કોરોનાનું ગ્રહણ નડ્યું જન્માષ્ટમીના લોકમેળા, રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં નહીં યોજાય એક પણ મેળો

શ્રાવણ મહિનો શરુ થતાની સાથે જ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં લોકો આતુરતાથી રાહ જોતા હોય છે જન્માષ્ટમીના મેળાની.. પરંતુ આ વર્ષે કોરોના જાણે લોકોના આનંદને પણ છીનવી લેશે તેવું લાગી રહ્યું છે.

image source

ચર્ચાઓ શરુ થઈ છે કે આ વર્ષે રાજ્યભરમાં પ્રખ્યાત એવા જન્માષ્ટમીના મેળાઓ થશે નહીં. રાજ્યમાં સૌથી મોટો જન્માષ્ટમીનો મેળો રાજકોટમાં યોજાતો હોય છે. આ સિવાય દર વર્ષે સમગ્ર સૌરાષ્ટ્રમાં શ્રાવણ મહિના દરમિયાન નાના મોટા 100 જેટલા મેળાનું આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે સૌરાષ્ટ્રના લોકપ્રિય એવા મેળોને પણ કોરોનાનું ગ્રહણ નડી શકે છે.

image source

સૌરાષ્ટ્રમાં શ્રાવણ માસ દરમિયાન યોજાતા મેળામાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા હોય છે. તેમાં પણ સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના લોકમેળામાં 5 દિવસ દરમિયાન લાખો લોકો આસપાસના શહેરોમાંથી પણ આવતા હોય છે. કોરોનાના સમયમાં જો મેળો યોજાય તો ચેપ ફેલાવાનું પ્રમાણ વધી શકે છે. તેથી આ મેળા આ વર્ષે મોકૂફ રાખવા સરકાર વિચારી શકે છે.

image source

સૌરાષ્ટ્રભરની વાત કરીએ તો દર વર્ષે સોમનાથ ખાતે અને પોરબંદરમાં પણ શ્રાવણ માસમાં મેળાનું આયોજન થાય છે તે પણ ન કરવા સરકાર દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યાનુસાર આમ કરવાનું કારણ કોરોના વાયરસ છે અને આ અંગે ટુંક સમયમાં સરકાર સત્તાવાર ઘોષણા કરી શકે છે. જો સરકાર આ નિર્ણય કરશે તો 50 વર્ષમાં પહેલીવાર જન્માષ્ટમીનો રાજકોટનો મેળો રદ્ થશે. દર વર્ષે માત્ર રાજકોટના મેળામાં 10 લાખથી વધુ લોકો આનંદ માણે છે. રાજકોટમાં રાંધણ છઠથી શરૂ થઈ અને 5 દિવસીય સુધી ચાલતા આ લોકમેળામાં સૌરાષ્ટ્રભરમાંથી લોકો પરીવાર સાથે આવતા હોય છે.

image source

5 દિવસના આ મેળામાં નાના બાળકોથી લઈ વડિલો પણ આવતા હોય છે. કારણ કે મેળામાં દરેક વર્ગ માટે મનોરંજન પુરુ પાડવામાં આવે છે. આ લોકમેળામાં ખાણી-પીણી, રમકડાં, ખરીદીની વસ્તુઓ, વિવિધ પ્રકારની રાઇડ્સ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે. જો કે આ વર્ષે લોકમેળો થશે નહીં તો મેળામાં સ્ટોલ રાખતા વેપારીઓ અને રાઈડ્સ ધારકોને પણ આર્થિક નુકસાન થશે. જો કે લોકમેળા ઉપરાંત શહેરમાં પ્રાઈવેટ મેળા પણ શ્રાવણ માસ દરમિયાન યોજાય છે. હવે આ વર્ષે આ તમામ મેળા બંધ રહેશે તે લગભગ નક્કી જ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત