રેલવેમાં વારંવાર મુસાફરી કરો છો? તો આજે જાણી લો આ નિયમો વિશે જે બધાને કરવા પડશે ફોલો

સામાન્ય લોકો માટે રેલવે સાથે જોડાયેલી જરૂરી સૂચના, બધા માટે આવવાનો છે આ નવો નિયમ.

ભારતીય રેલવે ક્યુઆર કોડ વાળી સંપર્ક રહિત ટીકીટ આપવાની યોજના બનાવી રહ્યું છે જેને સ્ટેશન અને ટ્રેનમાં મોબાઈલ ફોન દ્વારા સ્કેન કરી શકાશે.રેલવે બોર્ડના અધ્યક્ષ વી કે યાદવે કહ્યું કે વર્તમાનમાં ટ્રેનની 85 ટકા ટીકીટ ઓનલાઇન બુક થાય છે અને કાઉન્ટર પરથી ટીકીટ ખરીદનાર માટે પણ ક્યુઆર કોડની વ્યવસ્થા કરવામાં આવશે.

image source

કોરોના વાયરસ મહામારીથી રક્ષણ નાતે ભારતીય રેલવે સુરક્ષાના બધા જ નવા ઉપાય અપનાવી રહ્યું છે. એવા લોકો વચ્ચે ઓછો સંપર્ક રાખવા માટે ટીકીટ કાઉન્ટર અને ટ્રેનની અંદર એક નિયમ લાગુ પડવાનો છે. ભારતીય રેલવેએ બધી ટ્રેન ટિકિટોમાં ક્યુઆર લાગુ કરવાનો નિર્ણય કર્યો હે. બહુ જ જલ્દી તમારે રેલવેમાં મુસાફરી કરવા માટે ટીકીટ નહિ ક્યુઆર કોડની જરૂર પડશે.

મોબાઈલ ફોનમાં રાખવાનો હશે ક્યુઆર કોડ.

image source

એરપોર્ટની જેમ રેલવે પણ ક્યુઆર કોડવાળી સંપર્ક રહિત ટીકીટ આપવાની યોજના બનાવી રહ્યું છે જેમાં સ્ટેશન અને ટ્રેનમાં મોબાઈલ ફોનથી સ્કેન કરી શકાશે.

આવી રીતે મળશે ક્યુઆર કોડ.

image source

યાદવે કહ્યું છે કે “અમે ક્યુઆર કોડ પદ્ધતિની શરૂઆત કરી છે જે ટીકીટ પર આપવામાં આવશે. ઓનલાઇન ખરીદનારને ટીકીટ પર કોડ આપવામાં આવશે. વિન્ડો ટીકીટ પર પણ જ્યારે કોઈને કાગળની ટીકીટ આપવામાં આવશે તો એના મોબાઈલ પર એક મેસેજ મોકલવામાં આવશે જેમાં ક્યુઆર કોડની લિંક હશે. લિંક ખોલવામાં આવશે તો ક્યુઆર કોડ દેખાશે.” એમને આગળ જણાવ્યું કે ” એ પછી સ્ટેશન કે ટ્રેન પર ટીટીઈ પાસે ફોન કે કોઈ ઉપકરણ હશે જેનાથી યાત્રીનો ક્યુઆર કોડ સ્કેન કરી લેવામાં આવશે. આ પ્રકારે તપાસવાની પ્રક્રિયા સંપૂર્ણ રીતે સંપર્ક રહિત હશે.”

યાદવે આ વિશે આગળ કહ્યું કે “હજી સંપૂર્ણ રીતે કાગળ રહિત થવાની રેલવેની યોજના નથી પણ આરક્ષિત, અનારક્ષિત અને પ્લેટફોર્મ ટિકિટનું ઓનલાઇન બુકીંગ શરૂ કરી કાગળનો ઉપયોગ ઘણી હદ સુધી ઓછો કરી શકાશે.

image source

કોલકાતા મેટ્રોમાં પણ શરૂ થઈ આ સેવા

.એમને કહ્યું કે કોલકાતા મેટ્રોની ઓનલાઇન રિચાર્જ સુવિધા કરી દેવામાં આવી છે. એરપોર્ટની જેમ બધા યાત્રીઓ માટે સ્ટેશનમાં પ્રવેશ કરતા જ સંપર્ક રહિત ટીકીટ તપાસવાની પ્રક્રિયા પ્રયાગરાજ જંકશન સ્ટેશન પર શરૂ કરવામાં આવી છે. યાદવે કહ્યું કે આઈઆરસીટીસીની વેબસાઈટનું સંપૂર્ણ રીતે મોડિફિકેશન કરવામાં આવશે અને પ્રક્રિયાને સરળ અને સુવિધાજનક બનાવવામાં આવશે અને ભોજનના બુકીંગ સાથે જોડવામાં આવશે.

એમને આગળ જણાવ્યું કે રેલવેએ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થાન (ઈસરો) સાથે સહમતી પત્ર પર સહી કરી છે જેના દ્વારા ટ્રેન પર સેટેલાઇટ દ્વારા નજર રાખવાંમાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત