રાજકોટ હોસ્પિટલ આગ કાંડ મામલે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને ઝાટકતા કહ્યું કે….

રાજકોટમાં ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગ મુદ્દે સુપ્રીમ કોર્ટ સંજ્ઞાન લઈ આ અંગે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી. ત્યારે વધુ એક વાર આ મામલે હાથ ધરવામાં આવેલી સુનાવણીમાં ગુજરાત સરકારની કામગીરી પર સુપ્રીમ કોર્ટે પ્રશ્નાર્થ મુકી અને સરકારને ફટકાર લગાવી છે.

image source

રાજકોટની હોસ્પિટલમાં સર્જાયેલા અગ્નિકાંડ મુદ્દે સરકારે જે રિપોર્ટ રજૂ કર્યો તેના પર સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ગુજરાત સરકારના રિપોર્ટ અનુસાર તો હોસ્પિટલોમાં સબસલામત છે. પરંતુ સરકારનો આ રિપોર્ટ તેમના જ ચીફ ઈલેક્ટ્રિકલ એન્જિનિયરના રિપોર્ટ કરતાં સાવ અલગ છે. અહીં હકીકત છૂપાવવા પ્રયાસ થઈ રહ્યો છે તેમ લાગે છે પરંતુ સાચી હકીકત સામે આવવી જ જોઈએ.

image source

ગુજરાત સરકારે રાજકોટ અગ્નિકાંડ મામલે બનાવેલી તપાસ સમિતિનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે આ મામલે પ્રશ્ન કર્યો હતો કે, આ તો તાજેતરમાં રાજકોટમાં થયેલી ઘટનાની વાત છે. આ પહેલા અમદાવાદની હોસ્પિટલમાં પણ આવી ઘટના થઈ હતી અને દર્દી મોતને ભેટ્યા હતા. આ મામલે વધુ સુનાવણી આગામી ગુરુવારે હાથ ધરવામાં આવશે.

image source

રાજકોટની શિવાનંદ હોસ્પિટલમાં આગ મામલે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના જવાબથી નારાજ છે. સુપ્રીમ કોર્ટે આ મામલે યોગ્ય તથ્યો સાથે એક નવી અરજ દાખલ કરવા સૂચના આપવી જોઈએ. આ સાથે જ સુપ્રીમ કોર્ટે સોલિસિટર જનરલ તુષાર મહેતાને કહયું હતું કે તેઓ આ મામલે યોગ્ય રિપોર્ટ દાખલ કરે.

image source

ઉલ્લેખનીય છે કે રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આઈસીયુ વોર્ડમાં આગ લાગી હતી. આ આગમાં આઈસીયુ વોર્ડમાં સારવાર લેતાં 10થી વધુ દર્દીમાંથી 5 દર્દીના મોત થયા હતા. અહીં મોડી રાત્રે આ ઘટના બની હતી.

image source

આ ઘટનામાં કોરોનાના દર્દીના મોત થતાં સુપ્રીમ કોર્ટે પણ ઘટનાની નોંધ લીધી હતી અને રાજ્ય સરકારને કહ્યું હતુ કે આવી ઘટનાઓ ચલાવી દેવામાં આવશે નહીં. ત્યારબાદ આ મુદ્દે રાજ્ય સરકારે તેનો જવાબ સુપ્રીમ કોર્ટમાં રજૂ કર્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત