હરણ શિકાર કેસમાં સલમાન ખાનને જે જોતું હતું એ મળી ગયું, રાજસ્થાન હાઈકોર્ટે આપી દીધી મોટી રાહત
કાળિયાર શિકાર કેસમાં રાજસ્થાન હાઈકોર્ટે સલમાન ખાનને મોટી રાહત આપી છે. હાઈકોર્ટની જોધપુર બેંચે સલમાન ખાનની ટ્રાન્સફર અરજી પર સુનાવણી કરી. હવે હાઈકોર્ટમાં સલમાન ખાનને લગતી તમામ અરજીઓ પર સુનાવણી થશે.

હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન આરોપી સલમાન ખાનની બહેન અલવીરા હાજર રહી હતી. ફરી એકવાર અભિનેતાની બહેન અલવીરા તેના માટે લકી ચાર્મ સાબિત થઈ. એડવોકેટ હસ્તિમલ સારસ્વતે સલમાનનો મજબૂત બચાવ કર્યો હતો.