રાજગરા ની પુરી – જો આ રીતે બનાવશો તો બનશે પરફેક્ટ પુરી, ઉપવાસમાં સુકીભાજી સાથે ખાઈ શકશો…

સાતમ તો પુરી થઈજ ગઈ છે. પણ હવે, આઠમની તૈયારી કરવી પડશે ને કે ફરાળ માં શું બનાવવું ??

આમ તો આપડે મોરયો ,સાબુદાણાનની ખીચડી ,સુકી ભાજી વગેરે. પણ ઘણી વાર ઘર માંથી ફરમાઈશ હોય કે રાજગરા ની પુરી બનાવની??? પણ ઘણી વાર તમારી પુરી ફાટી જતી હશે કાતો પુરી માં તેલ રહેતું હશે .એટલે તમારા પ્રોબ્લેમ નો અંત લાવવાં હું તમને પરફેક્ટ રીત શીખવીશ .

બનાવવામાં લાગતો સમય : ૧૫ મિનિટ

પુર્વતૈયારી : નથી જરૂરી

સર્વીગ : ૪ થી ૫ વ્યક્તિ માટે

લેવલ ઓફ કુકીંગ : સરળ

સામગ્રી :

– ૨૫૦ ગ્રામ રાજગરાનો લોટ,

– મીઠું સ્વાદ પ્રમાણે,

– ૩૦૦ ગ્રામ તેલ તળવા માટે,

– ૫૦ થી ૭૫ મિલિ ગરમ પાણી-લોટ બાંધવા માટે

– મરી પાવડર

બનાવવાની પદ્ધતિ :

૧) ૨૫૦ ગ્રામ રાજગરાના લોટમાં સ્વાદ મુજબ મીઠું અને મરી પાવડર નાખી લોટમાં ભેળવી દો. લોટ થોડો કકરો લાગે તો મિક્સર માં પીસી નાખવું જેથી જીણો થઈ જાય અને પુરી સરસ વણાય .

૨) ૨૫ ગ્રામ જેટલો કોરો લોટ પુરી વણવા બાજુ ઉપર રાખો,બાકીના રાજગરાના લોટને હુંફાળા પાણીથી બાંધી લો. બાંધેલા લોટની તરત જ પુરી બનાવી .તમને પુરી સોફ્ટ જોતી હોય તો તમે 1 નંગ બાફેલું બટાકુ લોટ માં ઉમેરી લોટ બાંધવો .

૩) કડાઇમાં ૩૦૦ ગ્રામ તેલને પુરી તળવા માટે ફાસ ગેસ પર ગરમ કરો.

૪) રાજગરાના લોટના નાના ગોરણા કરી. કોરા રાજગરાના લોટમાં ગોરણાને રગદોળી પ્લાસ્ટિક લઇ હલકા હાથે પુરી વણો.અને પેપર પર પાથરો .

૫) પુરી વણતા જાવ અને ગરમ તેલમાં પુરીને તળતા જાવ. પુરી તળતી વખતે ગેસની આંચ મધ્યમ રાખવી જેથી પુરી કાળી ન થાય.

નોંધ :

બાંધેલા લોટની તરત જ પુરી બનાવી લેવી.અને સોફ્ટ પુરી જોતી હોય તો બટાકાનો માવો નાખવો .અને પુરી કડક અને ક્રિસ્પી જોતી હોય તો તમે અવોઇડ કરી શકો છો …


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા )

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.