રાજધાની એક્સપ્રેસમાં ફાટ્યો કોરોના બોમ્બ, આટલા બધા લોકો આવ્યા કોરોનાની ઝપેટમાં, આંકડો જાણીને ફાટી જશે આંખો

જ્યારથી કોરોના આવ્યો ત્યારથી લોકો લોકડાઉનના કારણે ઘરમાં પુરાઈને જ રહ્યા છે. સરકારના આદેશો હતાં કે કામ સિવાય કોઈએ બહાર નીકળવું નહી. ત્યારે હવે દેશ અનલોક થઈ રહ્યો છે અને લોકો પણ હળવાશથી બહાર ફરી રહ્યા છે. પરંતુ શું તમને એ પણ જાણ છે કે ટ્રેન અને બસમાં ફરવું એ તમારા સ્વાસ્થ્ય માટે કેટલું હિતાવહ છે?

image source

તમારા પરિવાર માટે કેટલું યોગ્ય છે? આવા પ્રશ્નો એટલા માટે થાય કારણ કે દિલ્હી-અમદાવાદ રાજધાની એક્સપ્રેસને લઈ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. આ ટ્રેનમાં 20 મુસાફરોના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે અને લોકોમાં હાહાકાર મચી જવા પામ્યો છે.

image source

જી હા મિત્રો જે પ્રમાણે માહિતી સામે આવી રહી છે એ પ્રમાણે વાત કરીએ તો જ્યારે દિલ્હી-અમદાવાદ રાજધાની એક્સપ્રેસના મુસાફરોની મેડિકલ તપાસ કરી ત્યારે 18 લોકોને કોરોનાના કોઇ જ લક્ષણ જોવા મળ્યાં નહોતા. પરંતુ ત્યારબાદ આ રીતે સંક્રમણ લાગતા તંત્ર દોડતું થઈ ગયું હતું. ટ્રેનમાં સવાર 18 પ્રવાસીઓ એસિમ્ટોમેટિક હતા. તેમનો કોરોના વાયરસ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

image source

આ સિવાય એક ચિંતાજનક માહિતી એ પણ મળી રહી છે કે, કુલ 20 પ્રવાસીઓમાં 2ની ઉંમર 70 વર્ષથી વધારે છે. જો કે, જ્યાકે દિલ્હી-અમદાવાદ રાજધાની એક્સપ્રેસનો ગંભીર મામલો સામે આવ્યો કે તરત જ આ બધા પ્રવાસીઓને ક્વોરન્ટાઇન સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે. સાથે જ તેઓના સંપર્કમાં જે જે વ્યક્તિ આવ્યા એ બધાની પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. તો વળી એક તરફ બસ ડેપો અને રેલવે સ્ટેશન પર તંત્ર દ્વારા સ્ક્રીનિંગ પણ કરવામાં આવી રહ્યું છે.

image source

પણ આ પહેલી વાર નથી કે આ રીતે રેલવેમાં કોરોનાનું સંક્રમણ લાગ્યું હોય, આ પહેલાંની વાત કરીએ તો પંજાબના લુધિયાનામાં રેલવે પ્રોટેકશન ફોર્સ એટલે કે RPFના 14 જવાન કોરોના પોઝિટિવ આવ્યાં હતા. આ બધા જવાન શ્રમિક ટ્રેનમાં તૈનાત હતા. તેની ટ્રાવેલ હિસ્ટ્ર વિશે જાણવા મળે છે કે, રેલવે પ્રોટેકશન ફોર્સના 40 જવાનોને શ્રમિક સ્પેશિયલ ટ્રેનમાં ફરજ માટે 7 મેના રોજ લુધિયાના મોકલવામાં આવ્યાં હતા. જેમાંથી બે જવાન 9 મેના રોજ કોરોના પોઝિટવ આવ્યા અને ત્યાર બાદ 38 જવાનોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા અને બધાને રેલવેની હોસ્પિટલમાં ક્વોરોન્ટાઇન માટે મોકલી દેવામાં આવ્યા હતા.

image source

જેવી રીતે દેશનું અર્થતંત્ર કોરોનાના કારણે ખાડે ગયું છે એ જ રીતે ટ્રેન સર્વિસ પર પણ કોરોનાની ઘણી ખરાબ અસર જોવા મળી રહી છે. મહામારીના પગલે રેલવે હાલમાં માત્ર સ્પેશિયલ ટ્રેન જ ચલાવી રહ્યું છે. જેના કારણે મુસાફરોને ટિકિટ ઘણી લાંબી વેઇટિંગ પછી મળે છે. રેલવેના જણાવ્યાં મુજબ હાલમાં 230 ટ્રેનનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. જેમાં મેલ અને એક્સપ્રેસ ટ્રેન પણ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત