“ડીમ્પલ” હતું રાજેશ ખન્નાના બંગલાનુ નામ, પણ આ એક કારણે ‘કાકા’ એ રાતોરાત બદલી નાખ્યું હતુ નામ અને પછી…

મિત્રો, ફિલ્મજગત એ એવુ અનેરુ જગત છે કે, અહી ક્યારે શું થઇ જાય તેના વિશે કોઈ જ કહી નથી શકતુ. આ જગતમા પોતાનુ નામ બનાવવા માટે અનેકવિધ લોકો પ્રવેશે છે પરંતુ, અમુક જ લોકો પોતાના ભાગ્યના બળ પર અહી પોતાનુ નામ બનાવવામા સફળ થઇ જાય છે.

image source

જ્યારે કોઈપણ કલાકાર એકવાર ફિલ્મજગતમા ખ્યાતી મેળવી લે છે એટલે કે ફિલ્મજગતમા તેમનુ નામ બની જાય છે એટલે તેમની પાછળ ચાહકોની લાઈન બની જાય છે.

આ ચાહકો તેમના પસંદીદા કલાકારોની નાનીથી નાની વસ્તુ પણ જાણવા ખુબ જ ઉત્સુક હોય છે ત્યારે આજે આ લેખમા અમે તમને ફિલ્મજગતના એક ખુબ જ દિગ્ગજ કલાકાર રાજેશ ખન્નાના અંગત જીવનના એક કિસ્સા વિશે જણાવવા જઈ રહ્યા છીએ તો ચાલો જાણીએ.

image source

મુંબઈના બાંદ્રાના કાર્ટર રોડ પર બોલિવૂડ સુપરસ્ટાર રાજેશ ખન્નાનો બંગલો ‘આશીર્વાદ’ તેમની દુનિયાથી વિદાય લીધા પછી વેચાઈ ગયો હતો પરંતુ, એક સમયે આ બંગલો તેમના માટે ઈશ્વારનો એક આશીર્વાદ હતો.

કાકાના મૃત્યુ પછી ડિમ્પલ કાપડિયાએ ‘આશીર્વાદ’ને વહેંચી નાખ્યો હતો. રાજેશ ખન્નાએ ક્યારેય પણ આ બંગલાના નામ વિશે વિચાર્યુ નહતુ. ચાલો, આજે અમે તમને રાજેશ ખન્નાના બંગલા વિશે અમુક ના સાંભળેલી વાતો વિશે જણાવીએ.

image source

રાજેશ ખન્ના એ આ બંગલામાં પ્રવેશ કર્યો કે, તરત જ તેમનુ નસીબ એકાએક બદલાઈ ગયુ. આ બંગલામા આવ્યા બાદ જ રાજેશ ખન્ના સુપરસ્ટારનો તાજ મળ્યો હતો. રાજેશ ખન્ના એ જ્યારે આ બંગલામા પ્રવેશ કર્યો હતો ત્યારે તેમની લગભગ ૧૫ જેટલી ફિલ્મો એક પછી એક સુપરહિટ સાબિત થઈ હતી અને આ ફિલ્મોના સુપરહીટ થવા પાછળનુ કારણ તે તેમના બંગલાને સમજતા હતા. તે તેમના આ બંગલાને પોતાના માટે ખુબ જ લકી સમજતા હતા.

રાજેશ ખન્નાએ આ કારણોસર પોતાના બંગલાનુ નામ આશીર્વાદ રાખ્યુ હતુ. જો તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે, આ બંગલો એક સમયે ફિલ્મ કલાકાર રાજેન્દ્ર કુમારનો હતો. રાજેન્દ્ર કુમાર પાસેથી રાજેશે વર્ષ ૧૯૭૦ મા આ બંગલો ૩.૫ લાખ રૂપિયામા ખરીદ્યો હતો.

image source

રાજેન્દ્ર કુમારના બંગલાનું નામ ‘ડિમ્પલ’ હતુ. તેણે તેની પુત્રીના નામે આ બંગલાનુ નામ રાખ્યુ હતું. જોકે રાજેન્દ્રકુમાર આ બંગલામાં આવ્યા ન હતા. આ ઘરમા આવતાની સાથે જ રાજેન્દ્રની ફિલ્મો ફ્લોપ થવા લાગી.

જોકે, રાજેશ ખન્નાના મૃત્યુ બાદ આશીર્વાદ લગભગ ૯૦ કરોડમા વહેંચાયો હતો. આ વાત સાંભળીને ખરેખર વિચિત્ર લાગે છે કે, જ્યા એક તરફ કાકા માટે આ બંગલો ભાગ્યશાળી સાબિત થયો તો બીજી તરફ રાજેન્દ્ર કુમાર માટે આ બંગલો દુર્ભાગ્યશાળી સાબિત થયો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!