લોકડાઉનના કારણે ટીવી એક્ટરે આર્થિક મદદ માટે લોકોને કરી અપીલ, જોઇ લો શેર કરેલો વિડીયો તમે પણ

લોકડાઉનના કારણે ટીવી એક્ટર બન્યો પૈસા-પૈસાનો મોહતાજ – આર્થિક મદદ માટે લોકોને કરી અપીલ

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારીને અટકાવવાના હેતુસર વિવિધ દેશોમાં લોકડાઉન જાહેર કરવામા આવ્યું છે, કેટલાક દેશોમાં લોકડાઉન પાછું ખેંચવામા આવ્યું છે તો ક્યાંક હજુ પણ તેની અસર ચાલુ છે. ભારતમાં પણ છેલ્લા બે મહિનાથી લોકડાઉન છે અને બધા જ ધંધા-રોજગાર ઠપ છે.

image source

મહારાષ્ટ્ર આખા ભારતમાં કોરોનાની મહામારીથી સૌથી પ્રભાવિત રાજ્ય છે. અને તેમાં પણ મુંબઈ શહેરમાં કોરોના વાયરસથી સંક્રમીતોની સંખ્યામાં પણ ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે. અને અહીંની મુખ્ય મનોરંજન ઇન્ડસ્ટ્રી હાલ સાવજ ઠપ્પ છે. અને નાના-મોટા કલાકારોની આવક સદંતર બંધ થઈ ગઈ છે. કેટલાકને ભાડા ભરવાના ફાંફા પડી રહ્યા છે તો કેટલાક પોતાની ગાડીઓના હપ્તા પણ નથી ચૂકવી શકતા.

તાજેતરમાં એવા જ એક કલાકારની વાત સામે આવી છે જે કામ વગર એક એક પૈસાનો મોહતાજ થઈ ગયો છે. આ અભિનેતાએ સિરિયલ બેગુસરાયમાં શિવાંગી જોષીના પિતાનું પાત્ર ભજવ્યું છે. તેમણે તાજેતરમાં પોતાની પરિસ્થિતિનો ચિતાર આપતા પોતાના ફેસબુક અકાઉન્ટ પર એક ભાવનાત્મક વિડિયો શેર કર્યો છે. તેમણે આ વિડિયો શેર કરીને લોકોને આર્થિક મદદ માટે યાચના કરી છે. તેમણે આ વિડિયો દ્વારા લોકોને 300-400 રૂપિયા આપવાની અપીલ કરી છે જેથી કરીને તેઓ રૂપિયા ભેગા કરીને પોતાના વતન પંજાબ પાછા ફરી શકે અને ત્યાં પેટનો ખાડો પૂરવા માટે કંઈક કામ શોધી શકે.

ફેસ બુક પરનો વિડિયો તેમની સ્થિતિ દર્શાવે છે

તેઓ આ વિડિયો શેર કરીને પોતાની ફેસબુક પોસ્ટમાં લખે છેઃ મિત્રો, માત્ર એટલું જ કહેવા ઇચ્છું છું કે હું કોઈ પણ કીંમતે જીવનથી હારવા નથી માગતો. હવે મારી પાસે માત્ર આ એક જ વિકલ્પ બચ્યો છે. મહેરબાની કરીને મને મદદ કરો. બેંક ડીટેઈલ અને ફોન નંબર હું તમારી સાથે શેર કરી રહ્યો છું…. રાજેશ કરીર.. બેન્ક ઓફ બરોડા……’ આ સાથે તેમણે પોતાની બેંકનો અકાઉન્ટ નંબર અને અન્ય વિગતો શેર કરી છે.

વિડિયોમાં કંઈક આ રીતે લોકોને અપિલ કરી રહ્યા છે

image source

રાજેશ પોતાના ફેસબુક અકાઉન્ટ પર શેર કરેલી વિડિયોમાં જણાવે છે, ‘મિત્રો, હું એક આર્ટિસ્ટ છું. મારું નામ રાજેશ કરીર છે. મારા ઘણા બધા સાથીઓ મને ઓળખતા હશે. હવે સ્થિતિ એવી આવી ગઈ છે કે જો હું શરમ રાખીશ તો મારા માટે જીવવું મુશ્કેલ બની જશે. માટે જ હું લોકોને અપીલ કરી રહ્યો છું કે મને મદદની જરૂર છે. હાલ અમારી સ્થિતિ ખુબ જ નાજુક છે. હું મુંબઈમાં મારા પરિવાર સાથે છેલ્લા 15-16 વર્ષથી રહું છું. છેલ્લા ઘણા સમયથી મારી પાસે કામ નહોતું.

પણ બે-ત્રણ મહિનાથી સ્થિતિ ઓર વધારે ખરાબ બની ગઈ છે. હું તમને વિનંતી કરું છું કે તમે ભલે મને 400-500 રૂપિયા આપો પણ મને મદદ કરો. શૂટિંગ ક્યારે શરૂ થશે અને મને કામ ક્યારે મળશે તે કંઈજ કહી શકાય તેમ નથી. હાલ શું ચાલી રહ્યું છે કંઈ જ ખબર નથી પડતી. હું માત્ર જીવવા ઇચ્છું છું. મારી તમને હાથ જોડીને વિનંતી છે. મારે માત્ર પંજાબ પાછા જવું છે ત્યાં જઈને હું નાનુ-મોટું કામ કરી લઈશ. મહેરબાની કરીને મને મદદ કરો.’

image source

છેલ્લા 15-16 વર્ષથી મુંબઈમાં પરિવાર સાથે રહે છે

રાજેશ મુંબઈમાં છેલ્લા 15-16 વર્ષથી પોતાના પરિવાર સાથે રહે છે. તેમની આર્થિક સ્થિતિ પહેલેથી જ નબળી હતી ઉપરથી છેલ્લા બે મહિનાના લોકડાઉનના કારણે તેમની સ્થિતિ ઓર વધારે કથળી ગઈ છે.

રાજેશ છેલ્લા ઘણા સમયથી ફિલ્મો તેમજ સિરિયલોમાં નાના મોટા પાત્રો ભજવીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. તેમણે આમીરખાનની ફિલ્મ મંગલ પાંડેમાં પણ નાનકડી ભૂમિકા ભજવી હતી. આ સાથે તેઓ ક્યારેક ક્યારેક સીઆઈડી સિરિયલમાં પણ જોવા મળી જાય છે. તેમણે 2015-16માં પ્રસારિત થતી બેગુસરાય સિરિયલમાં પણ કામ કર્યું છે. આ સિરિયલમાં શિવાંગી જોષી ઉપરાંત શ્વેતા તિવારી તેમજ વિશાલ આદિત્ય સિંહે પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

image source

તમને જણાવી દઈએ કે આ પહેલાં કલાકાર આશિષ રોયે પણ ફેસબુક પર આર્થિક મદદ માગી હતી. આ કલાકાર સસુરાલ સિમરકામાં કામ કરી ચૂક્યો છે તેની પાસે સારવાર માટે આર્થિક સગવડ નહીં હોવાથી તેણે મદદ માગી હતી. તેને કિડનીની બીમારી છે. આ કલાકાર તો એટલી હદે નિરાશ થઈ ગયો હતો કે તેણે મૃત્યુની ઇચ્છા પણ કરી હતી.

હાલ સમય ખરેખર ખૂબ જ કપરો ચાલી રહ્યો છે. કંપનીઓ સેંકડો લોકોને નોકરીમાંથી કાઢી રહી છે. બીજી બાજુ ધંધારોજગાર પણ ગતિમાં આવતા સારો એવો સમય લાગી જશે. આ સ્થિતિમાં લોકોએ હિમ્મતથી આગળ વધવા સીવાય બીજો કોઈ જ ઉપાય નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત