Site icon News Gujarat

98 વર્ષ જૂના રાયપુરના ભજીયા વિના અધૂરું રહેશે ચોમાસું, આ છે Speciality

અમદાવાદીઓ ચોમાસામાં રાયપુરના ભજીયાની મજા ન લે તો જાણે તેમનું ચોમાસું અધૂરું રહી જાય છે. આજે રાયપુર ભજીયા હાઉસના સુભાષભાઇ સોમાભાઇ પટેલે તેમની કેટલીક ખાસ વાતો અને અનુભવોને ભૂષિતા ખીંચી સાથે શૅર કર્યા છે. તેઓએ તેમના ભજીયાની સ્પેશ્યાલિટી અને પોતાના કામ માટેની સ્પષ્ટતા કરતી કેટલીક ખાસ વાતો જણાવી છે.

image source

જાણો રાયપુર ભજીયા હાઉસ સાથેની વાતચીતના મુખ્ય અંશ…

રાયપુર ભજીયા હાઉસ માટે આ જગ્યા શા માટે પસંદ કરી?

અમદાવાદમાં જ્યારે પહેલાં મિલો ચાલતી ત્યારે સાંજે 4 વાગ્યે મિલ છૂટવાના સમયે લોકો આ દરવાજે ભેગા થતાં. અને માટે જ દરવાજાના ઓટલા પાસે ભજીયાનું વેચાણ ચાલુ કર્યું હતું.

image source

કેટલા વર્ષથી ચલાવો છો?

છેલ્લા 97 વર્ષથી અમે આ જ ભજીયા લોકોને ખવડાવીએ છીએ. આ જ કારણ છે કે એકસરખો ટેસ્ટ મળવાના કારણે અમારું નામ જાણીતું બન્યું છે.

તમારે ત્યાં કેટલા પ્રકારના ભજીયા બને છે?

image source

3 પ્રકારના ભજીયા જ અમે બનાવીએ છીએ.

ભજીયાની એક પ્લેટમાં કેટલા પીસ હોય છે?

એક પ્લેટ 100 ગ્રામની હોય છે અને તેમાં 3 ભજીયા આવે છે.

image source

એકસરખો ટેસ્ટ જાળવી રાખવા શું કરો છો?

અમારા ભજીયાનો એકસરખો ટેસ્ટ જળવાઇ રહે તે માટે અમે ખાસ ધ્યાન રાખીએ છીએ. માલિક પોતે જ ભજીયાનો મસાલો તૈયાર કરે છે. પહેલાં સોમાભાઇ મસાલો કરતા અને હવે તેમના પુત્ર સુભાષભાઇ અને પૌત્ર પાર્થભાઇ આ કામ સંભાળે છે.

1 પ્લેટની કિંમત?

એક પ્લેટની કિંમત 16 રૂપિયાની છે.

image source

તમારા ભજીયાની ખાસિયત શું છે?

અમારી ખાસિયત છે કે રાયપુરના ભજીયાની સાથે કોઇ પ્રકારની ચટણી કે કઢીની જરૂર રહેતી નથી. ભજીયા માતાજીનો પ્રસાદ છે અને તેનો સ્વાદ વર્ષના કોઇ પણ દિવસે તમને એકસરખો જ મળે છે.

અમદાવાદમાં ફેમસ થવામાં શરૂઆતમાં શું તકલીફો આવી?ખાસ અનુભવ 1 શેર કરશો.

અમને આમાં કોઇ ખાસ તકલીફ પડી નથી. પણ હવે અમારા નામે લોકોએ અનેક દુકાનો ખોલી છે. ત્યારે ઘણી વાર ઘરાક અમને પૂછે છે કે સ્વાદ તમારા જેવો હોતો નથી. અહીં અમારે લોકોને કહેવું પડે છે કે અમારી અન્ય કોઇ શાખા નથી. આ અમારા માટે થોડી મુશ્કેલી સર્જે છે.

image source

દુકાન કેટલો સમય ચાલુ રહે છે? સમય.

સવારે 8 વાગ્યાથી રાતના 3 વાગ્યા સુધી દુકાન ચાલુ જ રહે છે. અમે રાત-દિવસ 365 દિવસ કામ કરીએ છીએ.

કોઇ ખાસ પ્રસંગે ઓર્ડર લો છો? કે દુકાનેથી જ બનાવી આપો છો? કે દુકાને જ વેચો છો?

જેને પણ જોઇએ તેને દુકાનેથી જ ચીજ મળી રહે છે અને તે પણ ઓરિજિનલ અને જોઇએ તેટલા પ્રમાણમાં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version