રણબીર કપૂરે રાજીવ કપૂરને આપી કાંધ, અભિનેતા નીકળ્યા અંતિમ સફરે, આટલા સેલેબ્સે દુ:ખની ઘડીમાં આપી હાજરી

અભિનેતા રાજ કપૂરના પુત્ર રાજીવ કપૂરનું મંગળવારે 9 ફેબ્રુઆરીએ નિધન થયું છે. તે 58 વર્ષના હતા. અહેવાલો અનુસાર, અભિનેતાને કાર્ડિયાક એટેક આવ્યો હતો. અહેવાલમાં જણાવાયું છે કે રાજીવને તાત્કાલિક તેના ભાઇ રણધીર કપૂર દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

image source

ગયા વર્ષે અભિનેતા ઋષિ કપૂરના નિધન બાદ મંગળવારે કપૂર પરિવાર માટે વધુ એક મોટો ઝટકો લાગ્યો હતો. ઉલ્લેખનીય છે કે રાજીવ કપૂરના અંતિમ સંસ્કાર ચેમ્બુરના હિંદુ સ્મશાન ભૂમિમાં કરવામાં આવ્યા. રાજીવ કપૂરની અર્થીને રણબીર કપૂર, આદર-અરમાને કાંધ આપી હતી જેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.

image source

વાયરલ તસવીરોમાં જોઈ શકાય છે કે રણધીર કપૂરે દોણી પકડી હતી. ત્યારબાદ શબવાહિનીમાં રાજીવ કપૂરનો પાર્થિવ દેહ મૂકવામાં આવ્યો હતો. શબવાહિનીમાં રણધિર કપૂર તથા રણબીર કપૂર બેઠાં હતાં. ઉલ્લેખનીય છે કે ભાઈના નિધનના સમાચાર સાંભળીને રણધીર કપૂર એકદમ ભાંગી પડ્યા હતા.

image source

જોઈ શકાય છે કે હોસ્પિટલની બહાર લાકડીને ટેકે ચાલતા રણધીર કપૂરને માણસોએ ટેકો આપ્યો હતો. આ સાથે જ વાત કરીએ તો આલિયા ભટ્ટ શૂટિંગમાંથી બ્રેક લઈને માલદીવ વેકેશન મનાવવા ગઈ હતી.

આજે આલિયા ભટ્ટ માલદીવ્સથી પરત ફરી હતી. ત્યારે તે તરત જ આલિયાએ રાજીવ કપૂરના ઘરે જઈને કપૂર પરિવારને સાંત્વના પાઠવી હતી.

image source

સાથે જ જો વાત કરીએ તો કપૂર પરિવારની આ દુખની ઘડીમાં શાહરુખ ખાન પણ અંતિમ દર્શનાર્થે આવ્યો હતો. એ સિવાય પ્રેગ્નન્ટ કરીના કપૂર પોતાની માતા બબીતા તથા બહેન કરિશ્મા કપૂર સાથે કાકા રાજીવ કપૂરના ઘરની બહાર જોવા મળ્યાં હતાં. ફોટો સામે આવ્યા હતા અને એમાં જોઈ શકાતું હતું કે કરીનાના ચહેરા પર કાકાના અવસાનનું દુઃખ સ્પષ્ટ દેખાતું હતું.

image source

એ જ રીતે કોણ કોણ આવ્યું હતું એના વિશે વાત કરીએ તો અરમાન-આદર જૈન (કરીનાની ફોઈ રીમા જૈનના સંતાનો), નીતુ સિંહ, મહિપ કપૂર, સંજય કપૂર, ચંકી પાંડે, અનિલ અંબાણી સહિતના સેલેબ્સ જેવા સેલેબ્સ રાજીવ કપૂરના અંતિમ દર્શન માટે આવ્યા છે.

image source

ઉલ્લેખનીય છે કે સવાર સુધી બરાબર દેખાતા રાજીવ કપૂરે નાસ્તા પછી થોડી અસહજતા જેવું લાગ્યું. જ્યારે તે કંઈક સમજી શકે અથવા કોઈને કંઈક કહી શકે એ પહેલાં જ તેને હાર્ટ એટેક આવ્યો હતો. રણધીર કપૂરે આ માહિતીને ભારે આંચકા સમાન ગણાવી છે.

image source

તેણે કહ્યું, ‘મેં મારો સૌથી નાનો ભાઈ રાજીવ ગુમાવ્યો છે. ડોક્ટરોએ ખૂબ પ્રયત્ન કર્યો પણ તેઓ તેમને બચાવી શક્યા નહીં. આ સાથે જ વાત કરીએ તો રાજીવ કપૂર મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં રહેતા હતા.

રાજીવ કપૂરનો પાર્થિવ દેહ તેમના ઘરે લાવવામાં આવ્યો હતો. અહીંથી અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી.

image source

રાજીવ કપૂરનો જન્મ 25 ઓગસ્ટ, 1962માં મુંબઈમાં થયો હતો. રાજીવ, રાજ કપૂરના સૌથી નાના પુત્ર છે. રણધીર-રીશી કપૂરના મોટા ભાઇ છે. બોલિવૂડની સૌથી સક્સેસફુલ ફેમિલીમાંથી હોવા છતાં રાજીવ ફિલ્મ્સમાં વધુ સફળ થયા નહોતા.

image source

રાજીવે લગભગ 14 જેટલી ફિલ્મ્સમાં એક્ટર તરીકે કામ કર્યું હતું, જેમાંથી એકાદ-બે જ ફિલ્મ સફળ રહી હતી. તેમની હિટ ફિલ્મ્સમાં 1985માં રિલીઝ થયેલી ‘રામ તેરી ગંગા મેલી’ હતી

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત