રાજસ્થાનમાં ઘમાસાણઃ બેઠકમાં લેવાયો મોટો નિર્ણય, સચિન પાયલટ સહીત ત્રણ મંત્રીઓને મંત્રી પદેથી હટાવાયા

રાજસ્થાનની સરકારમાં ઉથલ પાથલ, સચિન પાયલટ સહીત ત્રણ મંત્રીઓને મંત્રી પદેથી હટાવાયા

રાજનીતિમાં કોરોના સમયે પણ ઉથલપાથલ સર્જાઈ રહી છે. એક તરફ મોટા નેતાઓની અવગણના વચ્ચે કોંગ્રેસે ગુજરાતમાં રાજનીતિમાં સમીકરણો બદલ્યા છે. તો બીજી તરફ રાજસ્થાનના રાજકારણમાં પણ હાલમાં થોડા સમયથી રાજકીય ઉથલ-પાથલ ચાલી રહી છે. જેમાં સચિન પાયલટ અને સમર્થન કરતા મંત્રીઓ વિદ્રોહનું મન બનાવી ચુક્યા છે. જો કે સચિન પાયલટના CM બનવાના સપના પર કોંગ્રેસે પાણી ફેરવી દીધું છે. જયપુરમાં કોંગ્રેસ દ્વારા મંત્રીઓની બેઠક યોજીને કોંગ્રેસ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સચિન પાયલોટ સહીત ત્રણ મંત્રીઓને મંત્રી પદેથી હટાવી દેવામાં આવ્યા છે.

image source

સચિન પાયલટને મંત્રી પદેથી હટાવી દેવાયા

રાજસ્થાનમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે અશોક ગેહલોતનાં નેતૃત્વમાં રાજસ્થાનમાં મળેલી આજની જયપુર બેઠકમાં ધારાસભ્યો દ્વારા ભેગા મળીને સચિન પાયલટ પર કાર્યવાહી કરવા પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે. આ બેઠકમાં સચિન પાયલટ, વિશ્વેન્દ્ર સિંહ અને રમેશ મીણાને મંત્રીપદથી હટાવવાનો નિર્ણય પણ લઇ લેવામાં આવ્યો છે. જો કે હવે એ જોવાનું બાકી રહે છે કે આ નિર્ણય પછી સચિન પાયલટ શું જવાબ આપે છે. જો કે આ પ્રસ્તાવ કમિટીને આપવામાં આવશે ત્યારબાદ ધારાસભ્યોને નોટીસ આપવામાં આવશે. આ બધી કાર્યવાહી થાય એ પહેલા જ સચિન પાયલટને રાજસ્થાનના ડેપ્યુટી સીએમ અને પ્રદેશ અધ્યક્ષ પદેથી પણ હટાવી દેવામાં આવ્યા છે.

image source

સરકાર અસ્થિર કરવા ભાજપનું ષડયંત્ર : સુરજેવાલા

કોગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ આ બેઠક પૂરી થયા પછી, મીડિયા સમક્ષ જાહેરાત કરતા કહ્યું હતું કે સચિન પાયલટને મંત્રી પદેથી હટાવ્યા બાદ ગોવિંદ ડોટાસરાને પાયલટના સ્થાને રાજસ્થાન કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. એમણે વધુમાં ઉમેર્યું હતું કે ‘ભાજપના ષડ્યંત્ર હેઠળ રાજસ્થાનની સરકારને અસ્થિર કરવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. તેમજ સચિન પાયલટ ભાજપની જાળમાં ફસાઈ ગયા અને સરકારને પાડવામાં લાગી ગયા. જો કે છેલ્લા 72 કલાકમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગણે પણ એમનો સંપર્ક કરવા ઘણા પ્રયાસ કર્યા છે તેમ છતાં તેઓ માન્યા ન હતા. ‘

image source

ભાજપમાં આવવા ઈચ્છે તો સ્વાગત છે : ઓમ માથુર

અત્યાર સુધી રાજસ્થાન ઉથલપાથલ સમયે શાંત રહેલી ભારતીય જનતા પાર્ટીએ હવે સચિન પાયલટને ઓફર પણ આપી છે. આ અંગે ઓમ માથુરે જણાવ્યું હતું કે જો સચિન ભાજપમાં આવવા ઈચ્છતા હોય તો એમનું સ્વાગત છે. જો કે રાજનીતિના જાણકારોના મતે ભાજપ અત્યારે માત્ર વેટ એન્ડ વોચની રાજનીતિ પર કામ કરી રહ્યું છે. એમણે હજુ સુધી ફ્લોર ટેસ્ટીંગ અંગે માંગ પણ કરી નથી.

image source

કોંગ્રેસ હવે ધારાસભ્યોને નોટીસ ફટકારશે

સચિન પાયલોટ અને સહાયક મંત્રીઓના વિદ્રોહ વચ્ચે અશોક ગેહલોતે પણ કોંગ્રેસના ધારાસભ્યોને એકઠા કરીને પોતાની તાકાતનો પરચો આપ્યો છે. આ દરમિયાન એમની અગવાઈમાં મળેલ કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લીડરશીપ બદલવા અંગે કોઈ ચર્ચા થઇ નથી. બધા જ ધારાસભ્યો અશોક ગહેલોતના સમર્થનમાં છે. આ સચિન પાયલોટ માટે એક મોટો ઝટકો હોઈ શકે છે. આ બેઠકમાં સામેલ નહિ થનાર કોંગ્રેસી ધારાસભ્યો પર હવે પાર્ટી નોટીશ ફટકારવા અંગે વિચારી રહી છે. આ માટેની તૈયારીઓ પાર્ટી દ્વારા શરુ કરવામાં આવી છે.

image source

સચિન પાયલોટ અને સમર્થકો નમવા તૈયાર નથી

જો કે આ બેઠક બાદ એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે કોંગ્રેસ તરફથી કોંગ્રેસ મોવડી મંડળ દ્વારા ઘણીવાર સચિન પાયલટ સાથે વાતચીત અને ચર્ચાઓ કરવામાં આવી છે. તેમજ આ બેઠકમાં હાજર રહેવા માટે પણ સચિન પાયલટને કહેવામાં આવ્યું હોવા છતાં તેઓ આવ્યા નહિ. જો કે અનેક ચર્ચાઓ બાદ પણ સચિન પાયલોટ અને તેમના સમર્થકો નમવા તૈયાર નથી.

image source

સચિન પાયલટને CM બનાવવામાં આવે : ભંવરલાલ

હાલમાં જયારે સચિન પાયલટ સહીત ત્રણ મંત્રીઓને કોંગ્રેસ દ્વારા હટાવવામાં આવ્યા છે ત્યારે પાયલટ જૂથના જ મંત્રી ભંવરલાલનું નિવેદન સામે આવ્યું છે. એમણે કહ્યું હતું કે રાજસ્થાનમાં ૨૨ જેટલા MLAનું સમર્થન સચિન પાયલટ સાથે છે. પરિણામે રાજસ્થાનના CM પણ સચિન પાયલટને જ બનાવવામાં આવે તેમજ અશોક ગહલોતને હટાવવામાં આવશે તો જ પાર્ટીમાં પરત ફરીશું. આ સિવાય એમણે એમ પણ જણાવ્યું હતું કે હાલ ભાજપમાં જોડાવાની એમની કોઈ જ યોજના નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત