Site icon News Gujarat

ડાયરાના પ્રખ્યાત કલાકાર રાજભા ગઢવીનું આલીશાન ઘરનો જોઇ લો અંદરથી નજારો…

ડાયરાના પ્રખ્યાત કલાકાર રાજભા ગઢવીનું આ છે આલીશાન ઘર, જોઈને થઈ જશો છક, નેસમાં સિંહો વચ્ચે રહીને થયા છે મોટા

આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે એવા એક કલાકાર વિશે જે ગીરના જંગલમાં સિંહોની વચ્ચે રહીને મોટા થયા છે. કુદરતી માહોલમાં પ્રકૃતિના ખોળે ઉછેર પામેલા આ ગાયક કલાકાર એટલ રાજભા ગઢવી. ડાયરના શોખીન લોકોમાં રાજભા ગઢવીનું નામ જરાય અજાણ્યું નહિ હોય. ગીરમાં કનકાઈ-બાણેજ પાસેના લીલાપાણી નેસમાં જન્મેલા રાજભા ગઢવીએ ક્યારેય શાળામાં પગ નથી મુક્યો, છતાં આજે ગુજરાતના લોકસાહિત્ય ક્ષેત્રમાં રાજભા ગઢવીનું નામ આગળ પડતું ગણવામાં આવે છે.

image source

રાજભા ગઢવી પોતાની લગન અને મહેનતથી આવડું મોટું નામ કમાઈ શક્યા છે. તેમણે પોતાના પરિવાર માટે એક આલિશાન ઘર બનાવ્યું છે. રાજભા ગઢવી પાસે આજે ફોર્ચ્યુનર કાર પણ છે.સમાજસેવા કરવામાં પણ રાજભા ગઢવી જરાય પાછા પડે એમ નથી. રાજભા ગઢવી હાલમાં કોરોના વાયરસના કહેર વચ્ચે જરૂરિયાતમંદ લોકોને રાશન પહોંચાડી સેવા પણ આપી રહ્યા છે. તો ચાલો એક નજર કરી લઈએ રાજભા ગઢવીના ઘરની તસવીરો પર…

આપણા આ ગાયક કલાકાર રાજભા ગઢવીનું જન્મ ગીરના જંગલમાં કનકાઈ-બાણેજ પાસે લીલાપણી નેસમાં થયો હતો. નેસમાં જન્મ્યા અને ત્યાં જ મોટા થયા હોવાથી રાજભા પશુપાલનનું કામ ઘણી સારી રીતે જાણે છે.

image source

રાજભા ગઢવી બાળપણમાં જ્યારે ભેંસો ચરાવવા જતા ત્યારે રેડિયો સાંભળતા હતા. રેડિયો પર તેઓ હેમુ ગઢવી જેવા કલાકારોને સાંભળતા અને ધીમે ધીમે ગાયકીની કળા શીખ્યા હતા.

રાજભામાં બાળપણથી જ પ્રતિભાશાળી હતા. તેઓના મુખમાં જાણે માતા સરસ્વતી બિરાજમાન હતા. રાજભા સારું ગાતા હોવાથી તેમના પરિવારજનોએ પણ એમને પ્રોત્સાહન આપ્યું હતું. રાજભાને વર્ષ 2001માં સતાધાર નજીકના રામપરા ગામે પોતોના સમાજના એક સંમેલનમાં પોતાની ગાયકીનો નમૂનો બતાવવાની પહેલી તક મળી હતી.

image source

એમ થયું એમ કે આ સંમેલનમાં એક જાણીતા કલાકારને આવવાનું મોડું થતાં તેમની જગ્યા પર રાજભાને ગાવાનો ચાન્સ મળ્યો હતો. અને આ ચાન્સથી જાણે રાજભા ગઢવીની કિસ્મત જ બદલાઈ ગઈ હતી. આ સંમેલનમાં રાજભાએ દુહા-છંદ લલકારી બધાને પોતાના અવાજને તાબે કરી દીધા હતા.

ધીમે ધીમે રાજભાનું નામ થવા લાગ્યું. રાજભાનો અવાજ લોકોને પસંદ આવતા ગીર નજીકના ગામોમાં રાજભાને કાર્યક્રમો મળવા લાગ્યા. અને પછી તો સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં રાજભાના ડાયરાના કાર્યકમો યોજાવા લાગ્યા હતા.

image source

આજે રાજભા ગઢવી ભજનિક ઉપરાંત લોકસાહિત્યકાર તો ખરા જ પણ એક ઉમદા કવિ તરીકે પણ નામના ધરાવે છે. એટલું જ નહીં તેમણે ‘સાયબો મારો ગોવરિયો’ જેવી બીજી કેટલીક રચનાઓ પણ બનાવી છે.

રાજભાએ પોતાના દુહા-છંદ અને લોકોગીતોનું પુસ્તક ‘ગીરની ગંગોત્રી’ પણ બહાર પાડ્યું છે. ગુજરાત બહાર નાસિક-ઓરિસ્સા અને આફ્રિકામાં પણ રાજભાએ કાર્યક્રમો કર્યા છે.

image source

છેલ્લાં 12 વર્ષથી રાજભા પોતાના કુટુંબ સાથે ગીર છોડીને જૂનાગઢમાં વસવાટ કરે છે. તેમના પરિવારમાં માતા-પિતા ઉપરાંત પત્ની અને બે દીકરી અને એક દીકરો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version