“લગ્ન અંગે મેં જે સપના જોયા હતા એ ક્યારેય પુરા જ ન થયા” બધાની સામે રાહુલ વૈધે જણાવી પોતાના સંબંધની હકીકત

ટીવીનું ફેમસ કપલ રાહુલ વૈદ્ય અને દિશા પરમાર ઘણીવાર તેમની વચ્ચેના ક્યૂટ બોન્ડિંગને કારણે ચર્ચામાં રહે છે. ગયા વર્ષે જ બંનેએ લગ્ન કર્યા હતા. હાલમાં જ રાહુલ વૈદ્યએ કહ્યું હતું કે લગ્ન પછી પણ તેના સપના પૂરા થયા નથી.આટલું જ નહીં દિશાએ એવી પણ ફરિયાદ કરી હતી કે રાહુલ તેને આખી રાત હેરાન કરે છે. આખરે આ બંનેએ એકબીજા વિશે આવું કેમ કહ્યું, ચાલો તમને જણાવીએ.

image soucre

હાલમાં જ આ કપલે જાણીતી વેબસાઈટ બોલિવૂડ બબલને એક ઈન્ટરવ્યુ આપ્યો હતો, જેમાં તેઓએ પોતાના સંબંધો વિશે ઘણી વાતો શેર કરી હતી. બંનેએ એકબીજાની ખામીઓ પણ દર્શાવી હતી. રાહુલ અને દિશાએ પોતાના લગ્નને લઈને મોટો ખુલાસો કર્યો છે. રાહુલે કહ્યું કે લગ્નની આગલી રાત્રે અમે લોકોને આમંત્રણ મોકલતા હતા. અમે લોકોને કહેતા હતા કે આવતી કાલે અમારા લગ્ન છે. રાહુલે એ પણ જણાવ્યું કે તેઓ કેવી રીતે પ્રથમ વખત મળ્યા હતા. રાહુલે કહ્યું કે દિશાએ મારી એક પોસ્ટ પર કોમેન્ટ કરી અને ત્યારે જ મને લાગ્યું કે તે તો ગઈ… છોકરાને એક સુંદર છોકરી કમેન્ટ કરે, તમને બીજું શું જોઈએ છે. આ સાથે રાહુલે કહ્યું કે જ્યારે તેઓ મળ્યા ત્યારે તેમને દિશા ખૂબ જ વિચિત્ર લાગી.

દરમિયાન દંપતીએ એકબીજા માટે ફરિયાદનો પીટરો પણ ખોલ્યો હતો. દિશાએ રાહુલ વિશે ફરિયાદ કરતાં કહ્યું કે તે રાત્રે આખો બેડ લે છે, હું તેને આખી રાત ધક્કો મારતી રહી છું કે યાર તારી બાજુમાં જા…. દિશા વિશે ફરિયાદ કરતાં રાહુલે કહ્યું કે હું હંમેશા ઈચ્છતો હતો કે જ્યારે હું લગ્ન કરીશ ત્યારે મારી પત્ની મારા માટે ભોજન રાંધશે, પરંતુ અત્યાર સુધી આ એક સપનું જ રહ્યું છે અને લાગે છે કે તે સપનું જ રહેશે

image soucre

ઇન્ટરવ્યુમાં રાહુલે એમ પણ કહ્યું હતું કે તે જલ્દીથી જલ્દી પિતા બનવા માંગે છે. વાસ્તવમાં જ્યારે રાહુલ સાથે ફેમિલી પ્લાનિંગ પર વાત કરવામાં આવી ત્યારે જવાબમાં રાહુલ વૈદ્ય હસ્યા અને કહ્યું, ‘મારે કાલે બાળક જોઈએ છે ભાઈ. મારૌ વિશવાસ કરૌ. હું પહેલા દિવસથી બોલી રહ્યો છું અને તેના માટે હું સખત મહેનત કરી રહ્યો છું.

image soucre

આગળ રાહુલ વૈદ્યએ કહ્યું, ‘કેટલીક બાબતો માટે તમારે રાહ જોવી પડશે.’ જવાબમાં દિશા પરમારે કહ્યું, ‘સાંભળો, હવે માત્ર 7-8 મહિના થયા છે, આપણે થોડી રાહ જોવી જોઈએ.’ આ પછી રાહુલ વૈદ્ય કહે છે કે આ નિર્ણય સંપૂર્ણ રીતે દિશાનો છે. તેણે કહ્યું, ‘ગંભીરતાથી કહું તો તેનો નિર્ણય છે. જ્યારે પણ તે તેના માટે તૈયાર હોય છે અને સંમત થાય છે. મને લાગે છે કે મહિલાઓ માટે આ એક મોટો પડકાર છે કારણ કે તેમનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જાય છે.

image soucre

તમને જણાવી દઈએ કે રાહુલ વૈદ્યએ બિગ બોસના ઘરમાં દિશા પરમારને પોતાના દિલની વાત કહી હતી. તેણે નેશનલ ટેલિવિઝન પર દિશા પરમારને પ્રપોઝ કર્યું હતું. રાહુલ બિગ બોસ 14નો ભાગ રહી ચૂક્યો છે. તે આ શોનો પ્રથમ રનર અપ હતો. રાહુલ ભલે બિગ બોસ જીત્યો ન હોય પરંતુ તેને આ શોથી ઘણી ફેમ પણ મળી.