રાજકોટમાં મહિલાઓએ કરિયાણું-શાકભાજી કે દૂધ નહીં, પણ ‘આ’ વસ્તુ લેવા માટે ઊભી રહી ખરા તડકામાં

રાજકોટમાં મહિલાઓએ કરિયાણું-શાકભાજી કે દૂધ નહીં પણ આ વસ્તુ લેવા માટે લગાવી હતી લાઈનો

image source

લોકડાઉનમાં સૌથી વધારે કોઈ વસ્તુ અંગે ચર્ચાઓ ચાલી હોય તો એ છે, ગુટખા, બીડી અને ફાકી વિશે. જ્યારથી લોકડાઉનના કારણે પાન-મસાલાના સ્ટોર બંધ કરાયા છે, ત્યારથી અવારનવાર આ ક્ષેત્રમાં થઇ રહેલી કાળાબજારી સામે આવી રહી છે. અનેક વિડીયો અને સમાચારમાં પાન-મસાલા અને ફાકી તેમજ માવામાં થઇ રહેલી કાળાબજારી ઉજાગર કરતા રહ્યા છે. ઘણા સ્થાનો પર તો પાર્લર શોપમાં ચોરીના બનાવો પણ બન્યા છે. ગુટખા બંધીએ જાણે સૌથી વધારે અસર સૌરાષ્ટ્રને કરી છે, ત્યાં ફાકીના વેચાણને લઈને અવારનવાર વિરોધી સુરો ઉઠયા હતા. જો કે રાજ્યભરમાં અંદર ખાને ઊંચા ભાવે એનું વેચાણ સંપૂર્ણ બંધ તો નોહતું જ થયું. પણ એના પર નિયંત્રણ જરૂર લાગ્યું હતું.

image source

જો કે ચોથા લોકડાઉનમાં પણ-મસાલાને અપાયેલી છૂટ પણ શરતોને આધારિત છે. જો આ ક્ષેત્રે ડીસીપ્લીન જોવા નહિ મળે તો આ પણ ગમે ત્યારે અટકાવી દેવાની સ્થિતિ માટે સરકાર તૈયાર છે, આ બાબતે સરકાર પહેલા જ પોતાનો મત રાખી ચુકી છે. પાન-મસલા સાથે થૂંકવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે ને દંડ પણ નક્કી કરાયો છે. તેમ છતાં અંદરખાને આખુય તંત્ર ચાલી જ રહ્યું છે.

પણ-મસાલા માટે અપાયેલ છૂટના કારણે રાજકોટમાં મહિલાઓ દ્વારા એક વિચિત્ર પ્રકારની લાઈન જોવા મળી હતી. આ લાઈન ન તો શાકભાજી ખરીદવા હતી કે ન કરિયાણું, આ લાઈન દૂધ માટે પણ નોહતી. આ લાઈનનું કારણ હતું શિવાજી બીડી. તમને વિશ્વાસ નહિ આવે પણ રાજકોટમાં મહિલાઓએ શિવાજી બીડી માટે રીતસરની લાઈન લગાવી હતી. મોટી સંખ્યામાં મહિલાઓ શિવાજી બીડી લેવા માટે ઉમટી પડી હતી. જો કે આ લાઈનોમાં સરકાર દ્વારા નિર્ધારિત સોશિયલ ડીસ્ટન્સ નીતિના પણ લીરા ઉડયા હતા.

image source

રાજકોટ શહેરના પરા બજારમાં મહિલાઓએ બીડી લેવા માટે લાઈનો લગાવી હતી. આ બધી જ મહિલાઓ પોતાના ઘરવાળા માટે બીડીની ઝૂડી લેવા માટે આવી હતી. કદાચ જીવન જરૂરી ચીઝ વસ્તુઓ પૂરતા નીકળવાના આદેશને કારણે આ વખતે પુરુષોના સ્થાને મહિલાઓ નીકળી હોય. નોંધનીય છે કે, કાલથી પાન-મસાલાની દુકાનો ખુલતાની સાથે જ સમગ્ર રાજ્યમાં બંધાણીઓ મોટી સંખ્યમાં ખરીદી માટે ઉમટી પડયા હતા. કેટલાક સ્થળે સ્થિતિ અંકુશ બહાર થતા દુકાનો બંધ કરાવવાની સરકારને ફરજ પડી હતી, તો કેટલાક સ્થાને સ્ટોક ન હોવાના સમાચાર પણ સામે આવ્યા છે.

image source

રાજકોટ તેમ જ ગુજરાત ભરમાં પાન-મસાલાની દુકાનધારકોએ હોલસેલ વેચાણ કરતી એજન્સી ખાતે વહેલી સવારથી લાઇનો લગાવી હતી. જો કે માર્યાદિત સ્ટોકના કારણે પડાપડીના દર્શ્યો સર્જાયા હતા. તેમજ સોશિયલ ડિસ્ટન્સના પણ લીરેલીરા ઉડાળ્યા હતા. આવા સમયે સ્થિતિ કાબૂમાં લેવા માટે પોલીસે આવવું પડ્યું હતું. અને લોકોએ નિયમો ન પાળતા જોઇને વેપારીઓને એજન્સી બંધ કરવા ફરજ પડાઈ હતી. જો કે સ્ટોકની તંગીના કારણે ભાવમાં વધારા અને કાળાબજારીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત