શું તમે જાણો છો તારક મહેતા…માં ભવ્ય ગાંધીની જગ્યાએ રિપ્લેસ કરેલા નવા ટપુએ કયો રોલ પ્લે કરવા માટે આપી હતી ઓડિશન?

રાજે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંમાં કેમિયો રોલ માટે આપ્યું હતું ઓડિશન, આજે નિભાવી રહ્યા છે ટપુનું પાત્ર.

image source

રાજ અનડકટે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંમાં ટપુનું પાત્ર નિભાવતા ભવ્ય ગાંધીને રિપ્લેસ કર્યો છે. રાજ ટપુના કેરેક્ટરમાં જામી ગયો છે.પણ શું તમને ખ્યાલ છે કે રાજે તારક મહેતામાં એક કેમિયો રોલ માટે ઓડિશન આપ્યું હતું. અને આ વાતનો ખુલાસો ખુદ રાજે કર્યો છે.

સબ ટીવી પર આવતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંને દર્શકો શરૂઆતથી જ ખૂબ પસંદ કરે છે.સિરિયલના કલાકાર પણ દર્શકોમાં ઘણા ફેમસ છે. ખાસ કરીને ટપુ સેનાના ઘણા ચાહકો છે. ટપુ સેનાને લોકો ઘણું પસંદ કરી રહ્યા છે. સિરિયલમાં ટપુનો રોલ પહેલા ભવ્ય ગાંધી નિભાવી રહ્યા હતા. અને ભવ્ય ગાંધીને ટપુના પાત્રમાં ઘણું પસંદ પણ કરવામાં આવ્યો હતો.પણ લાંબા સમય સુધી આબસીરિયલમાં કામ કર્યા પછી ભવ્યએ આ સિરિયલ છોડી દીધી હતી

image source

ભવ્યના ગયા પછી રાજ અનડકટ તેની જગ્યા પર આવ્યો અને એને ભવ્યની જગ્યાને ખૂબ સારી રીતે સાંભળી લીધી.. પણ શું તમે જાણો છો કે રાજે તારક મહેતામાં ફક્ત એક કેમિયો રોલ કરવાં માટે ઓડિશન આપ્યુ હતું.જે વાતબખુદ રાજે જણાવી છે..

પિંકવિલામાં જણાવેલ એક સમાચાર પ્રમાણે, રાજે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે-” મેં શરૂઆતમાં એક કેમિયો રોલ માટે જ ઓડિશન આપ્યું હતું. હું અને મારા માતાપિતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંના ફેન છે.હું આ શો માં એક કેરેકટર રોલના ઓડિશન માટે ગયો હતો. સીરિયલના સેટ પર મેં દિશા વકાણી ઉર્ફે દયા ભાભી અને બીજા ઘણા કલાકારો ને જોયા.

image source

જોકે હું કોઈની સાથે સેલ્ફી ન લઈ શક્યો. અને આ વાતથી મારી માતા ખૂબ જ નિરાશ થઈ ગઈ હતી. એમને મને સેલ્ફી ન લેવા પાછળનું કારણ પૂછ્યું ત્યારે મેં કહ્યું હતું કે હું એક દિવસ એ લોકો સાથે કામ કરીશ. અને આખરે હું હવે આ સિરિયલનો ભાગ છું. અને ટપુનું પાત્ર નિભાવી રહ્યો છું.

તમને ખબર જ હશે કે લોકડાઉનના કારણે હાલના સમયમાં સિરિયલનું શૂટિંગ બંધ છે. પણ તારક મહેતા કા ઉલટા ચશ્માં સિરિયલની સારી એવી નામના છે.જેથી સીરિયલના રિપીટ એપિસોડ પણ દર્શકો આનંદથી જોઈ રહ્યા છે.લોકડાઉનના કારણે સીરિયલના બધા જ કલાકાર સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ છે..

image source

રાજ પણ ઇન્સ્ટાગ્રામ પર ઘણો એક્ટિવ છે. રાજે થોડા સમય પહેલા વેબ સિરીઝ મની હૈસ્ટના એક ગીત બેલા ચાઓની ધૂન પણ પિયાનો પર વગાડી હતી. .રાજે હાલમાં જ પોતાનો એક ટિકટોક પર બનાવેલો કોમેડી વિડીયો પણ એના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે જેમાં રાજ ભૂલમાંથી માસ્ક બાંધેલા મોઢે જ પાણી પીતો નજર આવી રહ્યો છે અને આ સાથે એને કેપ્સનમાં “ગો કોરોના ગો” લખીને ગુસ્સાવાળું ઇમોજી પણ મૂક્યું છે.