Site icon News Gujarat

રજા પર જતા પહેલા FASTagની આ વાતોનું રાખી લો ધ્યાન, સરકારના નિયમોથી મળશે રાહત

Fastag એક ઈલેક્ટ્રોનિક પેમેન્ટ સિસ્ટમ છે. તેની મદદથી ગાડીના ચાલક ટોલ પ્લાઝા પર ઓનલાઈન પેમેન્ટ કરી શકે છે. ટ્રાફિક રૂલ્સના આધારે કેશલેસ ટોલ પેમેન્ટના માટે દરેક ગાડી પર ફાસ્ટેગ અનિવાર્ય છે. આ માટે સરકારે અનેક નિયમો આપ્યા છે જેનું પાલન જરૂરી છે. Fastag એક નાનું ઈલેક્ટ્રોનિક ટેગ હોય છે. જેને ગાડીના કાચ પર લગાવવામાં આવે છે. સરકારે આ માટે અનેક નિયમોનું પાલન જરૂરી કર્યું છે. જે ગાડી પર આ ટેગ લાગેલો રહે છે તેને ટોલ પ્લાઝા પર પોતે રૂપિયા આપવાની જરૂર રહેતી નથી. ટેગની મદદથી તમારા રૂપિયા કપાઈ જાય છે.

image source

વર્ષ 2017માં કેન્દ્રીય પરિવહન મંત્રાલયે Fastagની શરૂઆત કરી જેથી ગાડીના ચાલકોને ટોલ પ્લાઝા પર લાંબા જામથી છૂટકારો મળી શકે. ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સ ચૂકવવા માટે ગાડીની લાંબી લાઈન લાગે છે. તેનાથી મોડું થાય છે. સાથે ટોલ કલેક્શનમાં ઘાંધલીના કારણે સરકારના રૂપિયામાં પણ ગોલમાલ થતી. આ દરેક પરેશાનીને દૂર કરવા માટે સરકારે ફાસ્ટેગની શરૂઆત કરી હતી. ફાસ્ટેગ આવતા કેશ પેમેન્ટનું ચલણ ખતમ થયુ હતું. ટોલ બૂથ પર લાગતી ભીડમાં પણ ઘટાડો થયો છે અને ટ્રાફિકની સમસ્યાઓ પણ જાતે જ ઉકેલાઈ ચૂકી છે.

સરકારે Fastagની સાથે જોડાયેલા 5 રેગ્યુલેશન કે નિયમ બતાવ્યા છે જેને દરેક વાહન ચાલકે જાણી લેવા જરૂરી છે જેથી યાત્રામાં સુવિધા રહે છે અને ટોલ પર કોઈ પણ પ્રકારની તકલીફ રહેતી નથી.

image source

જો તમારી પાસે ફાસ્ટેગ નથી તો તમે તમારી ગાડી ટોલ બૂથના ફાસ્ટેગ લેનમાં લગાવી છે તો તમને બમણું ટોલ અમાઉન્ટ ભરવું પડે તેવો નિયમ છે. જો બેલેન્સ ઓછું હોય અને તમારું ફાસ્ટેગ કામ કરી રહ્યું નથી કે ફાસ્ટેગ ડેમેજ હોય છે તો તમે ફાસ્ટેગ લેનમાં જઈ શકો નહીં. જો તમે આવું કરો છો તો ટોલ બૂથ પર તમારે બમણો ટેક્સ ભરવો પડે છે.

2017 બાદ જે ગાડીઓ વેચવામાં આવી રહી છે તેમાં પહેલાથી Fastag લગાવવામાં આવેલા છે જો તમારી ગાડીનું વર્ઝન જૂનું છે તો તમે ફાસ્ટેગ માટે એપ્લાય કરી શકો છો. આકોઈ પણ બેંકમાં મળી રહે છે.

જો તમે ગાડીને માટે થર્ડ પાર્ટી ઈન્શ્યોરન્સ લઈ રહ્યા છો તો તેને માટે પણ ફાસ્ટેગની જરૂર રહે છે. એવો નિયમ નથી કે ગાડીનો વીમો કરાવતા પહેલા પણ ફાસ્ટેગનું ધ્યાન રાખી લેવાય.

કોઈ ગાડી માલિક એક જ ફાસ્ટેહને પોતાની અલગ અલગ ગાડીના ઉપયોગ માટે યૂઝ કરી શકે નહીં. એક ફાસ્ટેગ ફક્ત એક જ ગાડી માટે કામ કરે છે. જો તમારી પાસે 2-4 ગાડી છે તો દરેક કાર માટે અલગ અલગ Fastag ઈશ્યૂ કરાવવાના રહે છે.

શું છે Fastagના ફાયદા તે પણ જાણી લો

image source

ફાસ્ટેગ ઈંધણની સાથે સાથે સમયની પણ બચત કરે છે. કેમકે ટોલ પ્લાઝા પર કેશ લેન દેનની કોઈ ચિંતા રહેતી નથી. ટોલના રૂપિયા ફાસ્ટેગની મદદથી તમારા પ્રીપેડ કે સેવિંગ એકાઉન્ટથી કપાય છે. તમે જ્યારે પણ કોઈ ટોલ બૂથને પાર કરો છો તો તેમાં રૂપિયા કપાય છે. તે તમારા મોબાઈલ ફોન પર એક મેસેજ આવી જાય છે. આ રીતના મેસેજ સતત તમારા મોબાઈલ ફોન પર આવે છે. તેનાથી તમે અપડેટ રહો છો અને હાડીના આવન જાવનની માહિતિ પણ રાખી શકો છો.

ફાસ્ટેગની તમે યૂપીઆઈ, ક્રેડિટ કે ડેબિટ કાર્ડ, એનઈએફટી કે આરટીજીએસની મદદથી રિચાર્જ કરી શકો છો.

જો તમે ઈચ્છો તો Fastagથી થયેલા ટ્રાન્ઝેક્શનની જાણકારી મેળવો અને તેને માટે ફાસ્ટેગના વેબપોર્ટલ પર જઈને જાણકારી લઈ શકો છો.

કોઈ નક્કી ટોલ પ્લાઝાથી હંમેશા અને વારે ઘડી ટ્રાવેલ કરો છો તો બેંકની મદદથી મંથલી પાસ બનાવડાવી શકો છો.

ફાસ્ટેગના નિયમોનું ઉલ્લંધન ન થાય તે માટે જરૂરી છે કે સમયથી તેને કાર પર લગાવી લો. મોબાઈલ એપની મદદથી પણ આરએફઆઈડીને ખરીદી શકાય છે. આ માટે બેંકના નેટ બેંકિંગમાં લોગ ઈન કરવાનું રહે છે અને અહીંથી ઓનલાઈન ફાસ્ટેગની ખરીદી કરી શકાય છે.

image source

ગાડીના કાચ પર આરએફઆઈડી ઈનેબલ સ્ટિકર લગાવવામાં આવે છે જેથી ટોલ પ્લાઝા પર લગેલા ટેગ રીડર તેને સ્કેન કરી શકે અને તમે પેમેન્ટ કરી શકો. Fastag કે RFID સ્ટીકરને કારના માલિકે પ્રીપેડ કે સેવિંગ્સ એકાઉન્ટ સાથે જોડાવવાનું રહે છે. તેનાથી ટોલના રૂપિયા કપાય છે. ટોલ પ્લાઝા પર ટોલના રૂપિયા આપવા માટે ગાડી રોકવાની જરૂર રહેશે નહીં. જેથી ગાડી ટોલ બૂથથી તરત જ પસાર થઈ જાય છે અને રૂપિયા કપાઈ જાય છે. 1 એપ્રિલ 2020થી દરેક કાર પર ફાસ્ટેગ અનિવાર્ય કરી દેવાયું છે.

Exit mobile version