રાજ્યમાં કોરોનાનો કહેર ઓછો થતા મચ્છરજન્ય રોગોથી લોકો થયા ત્રાહિમામ, રાજકોટમાં ડેન્ગ્યુથી 2ના મોત

ગુજરાતમાં કોરોનાના કેસ ઘટતા લોકોને ઘણી રાહત મળી છે પરંતુ ચોમાસાની સિઝનમાં મચ્છરજન્ય રોગોએ માથુ ઉચકતા હોસ્પિટલોના બેડ ભરાવા લાગ્યા છે, લોકો તાવ અને ડેંન્યું જેવા રોગોથી પીડાય રહ્યા છે. વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે જેના કારણે રાજ્યમાં મચ્છરજન્ય રોગાચાળાએ માથું ઉચક્યું છે.

image soucre

રાજ્યમાં અમદાવાદ અને રાજકોટમાં મોટી સંખ્યામાં મચ્છરજન્ય રોગથી લોકો પીડાય રહ્યા છે. રાજકોટ શહેરમાં ડેન્ગ્યુને કારણે બે વ્યક્તિઓના મોત પણ થયા છે. પહેલા રાજ્યમાં કોરોનાનો ભય વચ્ચે જીવી રહ્યા હતા. પરંતુ હવે લોકો ડેન્ગ્યુંના ભયને કરાણે ડરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, જે બે દર્દીઓના મોત થયા છે તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. પરંતુ તેમની તબિયત વધારે લથડતા તેમનું મોત સારવાર દરમિયાન નિપજ્યું. આ બનાવ બાદ તંત્ર પણ દોડતું થઈ ગયું છે. અને જરૂરી કાર્યવાહી કરવા કામે લાગ્યું છે.

image socure

તો બીજી તરફ સ્માર્ટ સીટી અમદાવાદમાં પણ મચ્છરજન્ય રોગચાળાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. જો કે અમદાવાદમાં માત્ર મચ્છરજન્ય જ નહી પરંતુ પાણી જન્ય રોગચાળો પણ ફેલાયો મોટી સંખ્યામાં ફેલાયો છે. આ અંગે પાલિકાના આરોગ્ય અધિકારી દ્વારા પણ માહિતી આપવામાં આવી છે.
આ અંગે અમદાવાદ મનપાના આરોગ્ય અધિકારી ભાવિન સોલંકીએ કહ્યું કે ચાલુ માસે 25 સપ્ટેમ્બર સુધી ડેન્ગ્યુના 693 અને ચિકનગુનિયાના 287 કેસ નોંધાયા છે. આ ઉપરાંત સાદા મલેરિયાના 199 અને ઝેરી મલેરિયાના 16 કેસ નોંધાયા છે. તો બીજી તરફ ઝાડા ઉલટીના 336, ટાઇફોઇડના 291 અને કમળના 196 કેસ નોંધાયા છે. જેને લઈને આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે.

image socure

નોંધનિય છે કે, શહેરના ગોતા, પાલડી, થલતેજ, ગોમતીપુર અને રખિયાલમાં રોગચાળો વધુ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત મનપાના અધિકારીએ કહ્યું કે, કોમર્શિયલ અને કન્ટ્રક્શન સાઇટ પર વધુ મચ્છરો જોવા મળે છે. કારણે કે આ વિસ્તારમાં ઘણી જગ્યાએ પાણી જમા થતું હોય છે. આગામી સમયમાં મચ્છરના બ્રિડિંગ વધવાની શકયતા જોવા મળી રહી છે. જેથી શહેરીજનોએ અપીલ કરવમાં આવી છે કે, પાણીનો ભરાવો થતો અટકાવે અને નિયમિત સાફ સફાઈ કરે.

image soucre

શહેરમાં રોગચાળાને અટકાવવા માટે આરોગ્ય ખાતા દ્વારા ફોગિંગ, દવાનો છંટકાવ ઉપરાંત વિવિધ એકમોનું ચેકિંગ વગેરે જેવી એક્ટિવિટી હાથ ધરવામાં આવી છે. તંત્રનું કહેવું છે કે, અઢી લાખ કરતાં વધુ મકાનોમાં ફોગિંગ કરવામાં આવ્યું હોવા છતાં રોગચાળો અટકવાનું નામ નથી લઈ રહ્યો. હવે તંત્ર રોગચાળો નાથવામાં ક્યારે સફળ થાય છે? તે જોવું રહ્યું.

image soucre

આ અંગે મળતી માહિતા પ્રમામે રોગચાળો અટકાવવા આરોગ્ય ખાતા દ્વારા ફોગીંગ-દવાનો છંટકાવ –વિવિધ એકમોનુ ચેકીંગ વગેરે જેવી એક્ટીવીટી હાથ ધરવામા આવી છે. આ અંગે તંત્રનુ માનીએ તો અઢી લાખ કરતા વધુ મકાનોમા ફોગીંગ કરવામા આવ્યુ છે પરંતુ શહેરમાં રોગચાળો અટકવાનુ નામ નથી લઈ રહ્યો.