઓસ્ટ્રેલીયાના પ્રવાસે છે. જેમા ટેસ્ટ સીરિજ 1-1 થી બરાબર છે. પહેલી ટેસ્ટ ઓસ્ટ્રેલીયાએ જીતી હતી તો બીજી ટેસ્ટ ભારતે. હાલમાં ત્રીજી ટેસ્ટ પહેલા રોહિત શર્મા ભારતીય ટીમ સાથે જોડાયો છે. જો કે રમતના મેદાનમાં ઉતરે પહેલા જ એક વિવાદ સામે આવ્યો છે. આપણે જાણીએ જ છીએ ભારતમાં ક્રિકેટરોને ભગવાનની જેમ પૂજવામાં આવે છે. ક્રિકેટરોના કરોડો ફેન્સ ભારતમાં છે. જેઓ તેમના માનિતા સ્ટારને મળવા કઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. તમને જણાવી દઈએ કે આવુ ફક્ત ભારતમાં જ હી પરંતુ વિદેશમાં પણ જોવા મળે છે. વિદેશમાં પણ ભારતીય ક્રિકેટરોના અનોખા ફેન છે.

શુક્રવારે આ વિવાદ સામે આવ્યો હતો

હાલ સામે આવેલા વિવાદ અંગે વિગતે વાત કરીએ તો શુક્રવારે એક ફેનને મેલબર્નની એક રેસ્ટોરાંમાં આવી તક મળી. તેણે પોતાના ફેવરિટ પ્લેયર્સને જોવા માટે ખાવાનો ઓર્ડર કર્યો અને પછી તેમનું બિલ પણ પોતે ભર્યું. આ ફેન્સે બાકયદા ટ્વીટર પર લખ્યું કે મને ભૂખ લાગી નહોતી છતા મે ખાવાનો ઓર્ડર આપ્યો કારણે કે હુ મારા ફેવરીટ ક્રિકેટરોને મળી શકું. તમને જણાવી દઈએ રોહિત શર્મા, ઋષભ પંત, શુભમન ગિલ, નવદીપ સૈની અને પૃથ્વી શોને રેસ્ટોરાંમાં જઈને જમવું મોંઘું પડ્યું છે. તેઓને અત્યારે સાવચેતીના ભાગરૂપે આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. તમને થશે કે એમા શું થયું કે આ ક્રિકેટરો આવી રીતે જમવાનું પસંદ કર્યું. પરંતુ તમને જણાવી દઈએ ઓસ્ટ્રેલિયામાં ક્રિકેટરોને જમવા અંગે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે.

ચાહકે ક્રિકેટરોનું 7 હજારનું બિલ ચુકવ્યું

આ નિયમો અનુસાર પ્લેયર્સ રેસ્ટોરાંમાં આઉટડોર એરિયામાં બેસીને જમી શકે છે. જોકે, ફેન નવલદીપ સિંહ દ્વારા શેર કરવામાં આવેલી તસવીરમાં સ્પષ્ટ છે કે તેઓ રેસ્ટોરાંની અંદર બેસીને જમી રહ્યા હતા. ઓસ્ટ્રેલિયન બોર્ડ અત્યારે આ મેટરની તપાસ કરી રહ્યું છે. આ વિવાદ આટલેથી જ નથી અટક્યો. ક્રિકેટરોને મળેલા ફેન્સે ટ્વીટર એમ પણ લખ્યું હતું કે મને પંત ગળે મળ્યો હતો. જો કે નિયમાનુસાર કોઈ ક્રિકેટર આમ ન કરી શકે.

તમને જણાવી દઈએ કે નવલદીપ સિંહ નામના ફેને ક્રિકેટર્સને જણાવ્યા વગર તેમનું 118.69 ઓસ્ટ્રેલિયન ડોલર (લગભગ 7 હજાર રૂપિયા)નું બિલ ચૂકવ્યું હતું. અને તેણે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર રોહિત શર્મા, શુભમન ગિલ, ઋષભ પંત, શો અને નવદીપ સૈનીના ફોટોઝ અને વિડિયો શેર કર્યા. નવલદીપે કહ્યું હતું, હું આટલા મોટા મોટા ક્રિકેટર્સને જોઈને હેરાન થઈ ગયો. મને ભૂખ નહોતી છતાં ઓર્ડર કર્યો, જેથી તેમને જોઈ શકું.

નવલદીપ સિંહે ટ્વીટ કરીને કરી આ સ્પષ્ટતા

આ ઉપરાંત તેણે વધુ એક ફોટો શેર કરીને લખ્યું કે ભારતીય ખેલાડીઓને આ બાબતે ખબર નથી, પરંતુ મેં તેમનું બિલ ચૂકવી દીધું છે. પોતાના સુપરસ્ટાર્સ માટે આટલું તો કરી જ શકું છું. આ અંગે નવલદીપે વધુમાં જણાવ્યું, જ્યારે તેમને ખબર પડી કે બિલ મેં પે કર્યું છે તો રોહિત શર્મા મારી પાસે આવ્યો અને કહ્યું કે પૈસા લઈ લો, આવું સારું ન લાગે યાર. મેં કીધું ના સર. હું જ પે કરીશ. આ પછી બધા સાથે ફોટો પાડ્યો. અંતમાં પંતે જતી વખતે મારી પત્નીને કહ્યું- થેન્ક્સ ફોર ધ લંચ, ભાભીજી.

તો બીજી તરફ આ વિવાદ વધતા નવલદીપ સિંહે ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી છે કે ઋષભ પંત તેને ભેટ્યો નહોતો અને તેણે ઉત્સાહમાં આવીને પહેલાંના ટ્વીટમાં આમ લખ્યું હતું. તમને જણાવી દઈએ કે આ પહેલા બિગ બેશ લીગમાં બ્રિસ્બેન હિટ માટે રમતા ક્રિસ લિન અને ડેન લોરેન્સને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ 10 હજાર ડોલરનો દંડ ફટકાર્યો હતો. તેમણે કેનબરામાં એક ફેન સાથે સેલ્ફી લીધી હતી અને એ પછી બંને ટેક્સીમાં પણ ફર્યા હતા, તેથી તેમને આ સજા થઈ હતી. તેમણે કોઇ મેચ મિસ નહોતી કરી, પરંતુ ફરીથી તેમને કોરોના ટેસ્ટ કરાવવો પડ્યો હતો. તો હવે ક્રિકેટ ઓસ્ટ્રલિયા ભારતીય ક્રિકેટરો પ્રત્યે કેવુ વલણ દાખવે છે તે તો સમય જ બતાવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત