હવે ગુજરાતીઓને સારવાર માટે મુંબઈ-દિલ્હી સુધી લાંબુ નહીં થવું પડે, ઘર આંગણે આવી જશે એઇમ્સ હોસ્પિટલ, જોઇ લો તસવીરોમાં

એઇમ્સ હોસ્પિટલ આખા ભારતમાં ઘણા સમયથી જ વખણાઈ રહી છે. એમાં પણ જ્યારે કોઈ મોટી સેલેબ્રિટી કે પછી કોઈ નેતા બિમાર પડે તો પહેલું જ નામ એઇમ્સ હોસ્પિટલનું લેવામાં આવે છે. ત્યારે હવે ગુજરાતમાં પણ એઇમ્સ હોસ્પિટલ આવી રહી છે અને ગુજરાતનું નામ ધીરે ધીરે પ્રગતિના પંથે છે. જો વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં પ્રથમ રાજકોટને એઇમ્સ હોસ્પિટલની ફાળવણી કરવામાં આવી છે. ત્યારે એઇમ્સ મેડિકલ કોલેજમાં વર્ષ 2020-21 માટે એડમિશન પ્રક્રિયા પૂર્ણ કરી આવતીકાલથી મેડિકલ કોલેજની 50 વિદ્યાર્થીઓની પ્રથમ બેચ શરૂ કરવામાં આવનાર છે. જ્યારે આ એઈમ્સ તૈયાર થઈ જાય તે પછી સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતના લોકો માટે આરોગ્યની આધુનિક સુવિધા ઘર આંગણે મળી રહેશે. જેથી મુંબઈ કે દિલ્હી સુધી આરોગ્ય સારવાર માટે લાંબુ નહીં થવું પડે.

image source

વિગતે વાત કરવામાં આવે તો આવતીકાલથી શરૂ થતી પ્રથમ બેચમાં કેન્દ્રિય આરોગ્ય મંત્રી અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં વર્ચ્યુલ શરૂઆત કરવામાં આવનાર છે. ખર્ચ વિશે વાત કરવામાં આવે તો આ એઇમ્સ હોસ્પિટલનો ખર્ચ 1195 કરોડનો કહેવામાં આવી રહ્યા છે. જો કે મોટી વાત એ છે કે આજે પહેલી વખત એઇમ્સ હોસ્પિટલનું માળખું બતાવવામાં આવ્યું છે. જેમાં આધુનિક સુવિધાથી સજ્જ બિલ્ડીંગ બનશે. તેમજ બે વર્ષમાં નિર્માણ પામશે અને 2021 સુધીમાં OPD શરૂ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે તેવું રાજકોટ એઇમ્સ હોસ્પિટલના ડે.ડાયરેક્ટર શ્રમદીપ સિંહાએ જણાવ્યું છે.

image source

જો રાજકોટ એઇમ્સ હોસ્પિટલના ડે.ડાયરેક્ટર શ્રમદીપ સિંહાએ આપેલી માહિતી અનુસાર વાત કરીએ તો તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ એઇમ્સ હોસ્પિટલમાં વિદ્યાર્થીઓને રહેવા આધુનિક હોસ્ટેલ ઉભી કરવામાં આવશે. તેમજ અદ્યતન ક્લાસરૂમ પણ બનાવવામાં આવશે. એઇમ્સ હોસ્પિટલનું કાયમી કેમ્પસ બને તે પહેલા અમે કામચલાઉ મેડિકલ કેમ્પસ શરૂ કરીએ છીએ. જેની પાછળનો મુખ્ય હેતુ એ છે કે, વિદ્યાર્થીઓને મેડિકલ શિક્ષણ માટે તૈયાર કરી શકીએ. એઇમ્સ જોધપુર એઇમ્સ રાજકોટનું મેન્ટર છે. ખંઢેરી ગામની નજીક રાજકોટ એઇમ્સ હોસ્પિટલ 201 એકર જમીનમાં બનવાની છે અને બાઉન્ડ્રીનું કામ 70 ટકા પૂર્ણ થઈ ગયું છે. આનો માસ્ટર પ્લાન પણ મંજૂર થઈ ગયો છે.

image source

આગળ વાત કરીએ તો રાજકોટ મનપા દ્વારા બિલ્ડીંગના કામો મંજૂર કરવામાં આવ્યાં છે. આથી કન્સ્ટ્રક્શનું કામ શરૂ કરી દીધું છે. તેમજ કહેવામાં આવી રહ્યું છે કે જુન 2022માં કન્સ્ટ્રક્શન કામ પૂર્ણ થઈ જશે. આ સાથે જ 185 કરોડના ખર્ચે એઇમ્સમાં મેડિકલ આર્ટ એક્યુપમેન્ટ એઇમ્સમાં લગાવવામાં આવશે. અને એમાં પણ જો હાલમાં જે નક્કી થયું એ રીતે બધુ નિયમ પ્રમાણે ચાલશે તો બે વર્ષમાં એઇમ્સ હોસ્પિટલ બની જશે. પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય અને સુરક્ષા યોજના અંતર્ગત રાજકોટ-જામનગર હાઇવે પર ખંઢેરી ગામ ખાતે 1195 કરોડના ખર્ચે એઇમ્સ હોસ્પિટલનું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે. ત્યારે એઇમ્સ હોસ્પિટલની મેડિકલ કોલેજનું શિક્ષણ કાર્ય 21 ડિસેમ્બર 2020ના રોજ શરૂ થવા જઈ રહ્યું છે.

image source

જો આ કામની શરૂઆત વિશે વાત કરીએ તો મેડિકલ કોલેજની શરૂઆત પ્રથમ 50 વિદ્યાર્થીઓની બેચથી કરવામાં આવશે. આ માટે 17 જેટલા પ્રોફેસરોની નિમણુક પણ કરવામાં આવી છે. આવતીકાલે વિદ્યાર્થીઓ તેમજ પ્રોફેસરના સ્વાગત માટેનો કાર્યક્રમ પણ યોજવામાં આવશે. જે કાર્યક્રમમાં કેન્દ્રિય આરોગ્યમંત્રી હર્ષવર્ધન તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી વર્ચ્યુલ માધ્યમથી જોડાશે. આવતીકાલથી શરૂ થતી એઇમ્સની પ્રથમ બેચના 50 વિદ્યાર્થીઓને પંડિત દિનદયાળ ઉપાધ્યાય મેડિકલ કોલેજ ખાતે અભ્યાસ કરાવવામાં આવશે. પ્રથમ બેચમાં વિદ્યાર્થીઓને મુખ્ય ત્રણ વિષયો અંગે અભ્યાસ કરાવવામાં આવશે. જે વિષયોમાં એનાટોમી, ફીઝ્યોલોજી અને બાયો કેમેસ્ટ્રીનો સમાવેશ થાય છે.

image source

તેમજ જો વધારે પ્રાપ્ય માહિતી અનુસાર વાત કરીએ તો આ સાથે વિદ્યાર્થીઓ માટે સેન્ટ્રલ લાઇબ્રેરીની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવશે. તો સાથે જ વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ જ્ઞાન મળે તે માટે અદ્યતન લેબ પણ બનાવવામાં આવી છે. ઉપરાંત વિદ્યાર્થીઓને રહેવા માટે સ્પેશિયલ બોયસ એન્ડ ગર્લ્સ હોસ્ટેલમાં જગ્યાની ફાળણી કરવામાં આવી છે. ગત અઠવાડિયામાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે, ટૂંક સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રાજકોટ એઇમ્સ હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ સાથે જ જૂન 2022 સુધીમાં એઇમ્સ સંપૂર્ણ તૈયાર થઇ જવાના સંકેત જોવાય રહ્યાં છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત