આ વખતે રાજકોટમાં પ્રખ્યાત લોકમેળો યોજાશે કે નહી, એનો નિર્ણય હવે સરકાર પર
રાજકોટમાં પ્રખ્યાત લોકમેળો અ વખતે યોજાશે કે નહી, એનો નિર્ણય હવે સરકાર પર

ગુજરાત સહિત સમગ્ર દેશમાં અત્યારે કોરોના વાયરસનો કહેર ત્રાટકેલો છે, આવા સમયે સરકાર દ્વારા મેળાઓ અને સામાજિક ગેધરીંગ પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે. આવા સમયે બીજી બાજુ જન્માષ્ટમી પણ નજીક આવી રહી છે, ત્યારે સૌરાષ્ટ્રમાં યોજાતા લોકમેળાઓ યોજાશે કે નહીં, આ બાબત પર સૌની નજરો મંડાયેલી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના મેળાઓનું વિશેષ મહત્વ છે.

દર વર્ષે અહીના મેળાઓમાં 15 લાખ થી વધુ લોકો મુલાકાત લેતા હોય છે, આવા સમયે રાજકોટ જન્માષ્ટમીમાં લોકમેળો યોજાશે કે નહીં તે નિર્ણય હવે સરકાર હસ્તક રખાયો છે. એટલે કે હવે સરકાર એ નક્કી કરશે કે મેળાનું આયોજન આ વર્ષે થશે કે નહી. આપને જણાવી દઈએ કે ગુજરાતમાં સ્થિતિઓ સતત વણસી રહી છે, ત્યારે આટલા મોટા મેળાનું આયોજન લાંબો વિચાર માંગી લેનારું છે.

કોરોનાના કહેર વચ્ચે મેળો યોજવો કે નહી એ સ્થાનિક તંત્ર સામે આવીને ઉભેલી સૌથી મોટી મુશ્કેલી છે. કારણ કે કોરોનાના કેસ જ્યારે સતત વધી રહ્યા છે અને અનલોકના કારણે હવે મોટા પ્રમાણમાં વાયરસ ફેલાવાની સંભાવના પણ રહેલી છે. કારણ કે આસ્થાના પ્રતિક સમાન આ મેળામાં જો મોટી સંખ્યામાં માનવ મેદની ઉમટે તો કોરોના ફેલાવાનો ભય વધુ રહે છે.

૧ જુનથી લાગુ કરવામાં આવેલા અનલોકના કારણે પ્રજાના આવનજાવન પર સંપૂર્ણ અંકુશ રખાવો હવે લગભગ અશક્ય બનતો જઈ રહ્યો છે, એવા સમયે મેળો થવો ખુબ જ મુશ્કેલ છે. જો કે આ મુદ્દે વહીવટી તંત્ર અને સરકાર પણ લાંબા સમયથી મૂંઝવણમાં છે. પણ આમ છતાં હવે આ મેળો યોજાશે કે નહીં તે તો હવે આવનારા દિવસોમાં જ ખબર પડશે.

આપને જણાવી દઈએ કે રાજકોટમાં યોજાતો આ મેળો રંગીલા રાજકોટની આગવી ઓળખ ગણાય છે. આ મેળામાં લગભગ રાજકોટ વાસીઓ સામેલ થાય છે. કહેવાય છે કે રાજકોટનો વતની ભલે સાત સમંદર પાર કેમ ન રહેતો હોય, જન્માષ્ટમીના પર્વે યોજાતા આ લોકમેળાને તે અચૂક યાદ કરે છે. પણ આ વખતે કોરોનાના સંક્રમણના કારણે હવે આ મેળો થશે કે કેમ એ જ પ્રશ્ન છે. સૌરાષ્ટ્ર અને રાજકોટ જ નહી આ ગોરસ મેળામાં હજારો લાખોની સંખ્યામાં લોકો મેળાને માણવા માટે આવે છે.

આપને જણાવી દઈએ કે આ મેળાનું સૌથી મોટું આકર્ષણ યાત્રિક રાઈડ હોય છે. ફજર ફાળકા, ટોરાટોરા, ડ્રેગન સહિતની અનેક યાંત્રિક રાઇડ્સ અહી મેળા દરમિયાન મુકવામાં આવે છે. જો કે આ લોકમેળા દરમિયાન અહી અનેક સ્ટોલ્સ પણ ઉભા કરવામાં આવે છે. દેશભરના વિવિધ પ્રાંતમાંથી સામાન્ય દિવસોમાં અહી વેપારીઓ આવીને પોતાનો ધંધો કરતા હોય છે. પાંચ દિવસનો આ મેળો લોકોના આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની રહે છે.

રાજકોટ તેમજ સૌરાષ્ટ્રમાં આ મેળાઓ વિવિધ સ્થળે આયોજવામાં આવે છે. દરેકનું અલગ મહત્વ અને અલગ સમય ગાળા છે. આ મેળાઓમાં મુખ્ય મેળા દ્વારકા, સોમનાથ, જામનગર, પોરબંદર, ગોંડલ, ધોરાજી, જેતપુર, મોરબી, અમરેલી, ઉના, જામ-જોધપુર, કાલાવાડ, જસદણ તેમજ ચાવડામાં આ મેળાઓ યોજાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત