સુપર સ્ટાર રાજેશ ખન્નાને આ એક્ટેર ચોડી દીધો હતો લાફો, અને પછી કહ્યું કંઇક એવું કે..જે જાણીને તમને પણ થશે આશ્વર્ય

આ એક્ટરે સુપરસ્ટાર રાજેશ ખન્નાને જડી દીધો હતો લાફો – કહ્યું સુપરસ્ટાર હશો તમારા ઘરમાં !

એક્ટર રાજેશ ખન્નાને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રથમ સુપરસ્ટાર કહેવામા આવે છે. રાજેશ ખન્નાએ એક એકથી ચડિયાતી ફિલ્મો આપી છે. તેમના ઉમદા અભિનય અને તેમની અનોખી અદાને આજે પણ લોકો યાદ કરે છે. એક સમયે તો રાજેશ ખન્નાનું સ્ટારડમ તેની ચરમસીમા પર હતું. પણ એકવાર એક એક્ટરે રાજેશ ખન્નાને લાફો જડી દીધો હતો. કદાચ તમે રાજેશ ખન્ના સાથે જોડાયેલી આ વાત નહીં જાણતા હોવ. તો ચાલો અમે તમને આ રસપ્રદ વાત વિષે જણાવીએ.

image source

આ તે સમયની વાત હતી જ્યારે રાજેશ ખન્ના સુપરસ્ટાર બની ગયા હતા. તેમની ફિલ્મોને તેમજ તેમના કામને લોકો ખૂબ પસંદ કરી રહ્યા હતા. તે સમયે એક્ટર મહમૂદ જે પોતે પણ એક મોટા સ્ટાર હતા અને એક્ટર અને ડીરેક્ટર એમ બન્ને રીતે કામ કરતા હતા. તેમણે પોતાની ફિલ્મ ‘જનતા હવલદાર’ કે જે 1979માં રિલિઝ થઈ હતી તેમાં રાજેશખન્નાને સાઇન કર્યા હતા. આ ફિલ્મમાં તેમની સાથે લીડ એક્ટ્રેસ તરીકે હેમા માલિની હતા.

image source

જનતા હવલદારનું શૂટિંગ મહમૂદ પોતાના ફાર્મ હાઉસમાં કરી રહ્યા હતા. ત્યાં એક દિવસ મહમુદના દીકરાની મુલાકાત રાજેશ ખન્ના સાથે થઈ અને તેઓ હૈલો કહીને ત્યાંથી નીકળી ગયા. આ વાતનું રાજેશ ખન્નાને ખોટું લાગ્યું. તેમને સારુ ન લાગ્યું કે મહમૂદનો દીકરો તેમને માત્ર હૈલો કહીને જતો રહ્યો.

image source

ત્યાર બાદ સેટ પર તેઓ લેટ- લેટ આવવા લાગ્યા. હવે તેમના સેટ પર મોડા આવવાનું કારણ આ જ હતુ કે બીજું કોઈ હતું તે સ્પષ્ટ નહોતું. પણ તેનાથી શૂટિંગમાં બધાને ખુબ મુશ્કેલીઓ પડવા લાગી હતી. મહમૂદ રોજ રાજેશ ખન્નાની કલાકો સુધી રાહ જોતા બેઠા રહેતા. તેઓ ડીરેક્ટર પણ હતા અને એક્ટર પણ હતા.

image source

તેવામાં એક દિવસ મહમુદે ગુસ્સામાં બધાની સામે રાજેશ ખન્નાને થપ્પડ લગાવી દીધી. મહમૂદે જણાવી દીધું, ‘તમે સુપર સ્ટાર હશો તો તમારા ઘરમાં, મેં ફિલ્મ માટે તમને પુરા પૈસા આપ્યા છે અને તમારે ફિલ્મ પુરી કરવી જ પડશે.’ ત્યાર બાદ ફિલ્મનું શૂટિંગ પહેલાની જેમ નિયમિત ચાલુ થઈ ગયું.

image source

મહમૂદની વાત કરીએ તો તેમણે પોતાની એક્ટિંગથી પોતાનું એક મોટું ફેન ફોલાઇંગ બનાવી લીધું હતું. તેમની કોમેડિ ટાઇમિંગ, તેમના એક લાઈનના પંચના તે સમયે લોકો દીવાના થઈ ગયા હતા. મહમૂદે ઘણી બધી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. મહમૂદ ભલે એક કોમેડિયન હતા પણ તેઓ કોઈ હીરોથી કમ નહોતા.

image source

મહમૂદનો જન્મ 29 સપ્ટેમ્બર 1932ના રોજ થયો હતો અને તેમનું મૃત્યુ 23 જુલાઈ 2004નારોજ થયું હતું. તેઓ એક અભિનેતા હતા, ગાયક હતા એક ડીરેક્ટર હતા અને એક ફિલ્મ પ્રોડ્યુસર પણ હતા. તેમની ફિલ્મી સફર 40વર્ષ કરતાં પણ લાંબી રહી છે. તેમણે 300 કરતાં પણ વધારે ફિલ્મોમાં કામ કર્યું છે. તેમને અત્યાર સુધીમાં ફિલ્મ ફેર અવોર્ડમાં 25 નોમીનેશન મળી ચુક્યા છે. જેમાંના 19 નેમીનેશન બેસ્ટ પર્ફોમન્સ ઇન અ કોમીક રોલના રહ્યા છે, જ્યારે પ્રથમવાર 1954માં ફિલ્મ ફેર અવોર્ડની શરૂઆત થઈ હતી પણ છેક 1967માં ફિલ્મ ફેર અવોર્ડમાં બેસ્ટ કોમેડિયન કેટેગરી દાખલ કરવામા આવી. આ ઉપરાંત મહમૂદને બેસ્ટ સપોર્ટીંગ એક્ટરના છ નોમીનેશન પણ મળી ચુક્યા છે.

image source

તેમણે એક બાળ કલાકાર તરીકે ફિલ્મ કિસ્મતમાં કામ કર્યું હતું. ત્યાર બાદ તેમણે અભિનય છોડીને વિવિધ કામો કરીને રૂપિયા કમાવ્યા હતા. જેમ કે તેમણે પોલ્ટ્રીનો ધંધો શરૂ કર્યો હતો તો વળી તેઓ ડીરેક્ટર પી.એલ.સંતોશીના ડ્રાઈવર પણ રહી ચુક્યા ક્યા હતા. આ પી.એલ. સંતોષી એટલે બોલીવૂડ ઇન્ડસ્ટ્રીના જાણીતા પ્રોડ્યુસર રાજકુમાર સંતોષીના પિતા.

image source

એવા પણ અહેવાલ છે કે મહમૂદ અભિનેત્રી મીના કુમારીને ટેબલ ટેનીસ પણ શીખવતા હતા. મીના કુમારી જેવી ખ્યાતનામ અભિનેત્રીની નાની બહેન મધુને પરણ્યા બાદ અને એક પુત્રના પિતા બન્યા બાદ તેમણે સારું જીવન જીવવા માટે એક્ટિંગની કેરિયર પસંદ કરી અને 1956માં આવેલી ફિલ્મ સીઆઈડીમાં તેમણે એક હત્યારાનો નાનકડો રોલ કર્યો. તેમણે આવા નાના-નાના પાત્રોથી પોતાની કેરિયર શરૂ કરી હતી. પણ તેમને ખરી ઓળખ તેમની કોમેડીના કારણે મળી અને ધીમે ધીમે તેઓ બોલીવૂડના ખ્યાતનામ કોમેડી એક્ટર બની ગયા.

Source: Aajtak

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત