Site icon News Gujarat

રાજગરાના પકોડા – આપ સૌ માટે રાજગરાના પકોડાની રેસિપિ આપી રહી છું તો તમે પણ ચોક્કાસથી બનાવજો.

રાજગરાના પકોડા :

દરેક વ્રતના ઉપવાસમાં સામાન્ય રીતે રાજગરા કે રામદાનાનો વધારે પડતો ઉપયોગ થતો હોય છે. રાજગરામાંથી તેની ધાણી બનાવીને તેમાંથી ગોળ કે ખાંડ સાથે પાક, ચીકી કે લાડુ બનાવવામાં આવતા હોય છે. રાજગરાનો લોટ બનાવીને તેમાં મસાલા ઉમેરીને પુરી, થેપલા, ભજિયા, ઢોકળા, ઢોસા, સેવ વગેરે બનાવવામાં આવે છે. તેમજ શિરો અને લાડુ જેવી સ્વીટ પણ બનાવી શકાય છે. રાજગરાના લોટમાંથી બિસ્કીટ, નાનખટાઇ વગેરે જેવી બેકીંગ વાનગી પણ બનાવવામાં આવે છે. રાજગરાની વાનગી ફરાળમાં લેવાથી જલ્દીથી ફરી ભૂખ લાગતી નથી.

રાજગરો પ્રોટીનથી સમૃધ્ધ હોવાથી હાર્ટ, સ્કીન, વાળ, મસલ્સ, નખ બધા માટે ફાયદાકારક છે. ઇમ્યુન સીસ્ટમ સુધારે છે અને શરીરમાં હોરમોન્સ બેલેન્સ પણ બેલેંસ કરે છે. તેમજ આ ઉપરાંત અનેક રીતે તેની ન્યુટ્રીયંટ વેલ્યુ શરીર માટે લાભપ્રદ છે. તેમાં રહેલા વધારે પડતા ફાઇબર કોલેસ્ટરોલનું લેવલ ઘટાડે છે. રાજગરામાં સારા એવા પ્રમાણમાં ફોસ્ફરસ અને આયર્ન પણ રહેલા છે.

તેમાં રહેલું કેલ્શિયમ હાડકાને મજબૂત બનાવીને તેમાં થતા ફ્રેક્ચર્સ થતા અટકાવે છે. રાજગરાથી આ બધા ફાયદાઓ થતા હોવાથી આપણે તેમાંથી બનતી ફરાળ માટેની ઘરે જ બનાવેલી વાનગીઓનો આગ્રહ રાખવો જોઇએ, તો એના માટે હું અહી આપ સૌ માટે રાજગરાના પકોડાની રેસિપિ આપી રહી છું તો તમે પણ ચોક્કાસથી બનાવજો.

રાજગરાના પકોડા બનાવવા માટેની સામગ્રી :

રાજગરાના પકોડા બનાવવા માટેની રીત :

એક મિક્ષિંગ બાઉલ લઈ તેમાં ½ કપ રાજગરાનો લોટ લ્યો. તેમાં 3 ટેબલ સ્પુન આરાલોટ ઉમેરો. સાથે તેમાં એક બાફેલું બટેટું ખમણી લ્યો. અને બધું સરસથી મિક્ષ કરી લ્યો.

હવે બનેલા મિશ્રણમાં 4-5 લીમડાના બારીક સમારેલા પાન, 15-20 ફુદિનાના બારીક સમારેલા પાન, 2 ટેબલ સ્પુન બારીક સમારેલી કોથમરી, 2 ટેબલ સ્પુન શિંગનો ભૂકો 1 બારીક સમારેલું લીલુ મરચું અને 2 ટેબલ સ્પુન બારીક સમારેલા કેપ્સીકમ ઉમેરો.

હવે બધું મિક્ષ લોટના મિશ્રણ સાથે સરસથી મિક્ષ કરી લ્યો.

હવે બનેલા લોટ – વેજીટેબલના મિશ્રણમાં 1 ટી સ્પુન આખુ જીરું, ½ ટી સ્પુન મરી પાવડર, સ્વાદ મુજબ સોલ્ટ અને 1 ટી સ્પુન સુગર ઉમેરી મિક્ષ કરી લ્યો.

હવે તેમાં 3 ટેબલ સ્પુન રેગ્યુલર દહીં ઉમેરો. અને મિક્સ કરી લ્યો. તેમાં ¾ કપ પાણી ઉમેરી થોડું ફીણી લ્યો.

10 મિનિટ ઢાંકીને રેસ્ટ આપો.

હવે એક પેનમાં પકોડા ડીપ ફ્રાય કરવા માટે ઓઇલ ગરમ મૂકો. મિડિયમ ફ્લૈમ રાખો.

થોડા બેટરનું નાનું એક ડ્રોપ ઓઇલમાં મુકી ચેક કરી લ્યો કે ઓઇલ પકોડા બનાવવા માટે પ્રોપર હોટ છે કે કેમ. મુકેલું બેટરનું ડ્રોપ તરતજ ઉપર આવી જાય એટલે ઓઇલ રેડી છે.

હવે તેમાં પકોડા પાડવાનું શરુ કરો. હાથથી કે સ્પુન વડે જરુર મુજબ બેટર લઈ પકોડા પાડી શકાય.

પેનમાં ઓઇલ હોય તે પ્રમાણે તેમાં સમાય તેટલા પકોડા પાડો. થોડીવારમાં પકોડા એક બાજુ ક્રીસ્પી અને ગોલ્ડન બ્રાઉન થઈ જઈ ઉપર આવવા લાગશે એટલે બધા પકોડાને ફ્લીપ કરી લ્યો. ત્યારબાદ ફ્લૈમ થોડી સ્લો કરી પકોડા અંદરથી પણ બરાબર કુક થઈને ફ્લીપ કરેલી સાઈડ ક્રીસ્પી અને ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી ડીપ ફ્રાય કરો.

હવે ક્રીસ્પી અને ગોલ્ડન બ્રાઉન થઈ ગયેલા પકોડાને જારામાં લઈ ઓઇલ નિતારી એક પ્લેટ માં ટ્રાંસફર કરો. ગરમા ગરમ રાજગરાના પકોડા સર્વ કરવા માટે રેડી છે. બાકીના બેટરમાંથી પણ આ પ્રમાણે ક્રીસ્પી ગોલ્ડન બ્રાઉન પકોડા બનાવી લ્યો.

સર્વીંગ પ્લેટમાં ગરમા ગરમ રાજગરાના પકોડા મૂકી દહીંની ફરાળી ચટણી સાથે સર્વ કરો.

સાથે ફરાળી ચેવડો અને બટેટાની વેફર પણ સર્વ કરો.

હેલ્ધી અને ટેસ્ટી રાજગરાના પકોડા બધાને ખૂબજ ભાવશે. તો તમે પણ વ્રતના ઉપવાસ માટે ફરાળ કરવા માટે આ પકોડા ચોક્કસથી બનાવજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Exit mobile version