વરસાદ પછી આકાશમાં આ રીતે બને છે ઇન્દ્રધનુષ? આ રોચક માહિતી જાણવાની તમને પણ આવશે જોરદાર મજા

આ આર્ટિકલ વાંચનારા પૈકી મોટાભાગના લોકોએ પોતાના જીવનમાં ક્યારેક ને ક્યારેક તો ઇન્દ્રધનુષ જોયું જ હશે. ખાસ કરીને ચોમાસાના દિવસોમાં ઇન્દ્રધનુષ જોવા મળતું હોય છે અને તેનો આકાર પણ ધનુષ જેવો હોય છે જેથી તેને ઇન્દ્રધનુષ નામથી ઓળખવામાં આવે છે.

image source

પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ચોમાસામાં વરસાદ પછી મનમોહક રીતે ખીલી ઉઠતું આ ઇન્દ્રધનુષ શા માટે અને કઈ રીતે બને છે ? અસલમાં તેનું પાછળ એક રોચક કારણ છે. તો ચાલો આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં આપણે ઇન્દ્રધનુષ વિષે જાણવા જેવી વાતો જાણીએ અને જ્ઞાન વધારીએ.

image source

આપણે જયારે નાનકડા હતા ત્યારે ભણવામાં પણ આવતું ને એ તો લગભગ દરેક સમજુ માણસ જાણે જ છે કે સૂર્યના પ્રકાશમાં સાત રંગો હોય છે. જેમાં મુખ્યત્વે જાંબલી, નીલો, વાદળી. લાલ, પીળો, નારંગી, રાતો હોય છે જેને ગુજરાતીમાં ટૂંકમાં જાનીવાલાપીનારા પણ કહેવાય છે. આ રંગોની ઓળખ પ્રિઝમથી થાય છે અને ઇન્દ્રધનુષ અસલમાં નૈસર્ગીક પ્રિઝમ છે. ઇંદ્રધનુષમાં પાણીના નાના નાના ટીપા હોય છે જે પ્રિઝમનું કામ કરે છે. જયારે સૂર્યનો પ્રકાશ તેની આરપાર નીકળે છે તો એ સાત અલગ અલગ રંગોમાં પરિવર્તન પામે છે અને આપણને ઇન્દ્રધનુષ તરીકે દેખાય છે.

image source

ઇન્દ્રધનુષમાં લાલ રંગ સૌથી ઉપર અને જાંબલી રંગ સૌથી નીચે દેખાય છે. કહેવાય છે કે ખાસ કરીને જયારે તડકા સાથે વરસાદ વરસતો હોય ત્યારે સુરજની સામે મોં કરીને જોવાથી ઇન્દ્રધનુષ જોવા મળે છે. પરંતુ દરેક વખતે ઇન્દ્રધનુષ દેખાય જ એ જરૂરી નથી.

image source

તમને કદાચ તેનો અનુભવ નહિ થયો હોય પણ ક્યારેક ક્યારેક આકાશમાં એક નહિ પણ બે ઇન્દ્રધનુષ દેખાય છે. અસલમાં એક જ જગ્યાએ વરસાદના ટીપાંઓ પર વારંવાર સૂર્યપ્રકાશ પડવાથી અને તેના સંપર્કમાં રહેવાથી બે ઇન્દ્રધનુષ દેખાય છે. તેની પ્રક્રિયા એવી રીતે થાય છે કે પહેલા ઇન્દ્રધનુષમાંથી નીકળેલો સૂર્યપ્રકાશ માંડ સફેદ રંગમાં પરિવર્તન પામે છે કે તરત જ તે વરસાદના અન્ય ટીપાઓના સંપર્કમાં આવી જાય છે અને તે ફરીથી અલગ અલગ સાત રંગોમાં પરિવર્તન પામે છે. જો કે આવી ઘટના ક્યારેક જ થાય છે અને તેમાં એક ઇન્દ્રધનુષ સીધું નજરે પડે છે તો બીજું ઇન્દ્રધનુષ ઊંધું.

source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત