અહીં અપાયું યલો એલર્ટઃ ભાદરવો ભરપુર, હજુ પણ 10 દિવસ થવાનો છે જોરદાર વરસાદ

શ્રાવણ માસ પુરો થયો છે અને હવે ભાદરવા માસમાં મેઘરાજાએ શ્રાવણ જેવો વરસાદ આપવાનું શરુ કર્યું છે. ગત સપ્તાહમાં ગુજરાતમાં ધોધમાર વરસાદ થયો હતો જ્યારે હજુ પણ રાજ્યમાં વરસાદી વાતાવરણ છે. તેવામાં હવામાન વિભાગે હજુ પણ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. માત્ર ગુજરાતમાં જ નહીં દેશભરના વિવિધ રાજ્યોમાં હજુ પણ જોરદાર વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

image source

દેશની રાજધાની દિલ્હી અને એનસીઆરમાંમ શુક્રવારે સાંજથી જ મુશળધાર વરસાદ થયો છે જેના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. તેવામાં હવામાન વિભાગના આગાહી કરી છે કે શનિવાર આખો દિવસ પણ અહીં વાદળછાયું વાતાવરણ રહેશે અને ભારે વરસાદ ચાલુ રહેશે. આ સાથે જ હવામાન વિભાગે વરસાદની સિસ્ટમને જોતા યલો એલર્ટ જાહેર કર્યું છે.

image source

હવામાન વિભાગે દિલ્હીની સાથે ફરીદાબાદ, નોઈડા, ગ્રેટર નોઈડા, ગાઝિયાબાદ, મેરઠ, મોદીનગર, બુલંદશહેરની આસપાસના વિસ્તારોમાં 20-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની અને મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે.

દિલ્હી-એનસીઆર અને યુપી સિવાય 11 સપ્ટેમ્બરે પશ્ચિમ રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે છત્તીસગઢ, મરાઠાવાડા, ઉત્તર અને મધ્ય મહારાષ્ટ્ર, ઉત્તર કોંકણ અને ગુજરાતના કેટલાક ભાગોમાં મુશળધાર વરસાદની ચેતવણી આપી છે.

image source

સામાન્ય રીતે જુલાઈ-ઓગસ્ટમાં પડતો ભારે વરસાદ આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં થઈ રહ્યો છે. નેશનલ વેધર ફોરકાસ્ટિંગ સેન્ટરના વૈજ્ઞાનિકોના જણાવ્યાનુસાર હજુ પણ 10 દિવસ સુધી વરસાદ થવાની સંભાવના છે. હવામાનની સ્થિતિમાં સતત ફેરફાર થઈ રહ્યા છે તેના કારણે 16 સપ્ટેમ્બર સુધી દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વિભાગનું કહેવું છે કે આ સમયે હિંદ મહાસાગરમાં બે સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે દિલ્હી સહિત ઉત્તર ભારતના કમોસમી વરસાદ થઈ શકે છે.