Site icon News Gujarat

મંદિરા બેદીએ પરિવારની મરજી વિરુદ્ધ રાજ કૌશલ સાથે વેલેન્ટાઈનના દિવસે કર્યા હતા લગ્ન

મંદિરા બેદી અને રાજ કૌશલ પ્રથમ વખત મુકુલ આનંદના ઘરે મળ્યા હતા. મંદિરા ત્યાં ઓડિશન આપવા પહોંચી હતી અને રાજ મુકુલ આનંદના સહાયક તરીકે કામ કરતો હતો. અહીંથી જ બંનેના પ્રેમની શરૂઆત થઈ. ખરેખર મંદિરાના માતાપિતા ઇચ્છતા હતા કે તેણી કોઈ ફિલ્મ નિર્દેશક સાથે લગ્ન કરે. પરંતુ બંનેના પ્રેમની સામે કોઈની વાત ન ચાલી.

વેલેન્ટાઈન્સ ડે પર લગ્ન કર્યા

મંદિરા બેદી અને રાજ કૌશલના લગ્ન ફેબ્રુઆરી 1999માં વેલેન્ટાઈન્સ ડે પર લગ્ન કર્યા હતા

. 14 ફેબ્રુઆરી, 1999ના રોજ તેણે ફિલ્મમેકર રાજ કૌશલ સાથે લગ્નના બંધને બંધાઈ હતી. તેના દીકરાનો જન્મ 19 જૂન, 2011ના રોજ થયો હતો. નોંધનિય છે કે, કરિયર માટે મંદિરા બેદી લગ્નના 11 વર્ષ પછી માતા બની હતી. તેણે દીકરાનું નામ વીર રાખ્યું છે. એ પછી મંદિરાએ જુલાઈ 2020માં એક દીકરી દત્તક લીધી અને તેનું નામ તારા બેદી કૌશલ રાખ્યું છે.

રવિવારે પાર્ટી હતી


અહેવાલો અનુસાર રાજની મોતનું કારણ હાર્ટ એટેક હોવાનું કહેવાઈ રહ્યું છે. મહત્ત્વની વાત એ છે કે, રાજે રવિવારે જ તેના મિત્રો સાથે પાર્ટી કરી હોવાનું સામે આવ્યું છે. તેણે આ પાર્ટીની તસવીરો સોશિયલ મીડિયા પર પણ શેર કરી છે.

ફિલ્મ નિર્માતા ઓનીરે શોક વ્યક્ત કરો

ફિલ્મ દિગ્દર્શક ઓનીરે રાજના મોતની પુષ્ટિ કરી છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું- બહુ જલ્દી ચાલ્યા ગયા. આજે આપણે સવારે ફિલ્મ નિર્માતા અને નિર્માતા રાજ કૌશલ ગુમાવ્યા છે. ખૂબ જ દુઃખ તે મારી પહેલી ફિલ્મ માય બ્રધર નિખિલના નિર્માતાઓમાંનો એક હતો. તે તે લોકોમાંના એક હતા જેમણે અમારા વિઝન પર વિશ્વાસ કર્યો અને અમને ટેકો આપ્યો. ભગવાન તેમના આત્માને શાંતિ આપે.

રાજ કૌશલ કોણ હતા?

રાજ કૌશલ વ્યવસાયે ડિરેક્ટર અને નિર્માતા હતા. અભિનેતા તરીકે રાજે કારકિર્દીની શરૂઆત કરી હતી. બાદમાં તેણે ડાયરેક્શનમાં પગલું ભર્યું. રાજ કૌશલ એંથોની કૌન હૈ, શાદી કા લડ્ડુ, પ્યાર મેં કભી કભી જેવી ફિલ્મ્સ ડાયરેક્ટ કરી હતી. બીજી બાજુ, માય બ્રધર … નિખિલ, શાદી કા લડ્ડુ અને પ્યાર મેં કભી કભી પણ રાજ દ્વારા જ બનાવવામાં આવી હતી.

રોહિત રોયે શોક વ્યક્ત કર્યો

રાજના નિધન પર શોક વ્યક્ત કરતાં રોહિત બોઝ રોયે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી અને લખ્યું કે, રાજ, મારો મિત્ર, મારો ભાઈ. તમે જ્યાં પણ રહો ત્યાં ખુશીઓ ફેલાવતા રહો. સારા ઘરો માટે તમારી રુચી જાણ્યા પછી મને ખાતરી છે કે તમે હાલમાં સ્વર્ગમાં એક સારા સ્થાનની શોધમાં હશો. અમે બધા તમને ખુબ પ્રેમ કરતા હતા અને તમે જાણો છો કે કમનસીબે મળવાનું અમે કહેતા રહ્યા કે આવતા અઠવાડિયે આવતા અઠવાડિયે મળીશું અને તે સપ્તાહ ક્યારેય આવ્યો નહીં. પેલે પાર મળીશું મારા ભાઈ. રોહિતે રાજ સાથેની તેની ફોટો પણ શેર કરી છે.

જાણીતા સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ પણ રાજ કૌશલની મોતના સમાચારની પુષ્ટિ કરી છે. રાજ કૌશલના પરિવારની તસવીર શેર કરતાં તેમણે લખ્યું, ‘અમે એક દમ આઘાતમાં છીએ કે મંદિરા બેદીના પતિ અને એડ ફિલ્મ નિર્માતા રાજ કૌશલ હાર્ટ એટેકને કારણે આજે સવારે નિધન પામ્યા છે.

નોંધનિય છે કે, મંદિરા બેદીના પતિ રાજ કૌશલનું બુધવારે સવારે 49 વર્ષની વયે હાર્ટ એટેકને કારણે નિધન થયું. મંદિરા બેદી અને તેના પ્રશંસકો માટે આ સમાચાર મોટા આંચકાથી ઓછા નથી. મંદિરા અને રાજને બે બાળકો છે. સોશિયલ મીડિયા પર સેલેબ્સ અને ચાહકો રાજની મોત પર શોક વ્યક્ત કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version