રાજસ્થાન પર્વત પર બિરાજમાન સુંધા માતાનો અનેરો ઇતિહાસ, જ્યાં માત્ર દર્શનથી જ દરેક મનોકામના પૂર્ણ થાય છે,

સુંધામાતાનાં દર્શન માટે શ્રદ્ધાળુ ને રાણીવાડા, ભીનમાલ, માલવાડા અને મારવાડ જંકશનથી બસ ટેકસી મળી રહે છે. રાજસ્થાનના જાલોર જિલ્લા ના ભીનમાલ તાલુકામાં સૌગન્ધિક – સુંધા પર્વત આવેલો છે. આ સુંધા પર્વતને રાજસ્થાની લોકો ‘સુંધારો ભાખર’ કહે છે. આ સુંધારા ભાખર પર દેવી ચામુંડા બિરાજમાન છે.

રાજસ્થાનના જાલોર જિલ્લા ના ભીનમાલ તાલુકાના જસવંતપુરાથી બાર કિમી ના અંતરે દાંતલાવાસ ગામની નજીક સુંધા માતા નું મંદિર આવેલ છે. સુંધા પર્વતના શિખર પર સ્થિત ચામુંડા માતાને પર્વત શિખરના નામથી ‘સુંધા માતા’ કહેવામાં આવે છે. ઐતિહાસિક તથ્યો અનુસાર,જાલોરના શાસક ઉદયસિંહના પુત્ર જાલોર નરેશ ચાચીગદેવે આ ચામુંડા માના મંદિરમાં એક મંડપનું નિર્માણ કરાવ્યુ હતું.

આ મંદિર સફેદ રંગના આરસ પથ્થરમાંથી બનાવવામાં આવેલ છે, સુંધા માતા મંદિર ની કોતરણી દેલવાડા ના જૈન દેરાસર જેવી છે. તે બાર સ્તંભો પર ટકેલું છે. મંદિરના પ્રાંગણમાં શ્રદ્ધાળુ ભકતે માતાજી ને વિશાળ ત્રિશૂળ અર્પણ કર્યું છે. સુંધા પર્વત પર સતી માતાનું મસ્તક પડયું હતું, તેથી તેમને અધટેશ્વરી તરીકે પણ ઓળખવામાં આવે છે.

સુંધા માતાનું મંદિર આશરે નવસો વર્ષ જેટલું જૂનું છે, પ્રાચીન સમયમાં મા ચામુંડા ને દારૂ અર્પણ કરાતો હતો, પરંતુ માલવાડા ના ઠાકુર દુર્જનસિંહે 1976 થી દારૂ બંધ કરાવ્યો અને સાત્ત્વિક સ્વરૂપ ની પૂજાવિધિ શરૂ થઈ. સુંધા શિલાલેખ અનુસાર,રાજા ચાચીગદેવ ગુજરાતના રાજા વિરમને મારવા, દુશ્મન શલ્યને અપમાનિત કરવા અને સંગ અને પાટુકને હરાવવાના હતા.

તેમાંથી વિરમ ગુજરાતના પ્રતાપી રાજા હતા. મંદિરે જવા માટે પગથિયાં દ્વારા ભક્તો ચામુંડા માતાના દર્શને જાય છે. જો કોઈને ચાલીને ન જવું હોય અને ઉડન ખટોલામાં બેસીને જવું હોય તો તેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

મા ચામુંડા-સુંધામાતા ધડ રહિત દેવી છે. તેથી અહીં અઘટેશ્વરી કહેવાય છે. અહીં માતાજી નું મસ્તક પૂજાય છે. માતાજી ની પાસે તલવાર મૂકેલી છે. બાજુમાં વર્ષોથી અખંડ જયોત ઝગમગે છે. સામે જ ભૂરેશ્વર મહાદેવ છે. બાજુમાં ભોયરું છે. આ ભોંયરા દ્વારા આબુ નો રાજ-પરિવાર મા ચામુંડાનાં દર્શન કરવા આવતો હતો. માતાજી ની સન્મુખ ચાંદી થી મઢેલો સિંહ છે.

મંદિરના પ્રાંગણમાં માતાજી ને વિશાળ ત્રિશૂળ શ્રદ્ધાળુ ભકતે અર્પણ કર્યું છે. તેના પર સૂર્ય, શિવ, જગદંબા અને ગણેશ ની મૂર્તિઓ ઉપસાવેલી છે. મંદિર થી નીચે ઊતરતા સામે જ મહાકાલી માતાજી નું મંદિર છે. અહીં ભેરુજી નું સ્થાન, ગોગાજી નું મંદિર અને વિષ્ણુ-ગણેશ-હનુમાન નાં મંદિરો છે. રાજસ્થાન ની વૈશ્નોદેવી ગણાતી મા ચામુંડા તારી લીલા અપરંપાર છે.