રાજકોટમાં કોરોના પોઝિટિવ સગર્ભાએ દીકરાને આપ્યો જન્મ, મોબાઇલમાં જોઇ શકી પુત્રનું મોઢું

રાજકોટમાં માતા અને બાળક

તાજેતરમાં જ ગુજરાતના રાજકોટ શહેરમાં અત્યાર સુધી ૪૭ વ્યક્તિઓના કોરોના વાયરસ રીપોર્ટ પોઝેટીવ આવ્યા છે. ત્યારે આ ૪૭ વ્યક્તિઓમાં એક ગર્ભવતી મહિલા પણ સામેલ છે. આ ગર્ભવતી મહિલા પોતાના નિયમિત ચેકઅપ માટે હોસ્પિટલ ગઈ હતી. પણ ડોકટરે સાવધાનીના રૂપમાં કોરોના ટેસ્ટ પણ કરાવી લીધો હતો.

image source

જેમાં આ ગર્ભવતી મહિલાનો રીપોર્ટ કોરોના પોઝેટીવ આવે છે. આ મહિલાનો રીપોર્ટ પોઝેટીવ આવતા બીજા જ દિવસે મહિલાને હોસ્પીટલમાં દાખલ કરી દેવામાં આવે છે અને આ મહિલાનું સિઝેરિયન (સી-સેક્શન)દ્વારા બાળકની ડીલીવરી કરાવી દેવામાં આવે છે. કોરોના વાયરસ સંક્રમણ ટેસ્ટ પોઝેટીવ મહિલાએ એક પુત્રને જન્મ આપ્યો છે.

image source

ગર્ભવતી મહિલાનો કોરોના વાયરસ સંક્રમણ ટેસ્ટ રીપોર્ટ પોઝેટીવ હોવાથી આ મહિલાની ડીલીવરી કરાવી લીધા પછી તેને બાળકથી દુર કરી દેવામાં આવે છે. તો માતાને એવું લાગે છે કે, બાળક બચી શક્યું નથી આમ વિચારીને મહિલા સવારથી રડી રહી હતી.

ત્યાર પછી ડોક્ટર્સને આ વાતની જાણ થતા તેઓ મહિલાને સાંત્વના આપે છે અને તે દિવસે સાંજના સમયે આ મહિલાને મોબાઈલ ફોનમાં વિડીયો કોલિંગની મદદથી તેના બાળક બતાવવામાં આવે છે. જયારે આ મહિલાએ પોતાના પુત્રને મોબાઈલ વિડીયો કોલમાં જોઈ લે છે ત્યાર પછી મહિલાને શાંત થાય છે.

image source

આ ગર્ભવતી મહિલાની વૃદ્ધ માતાનો કોરોના વાયરસ ટેસ્ટ રીપોર્ટ પોઝેટીવ આવે છે એટલા માટે બંનેને એક જ વોર્ડમાં એડમીટ કરી દેવામાં આવે છે. તેમ છતાં ગર્ભવતી મહિલાની માતાને હજી સુધી કહેવામાં નથી આવ્યું કે, તેમની દીકરીનો કોરોના વાયરસ રીપોર્ટ પોઝેટીવ આવ્યો છે. ઉપરાંત ડીલીવરી થઈ ગઈ છે. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સૌથી વધારે કોરોના વાયરસ સંક્રમણના પોઝેટીવ કેસ સામે આવ્યા છે.

image source

આવા સમયે રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ૨૪ કલાક માટે આરોગ્ય કેન્દ્ર અને ડોક્ટરની કામગીરી સહિતની વ્યવસ્થા સાથે કેન્દ્ર શરુ કરવામાં આયુ છે. જંગલેશ્વર વિસ્તારના આ નવા આરોગ્ય કેન્દ્ર ખાસ ગર્ભવતી મહિલાઓ માટે ગાયનેકોલોજીસ્ટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેના લીધે જંગલેશ્વર વિસ્તારમાં રહેતી ગર્ભવતી મહિલાઓનું સારી રીતે ચેકઅપ કરી શકાય.