રેલ્વે હવે મુસાફરી કરનારા તમામ યાત્રીઓને આ વસ્તુઓ આપશે મફતમાં, જાણો કેમ લેવાયો આટલો મોટો નિર્ણય

રેલ્વે હવે મુસાફરી કરનારા તમામ યાત્રીઓને મુસાફરી પહેલા જ આ વસ્તુઓ આપશે મફતમાં, સુરક્ષાને પગલે લેવાયો નિર્ણય

કોરોના વાયરસને પગલે સુરક્ષાને લઈને હવે સરકાર દ્વારા અવનવા ઉપાયો વિચારવામાં આવી રહ્યા છે. આવા સમયે ભારતીય રેલ્વે વિભાગ દ્વારા એક નવી જ સુવિધા યાત્રીઓ માટે શરુ કરવાનું આયોજન કર્યું છે. આ દરમિયાન મુંબઈથી ચાલતી ટ્રેનોમાં મુસાફરોને કોરોના સામે લડવા એક વધુ સુવિધા મફતમાં મળશે. વાસ્તવમાં વર્તમાન સમયમાં જ મધ્ય રેલ્વેંના મુંબઈ ડિવિઝને હેલ્થ હાઈજીન ઉત્પાદનો બનાવતી કંપની ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ લિમિટેડ સાથે હાથ મિલાવ્યો છે. આ જોડાણ હેઠળ ટ્રેનમાં પ્રવાસ કરનારા મુસાફરોને મફતમાં હેન્ડ સેનિટાઇઝર પાઉચ વહેંચવા,આ આવશે. જો કે એટલું જ નહી પણ અહીંથી દોડતી ટ્રેનોમાં યાત્રી એક્પોઝરવાળા ભાગને પણ સેનિટાઈઝ કરવામાં આવશે. આ માટે ગોદરેજ દ્વારા સેનિટાઇઝર અને સ્પ્રે પણ મુસાફરોને યાત્રા દરમિયાન આપવામાં આવશે.

image source

મુસાફરોને હેન્ડ સેનિટાઈઝરના પાઉચ આપવામાં આવશે

આ કોલાબ્રેશન અંગે મધ્ય રેલવેના મુંબઇ ડિવિઝનમાં સીનિયર ડીસીએમ ગૌરવ ઝા જણાવે છે કે ગોદરેજ કંપની સાથે જોડાણ કરીને આ માત્ર મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં લઈને કરવામાં આવેલ નાનકડો પ્રયત્ન છે. આ અંતર્ગત મુંબઈમાં દોડતી ૩૭૦ લોકલ ટ્રેનો અને ૩૦ લાંબા અંતરની સ્પેશયલ મેલ એક્સપ્રેસ ટ્રેનોના દરેક મુસાફરને હાથ સેનિટાઈઝ કરવા માટે હેન્ડ સેનિટાઈઝરના પાઉચ આપવામાં આવશે. જેથી કરીને મુસાફરો કોરોના સામે સુરક્ષિત રહી શકશે. આ સિવાય લાંબા અંતરની ટ્રેનો કે જે મુંબઈથી દિલ્હી, પટના, કોલકાતા, ચેન્નાઈ, હૈદરાબાદ, બેંગલોર વગેરે શહેરો માટે રવાના થાય છે, એમાં પણ આ સ્પ્રેનો ઉપયોગ થશે અને દરેક સ્ટેશન અને ટ્રેનને ડીસઈનફેક્ટ પણ કરવામાં આવશે. આ સિવાય રેલ્વેમાં કાર્ય કરતા કર્મચારીઓને સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં ગોદરેજ પ્રોટેકટ સોપનું વિતરણ પણ કરવામાં આવશે.

image source

લોકોની સુરક્ષા માટે, રેલ્વે સાથે હાથ મિલાવ્યો

આ અંગે ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડના સીઈઓ સુનીલ કટારિયા જણાવે છે કે આ પહેલ અમે મુસાફરોની સલામતી ધ્યાનમાં લઈને કરી છે. ટ્રેનમાં મુસાફરી કરતા લોકોની સુરક્ષા માટે અમે રેલ્વે સાથે હાથ મિલાવ્યો છે. જેથી કરીને કોઈ પણ જાતના ચેપ વગર મુસાફરી મળવાથી આ પ્રયાસ પ્રેરણારૂપ બનશે. એમણે વધુમાં જણાવ્યું હતું કે આ સિવાય જે સ્પ્રે રેલ્વેની ટીકીટ વિન્ડો પર અને ટ્રેનની અંદર છાંટવામાં આવશે તેનાથી ૯૯.૯% કીટાણુઓ અને બેક્ટેરિયા ખત્મ થઇ જાય છે.

image source

ટ્રેનોને પણ નિયમિત રૂપે ડિસઈન્ફેક્ટ કરવામાં આવશે

આ અંગે ગૌરવ ઝાએ વધુમાં જણાવ્યું હતું કે ટ્રેનમાં મુસાફરોની બેસવા માટેની સીટ તેમજ મુસાફરો જ્યાં હાથ રાખતા હોય છે એવા દરેક સ્થાન પર ગોદરેજના ડીસઈનફેક્ટ સ્પ્રે છાંટવામાં આવશે. આ સિવાય એમણે જણાવ્યું હતું કે મધ્ય રેલ્વે ડીવીઝનના મોટા સ્ટેશનો સહીત દરેક રેલ્વે સ્ટેશન પર હેન્ડ સેનિટાઈઝર પાઉચ ચાત્રીઓને આપવામાં આવશે. આ સહીત મુંબઈ ડીવીઝનની તમામ ટીકીટ બારીઓ પણ ગોદરેજ સ્પ્રેની મદદથી ડીસઈનફેક્ટ કરવામાં આવશે.

image source

મુંબઇ ડિવિઝનના તમામ ટિકિટ હાઉસ ડિસઈન્ફેક્ટ કરાશે

ગોદરેઝ દ્વારા પુરા પાડવામાં આવતા ડીસઈનફેક્ટ સ્પ્રે એ દરેક જગ્યાઓ પર છાંટવામાં આવશે જે બેઠકો પર મુસાફરો બેસે છે અથવા મુસાફરોના હાથ જ્યાં વારંવાર સ્પર્શતા હોય છે. એમણે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે મધ્ય રેલવેના મુંબઈ વિભાગના મુખ્ય સ્ટેશન જ નહી પણ તમામ રેલ્વે સ્ટેશનો પર મુસાફરોને હેન્ડ સેનિટાઇઝર પાઉચનું વિતરણ કરવામાં આવશે. આ સાથે જ નિરંતર મુંબઇ ડિવિઝનના તમામ ટિકિટ હાઉસને પણ ગોદરેજના સ્પ્રેથી જીવાણુનાશિત કરવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત