રાજકોટ: ઓડી કાર ચાલકે ગરીબ પરિવારના દોઢ વર્ષના બાળકને કચડતા કરુણ મોત, માતા બાળકને ખોળામાં લઈ કાર પાછળ દોડી પણ…

માતા પોતાના ઘવાયેલા બાળકને ઉંચકીને કાર પાછળ દોડી, પણ ચાલકે કાર પૂરપાટ વેગે ભગાવી અને ત્યાથી નાસી છૂટ્યો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે.

ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ઘાયલ બાળકનાં માતા-પિતાએ અજાણ્યા કારચાલક સામે સમગ્ર ઘટના અંગે ગુનો નોંધાવ્યો છે. આ મામલે ભક્તિનગર પોલીસે કારચાલક યશ બગડાઈ નામના વ્યક્તિની અટકાયત કરી છે તેમજ પોલીસે કારચાલક યશનું લાઇસન્સ રદ કરવા પણ રિપોર્ટ કર્યો છે.

બાળક લારી પાસે રમતું હતું, માતા-પિતા ધંધામાં વ્યસ્ત હતા.

image source

ભક્તિનગર સર્કલ પાસે શાકભાજીની લારી ઊભી રાખી વેપાર કરતા અને ખોખડદળ નદીના પુલ પાસે આવેલી વેલનાથ સોસાયટીમાં રહેતા જગદીશભાઇ સુરેલા તેમની પત્ની અને દોઢ વર્ષના દીકરા વંશ સાથે ભક્તિનગર સર્કલ પાસે હતા.

જગદીશભાઈ અને એમની પત્ની ધંધામાં વ્યસ્ત હતા ત્યારે પુત્ર વંશ લારીની નજીક રમતો હતો. આ સમયે એક ઓડી કાર ત્યાંથી પસાર થઈ જેનો ચાલક મોબાઇલ પર વાત કરતાં કરતાં બેફિકરાઇથી ગાડી ચલાવતો હતો અને એને વંશને કચડી નાખ્યો હતો.

માતા બાળકને ઉંચકીને ગાડીની પાછળ દોડી.

image source

નાનકડા વંશને કચડી નાખ્યા બાદ કાર ચાલક ત્યાંથી નાસી છૂટ્યો હતો. પોતાના દીકરો વંશ કાર નીચે કચડાઇ ગયો હોવાની ખબર પડતાં જ પિતા જગદીશભાઇ અને તેની પત્ની દોડી ગયાં હતાં આ ઉપરાંત આસપાસમાંથી લોકો એકત્ર થઈ કાર પાછળ દોડ્યા હતા. પરંતુ કારચાલક પૂરપાટ ઝડપે નીકળી ગયો હતો.

જગદીશ ભાઈ અને એમના પત્ની ગંભીર રીતે ઘવાયેલા દીકરા વંશને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા, પણ વંશ ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ પામ્યો હતો અને તેના માતાપિતાએ કલ્પાંત કર્યો હતો.

image source

આ સમગ્ર ઘટનાની જાણ થતાં ભક્તિનગર પોલીસ મથકનો સ્ટાફ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યો હતો. પોલીસે ભાગી ગયેલા કારચાલક સામે ગુનો નોંધી તેને પકડવા દોડધામ શરૂ કરી છે.

આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. સીસીટીવીમાં જોવા મળતા દૃશ્યો મુજબ, માતા-પિતા શાકભાજીની લારીએ ધંધામાં વ્યસ્ત છે અને વંશ બાજુમાં જ રમી રહ્યો છે. બાદમાં ત્યાં એક ઓડી કાર આવે છે અને ઊભી રહી જાય છે ત્યારે વંશ રસ્તા પર આવી ઓડી કારની આગળ ઊભો રહી જાય છે. એ પછી વંશ ઓડી કારની આગળ બેસી જાય છે. આ સમયે જ કારચાલક કાર ચલાવે છે અને વંશ ગાડીના વ્હીલ નીચે કચડાય જાય છે. એ પછી કાર ચાલક કારને ખૂબ જ ઝડપે મારી મૂકે છે અને ત્યાંથી નાસી જાય છે. ઘટનાની જાણ થતાં જ વંશનાં માતા-પિતા ઘટનાસ્થળે પહોંચે છે. માતા વંશને ગોદમાં ઉઠાવી કાર પાછળ દોડે છે અને એટલામાં આસપાસમાંથી લોકો એકત્ર થઈ કાર પાછળ દોડે છે.

image source

વંશના નાનીએ આ અંગે મીડિયા સાથે વાત કરી છે અને તેમને રડતાં રડતાં જણાવ્યું હતું કે કારચાલક મોબાઈલમાં વાત કરતો હતો અને એને વંશ ઉપર ગાડી ચડાવી દીધી હતી. થોડીવાર તો અમારી પણ આંખો ચાર થઈ ગઈ હતી અને અમે જોયું તો વંશના શરીરનો છૂંદો થઈ ગયો હતો. અમે બધા કાર પાછળ દોડ્યા હતા, પરંતુ કારચાલકે કંઈ પણ સાંભળ્યું નહીં. અમે ચીંસો પાડતા હતા કે એ ભાઈ કાર ઊભી રાખ, પરંતુ તેને કાર ઊભી ન રાખી. તેમને આગળ જણાવ્યું હતું કે આવી ઘટના અન્ય કોઈ બાળક સાથે ન બને એ માટે પોલીસ તેને આકરામાં આકરી સજા કરે એવી અમારી માંગ છે. અમે તો ગરીબ લોકો છીએ અને વંશ મારો ભાણેજ થતો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત