રાજકોટમાં ખાખીએ બતાવ્યો પોતાનો રોફ, શાકભાજી વેચી ગુજરાન ચલાવતા લોકો પર પોલીસની દાદાગીરી, રોડ પર શાકભાજી વેરવિખેર કરી નાખી

કોરોના કાળમાં સૌથી વધુ જો કોઈ વર્ગને સમસ્યા થઈ હોય તો તે છે ફેરી કરનાર અને પાથરણાવાળા. રોજનું કરી રોજ કમાતા આ લોકોમાં સૌથી વધુ મુશ્કેલ સમય હાલ શાકભાજી વેંચતાં પાથરણાવાળાનો છે. છેલ્લા ઘણા સમયથી શાકભાજીના ભાવ વધતાં તેમના માટે ફરી એકવાર મુશ્કેલ સમય શરુ થયો છે. તેઓ મોંઘાભાવે શાક લેવું પડે છે અને સામે ભાવ વધારે હોવાથી લોકો પણ જરૂર પ્રમાણે ખરીદી કરે છે. તેવામાં રાજકોટમાં પાથરણાવાળા પર પોલીસની દાદાગીરીનો વીડિયો સામે આવ્યો છે.

image source

રાજકોટ શહેરમાં જ્યુબેલી શાક માર્કેટ વિસ્તારમાં આ ઘટના બની હતી. અહીં સવારના સમયે એક પાથરણાવાળા પર પોલીસ કર્મીએ રીતસર દાદાગીરી કરી અને તેના શાકને રસ્તા પર વેરી દીધું હતું. આ ઘટના કેમેરામાં કેદ થઈ હતી અને ત્યારબાદ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

image source

અત્રે ઉલ્લેખનીય છે કે આ શાક માર્કેટમાં રેકડીઓ ઉપરાંત કેટલાક લોકો પાથરણું પાથરથી શાક વેંચતા હોય છે જેથી તેઓ પોતાના પરીવારનું પેટ ભરવા જેટલા રુપિયા કમાઈ શકે. આ લોકોની હાલત એવી હોય છે કે તેઓ સવાર સાંજ શાક વેંચી અને કમાણી કરતાં હોય છે. તેવામાં આજે સવારે પાથરણું પાથરી અને શાકભાજી વેંચતા એક વ્યક્તિ પર પોલીસ કર્મીઓએ પહેલા તો દાદાગીરી કરી અને પછી ગુસ્સે થઈ અને પગથી શાકભાજીને રસ્તા પર ફેંકી દીધા હતા.

image source

વીડિયોમાં જે કર્મચારી જોવા મળે છે તે રાજકોટના વિજીલન્સ વિભાગના છે અને તેઓ અહીં લાકડી લઈ શાકમાર્કેટમાં પહોંચી ગયા હતા અને રસ્તા પર પાથરણા પાથરી શાક વેંચતા લોકો પર રોફ જમાવી રહ્યા હતા. તેના હાથમાં કોઈ આવ્યું ન હોય તેમ તેણે પોતાનો બધો જ ગુસ્સો શાકભાજી પર ઉતાર્યો. એક તો હાલ શાકભાજી મોંઘા થયા છે તેમાં કર્મચારીએ આ રીતે ગરીબ શાકવાળાનું નુકસાન કરી દીધું હતું. આ ઘટનાથી શાક વેંચનાર ફેરિયાવાળામાં પણ રોષની લાગણી પ્રવર્તી છે.

image source

ઉલ્લેખનીય છે કે આ પહેલા લોકડાઉન સમયે અમદાવાદ શહેરમાં પણ એક પોલીસકર્મીએ દાદાગીરી બતાવી અને શાકની રેંકડી પર રોષ ઉતારી શાકભાજી રસ્તા પર વેરી દીધા હતા. આ ઘટનાના પણ ઘેરા પડઘા પડ્યા હતા. આ મામલે તેના વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત