આ રાજપૂત પરિવાર જીવે છે રાજાશાહી જેવું જીવન, જેમના હુંકારાથી ડરે છે આખું પાકિસ્તાન, વધુમાં જાણીને તમે પણ કહેશો વાહ..વાહ

મિત્રો, વર્ષ ૧૯૪૭ ના ભાગલા પછી જ્યારે પાકિસ્તાન આપણા દેશથી વિખૂટુ પડી ગયુ અને એક નવા દેશ તરીકે અસ્તિત્વમા આવ્યુ ત્યારબાદ આપણા દેશે પોતાની જાતને એક ધર્મનિરપેક્ષ દેશ જાહેર કર્યો. અહી બધા જ ધર્મોના લોકોને રહેવા માટે છૂટ આપવામા આવી અને એ પણ વિશ્વાસ આપવામા આવ્યો કે, દરેક ધર્મના લોકોને સમાન અધિકાર મળશે.

image source

જોકે, પાકિસ્તાનની ગણતરી તો કઈક અલગ જ ચાલતી હતી, તેણે પોતાને એક મુસ્લિમ દેશ જાહેર કર્યો એટલે કે અહી ઇસ્લામ ધર્મ પાળતા લોકોને જ રહેવા માટે છૂટ આપવામા આવી. આ જ કારણોસર પાકિસ્તાનથી હિન્દુઓ અને અન્ય ધર્મોના લોકો સામે હિંસાના દરરોજ અહેવાલ આવે છે પરંતુ, આજે અમે તમને એક એવા હિન્દુ પરિવાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જેમની સામે પાકિસ્તાની સરકાર પણ પાણી ભરે છે.

image source

આજ સમગ્ર પાકિસ્તાન આ હિન્દુ પરિવારની આશ્રયમા છે. પાકિસ્તાન જેવા દેશમા જ્યા હિન્દુઓની હાલત ખૂબ જ ખરાબ છે ત્યા એક રાજપૂત પરિવાર છે જેની સ્થિતિ અને સન્માન રાજવી પરિવારથી કમ નથી. આ રાજવી પરિવાર ભાગલા સમયે પાકિસ્તાન ગયો હતો.

image source

તેમનુ રજવાડું અમરકોટ હતુ. જોકે, અમરકોટ રજવાડાના રાજા કરણીસિંહ સોઢીએ ભાગલા પછી પણ પાકિસ્તાનમા તેમનુ રાજાશાહી શાસન જાળવી રાખ્યુ હતુ. પાકિસ્તાનના આ એકમાત્ર હિન્દુ રાજા છે. તમને જાણીને નવાઈ લાગશે કે, તેના પરિવારે ઘણા મુસ્લિમ લોકોને નોકરી પણ આપી છે.

આ એકમાત્ર એવો હિન્દુ પરિવાર છે કે, જેનુ પાકિસ્તાનમા ખુબ જ આદર અને માન-સન્માન કરવામા આવે છે. આ પરિવારનો ઇતિહાસ પણ ખૂબ જ રસપ્રદ છે. આ પરિવાર ત્યાની રાજનીતિમા ખુબ જ ઊંડાણપૂર્વક પ્રવેશ કરી ચુક્યો છે. આ કારણોસર જ હિન્દુઓ નહી પરંતુ, મુસ્લિમ સમુદાયના લોકો પણ તેમનો આદર-સત્કાર કરે છે.

image source

સમગ્ર પાકિસ્તાનમા આ હિન્દુ પરિવારની ધાક છે. હાલ, આ પરિવારની ત્રીજી પેઢી અહી શાસન કરી રહી છે. રાણાચંદ્ર સિંહ પછી તેમના પુત્ર રાણા હમીર સિંહ હતા અને તેમના પછી હાલ તેમનો પુત્ર કરણીસિંહ સોઢી અહી શાસન કરી રહ્યો છે. જો તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે, રાણાચંદ્ર એ પૂર્વ-પશ્ચિમ પાકિસ્તાનના છ વાર કેબિનેટ પ્રધાન બની ચૂક્યા છે.

image source

આ સિવાય તેમણે પાકિસ્તાન હિન્દુ પાર્ટીની રચના પણ કરી. થોડા વર્ષો પહેલા જ્યારે વડાપ્રધાન મોદી પાકિસ્તાનની મુલાકાતે આવ્યા હતા ત્યારે હમીરસિંહે તેમની ખૂબ જ પ્રશંસા કરી હતી. તમને જણાવી દઈએ કે, હમીરસિંહના પુત્ર કરણ સિંહની પત્ની પદ્મિની રાજસ્થાનની છે.

image source

કરણસિંહના દાદા રાણાચંદ્રસિંહ પાકિસ્તાન ગયા ત્યારે ત્યા રાજકીય રીતે સક્રિય હતા અને ત્યારબાદ કરણસિંહ હવે તેમનો વારસો આગળ વધારી રહ્યા છે. પાકિસ્તાન હિન્દુ પાર્ટીની રચના કરણસિંહના દાદાએ કરી હતી. વર્ષ ૨૦૦૯મા તેમનુ નિધન થયુ હતુ અને ત્યારબાદ હાલ કરણસિંહ બધી જ જવાબદારીઓ ખુબ જ સારી રીતે નિભાવી રહ્યા છે. ખરેખર, ગર્વ છે આ રાજપૂત પર.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!