રાજકોટના આ 23 વર્ષનો યુવક કરે છે ઈટાલિયન મધમાખી ઉછેરની ખેતી, વર્ષે કરે છે લાખોની કમાણી

પરંપરાગત ખેતી છોડી આજના યુવકો કઈક નવુ કરી રહ્યા છે. જેમા તેને આવક પણ સારી એવી મળી રહી છે. લોકો અત્યારે ઓર્ગેનિક ખેતી, મોતી અને ડ્રેગન ફ્રૂટ જેવી ખેતી કરી રહ્યા છે. તો બીજી તરફ ઘણા ઘણા લોકો તેનાથી પણ અલગ મધની ખેતી તરફ વળ્યા છે. રાજકોટ જિલ્લાના યુવકે હાલમાં આ નવતર પ્રયોગ હાથ ધર્યો છે. શું આ છે મધની ખેતી અને કેવી રીતે થાય છે આવો જોઈએ આ અહેવાલમાં. આ વાત છે રાજકોટ જિલ્લામાં આવેલા વિંછિયા તાલુકામા આવેસા હાથસણી ગામની કે જ્યાં એક 23 વર્ષના યુવાને મધમાખીની ખેતી શરૂ કરી છે અને લોકોને નવા રાહ બતાવી છે. આ યુવકનું નામ નિલેશ ગોહિલ છે. નિલેશે એગ્રોનોમીમાં ગ્રેજ્યુએશન કર્યા બાદ મધમાખીનો વ્યવસાય શરૂ કર્યો. આજે તેની કમાણી લાખોમાં છે.

મધમાખીની ખેતીનું પ્રેક્ટિકલ નોલેજ લીધુ

image source

તમને જણાવી દઈએ કે એક વર્ષ પહેલાં જ તેણે 50 મધમાખીની પેટીથી હની-બીની ખેતી કરવાની શરૂઆત કરી હતી અને આજે તેની પાસે મધમાખીની 200 પેટી છે. માત્ર એક જ વર્ષમાં નિલેશે આ બિઝનેસ એવો વધાર્યો કે હાલમાં તેની મહિનાની કમાણી 50 હજાર રૂપિયા છે. તમને જણાવી દઈએ કે નિલેશે મધમાખીની ખેતી શરૂ કરતા પહેલા છ મહિના સુધી મધમાખીની ખેતીનું પ્રેક્ટિકલ નોલેજ લીધુ હતું અને અંતે એક વર્ષ પહેલા પોતાનો મધનો ઘંધો શરૂ કર્યો. તેમના ધંધાના શરૂઆતી દિવસોમાં કોઈ ખાસી ઓળખ ન હોવાથી શરૂઆતમાં વોટ્સએપ, ફેસબુક વગેરે જેવા સોશિયલ મીડિયાના માધ્યમોથી રિટેઇલમાં મધ વેચવાનું શરૂ કર્યું. જેમાં સારો એવો પ્રતિસાદ મળ્યો હતો. તેમના મધની ગુણવત્તાને કારણે ટૂંક સમયમાં જ તેના મધની માંગ વધવા લાગી. લોકોને તેમના મધની ગુણવત્તા સારી લાગવા લાગી અને ઓર્ડર વધવાના શરૂ થઈ ગયા.

વાર્ષિક ટર્ન ઓવર 7થી 8 લાખ

image source

જેમ જેમ માંગ વધવા લાગી તેમ તેમ ઉત્પાદનમાં વધારો કરવા તેણે ધીમે-ધીમે મધની પેટીમાં પણ વધારો કર્યો અને મહિનામાં 100 કિલોથી વધુ મધનું ઉત્પાદન કરવાનું શરૂ કરી દીધુ. તમને જણાવી દઈએ કે લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી મધ મંગાવતા હતા. તો બીજી તરફ ઘણી વખત વધુ ઉત્પાદન મળે ત્યારે કંપનીમાં પણ હોલસેલમાં મધ વેચવાનું શરૂ કર્યું. ધીમે ધીમે નિલેશનું વાર્ષિક 1800 કિલોથી પણ વધારે મધનું ઉત્પાદન થવા લાગ્યું. તમને જણાવી દઈએ કે તેનું હાલુનું વાર્ષિક ટર્ન ઓવર 7થી 8 લાખ છે. નિલેશે પોતે શરૂ કરેલી આ અનોખી ખેતી અંગે વાત કરતા જણાવ્યું કે શરૂઆતના સમયગાળામાં વિવિધ સોશિયલ મીડિયા માધ્યમો દ્વારા બિઝનેસનું પ્રમોશન કર્યું હતુ અને તેના દ્વારા જ ઓર્ડર લેવાની શરૂઆત કરી હતી. હવે આજે તે રિટેઇલિંગની સાથે સાથે કંપનીમાં પણ મધ આપવાનું શરૂ કર્યું.

દર મહિને થાય છે 150 કિલો મધનું ઉત્પાદન

image source

તમને જણાવી દઈએ કે નિલેશ ફક્ત એક પ્રકારનું નહી પરંતુ 6 પ્રકારના મધનું ઉત્પાદન કરે છે. સામાન્ય રીતે માસિક 150 કિલોથી વધારે મધનું ઉત્પાદન થાય છે. જેમાં મુખ્યત્વે રાયડો,મલ્ટી , બોર, ક્રિસ્ટલ(જામેલુ મધ), વરિયાળી અને અજમો એમ છ પ્રકારના મધનો સમાવેશ થાય છે. આ ઉપરાંત હાલમાં દેશી મધમાખીનો ઉછેર કરીને દેશી મધનું ઉત્પાદન થાય તે માટે પણ એઓ પ્રયત્ન કરી રહ્યા છે.

શું છે હની બીની ખેતી?

image source

હની બીની ખેતી કદાચ તમે શાંભળ્યું નહી હોય. આ અંગે વાત કરતા નિલેશે કહ્યું કે મધમાખીની ખેતીમાં સતત માઇગ્રેશન જરૂરી હોય છે. મોટેભાગે જ્યાં ઊભો પાક હોય તેવા વિસ્તારમાં અને જ્યાં પુષ્કળ પ્રમાણમાં ફૂલો મળી આવતા હોય તેવા વિસ્તારમાં જ મધમાખીની ખેતી કરવામાં આવે છે. તેમણે વધુમાં કહ્યું કે હુ સુરેન્દ્રનગર, કચ્છ, જામનગર, આમરણ(મોરબી) અને જૂનાગઢના વિસ્તારમાં ખેતી કરું છું. કારણ કે ત્યાં ફૂલ અને પાકની માત્રા વધારે પ્રમાણમાં જોવા મળતી હોય છે. જેથી ત્યા આ મધની ખેતી કરવી અનુકુળ રહે છે.

છ પ્રકારના મધનું ઉત્પાદન કરે છે નિલેશ

તેમણે વધુમાં જણાવ્યું છે કે જેવી રીતે જુદા-જુદા ફૂલ અને પાક હોય છે તે પ્રમાણે અલગ અલગ ફ્લેવરનું મધ મળે છે. તમે જણાવી દઈએ કે નિલેશ હાલમાં છ પ્રકારના મધનું ઉત્પાદન કરે છે, જેમાં અજમો, બોર, વરિયાળી, રાયડો, મલ્ટી અને ક્રિસ્ટલ મધ (જામેલું મધ)નો સમાવેશ થાય છે. આ સિવાય છેલ્લા ચારેક મહિનાથી તેણે દેશી મધનું ઉત્પાદન કરવા પ્રયત્નો ચાલુ કર્યા છે. તો બીજી તરફ ગુજરાત સિવાય રાજસ્થાનમાં મધનું ઉત્પાદન કરવ માટે નિલેશ જાય છે. રાજસ્થાનના ઉદેપુર, જયપુર અને કોટાની આજુબાજુના વિસ્તારમાં આવેલા પ્રદેશમાં રાયડાના મધનું ઉત્પાદન એઓ કરે છે.

image source

રાજસ્થાનમાં પણ કરે છે મધની ખેતી

રાજસ્થાનની ખેતી વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે રાજસ્થાનના મોટાભાગના પ્રદેશોમાં સરસવનો પાક ખૂબ વધારે પ્રમાણમાં લેવાય છે. તેથી ત્યાં રાયડાના મધનું ઉત્પાદન કરવામાં આવે છે. વળી, મોટા પ્રમાણમાં સરસવનો પાક લેવાતો હોવાથી મધનું ઉત્પાદન પણ પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે.

મધના ઉત્પાદન અંગે વાત કરતા નિલેશે જણાવ્યું કે સૌથી પહેલા મધમાખી ફૂલ અને પાક પર બેસી તેમાંથી રસ ચૂસે છે. ત્યારબાદ મીણના બનેલા ચોસલામાં તે મળ ત્યાગ કરે છે, જે મધ સ્વરૂપે રૂપાંતરણ પામે છે.

મધને તૈયાર થતા આટલા દિવસનો સમય લાગે છે

image source

તેમને જમાવી દઈએ કે શરૂઆતમાં આ મધમાં પાણીની માત્રા વધારે હોય છે. મધમાખી રાતના સમયે પાંખો ફફડાવી મીણના ચોસલામાં રહેલા મધમાંથી પાણીનો ભાગ દૂર કરે છે. આ પ્રકિયા સતત 7થી 8 દિવસ સુધી ચાલતી રહે છે. આ પ્રકારના મધને કાચું મધ કહેવામાં છે. આ પ્રોસેસ હજુ આગળ ચાલે છે ત્યારબાદ આ મધને પકવવા માટે રાખવામાં આવે છે. અંદાજે 12થી 15 દિવસની અંદર મધ સંપૂર્ણપણે પાકી જાય છે અને પછી તેને મીણના ચોસલામાંથી બહાર કાઢી શકાય છે. જેનો ડાયરેક્ટ યુઝ કરી શકાય છે. આપણે બજારમાં ઘણા પ્રકારના મધ જોઈએ છીએ પરંતુ આ બધા પ્રકારના મધ સુદ્ધ હોતા નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત