રાજકોટ અને ભાવનગરવાસીઓ ખાસ રાખજો પોતાનુ ધ્યાન, કારણકે 15 દિવસમાં કોરોનાના આંકડા…

ગુજરાતના આ ૧૪ જીલ્લામાં કેસ રોકેટની ગતિએ વધ્યા છે, રાજકોટ અને ભાવનગરમાં ૧૫ જ દિવસમાં ૪૦૦ થી વધારે નવા કેસ

લોકડાઉન સમયે જે આંકડો સતત વધી રહ્યો હતો એ અનલોક ૨ પછી બમણી ગતિએ વધતો જોવા મળી રહ્યો છે. જો કે ઘણા જિલ્લાઓમાં સ્થિતિ ગંભીર છે. અનલોક ૨ પછી ઘણી જગ્યાએ કેસમાં એક દમ વધારે ઉછાળો જોવા મળ્યો છે, તેમજ રોજના ઉમેરતા નવા કેસના સમીકરણો પણ બદલાતા જોવા મળ્યા છે. અત્યાર સુધી કોરોના મામલે આગળ ચાલી રહેલા અમદાવાદ સામે હવે સુરતે જાણે રેસ લગાવી છે.

image source

પાછળના કેટલાક દિવસોથી સુરત સતત નવા કેસમાં અમદાવાદને પણ પાછળ છોડી રહ્યું છે, ત્યારે સ્થિતિ અંકુશ બહાર જતી અનુભવાઈ રહી છે. સુરત સહિતના ૯ જેટલા જિલ્લાઓમાં પાછળના ૧૫ દિવસમાં સ્થિતિ લગભગ બેકાબુ જેવી છે. જો કે અમદાવદ, ડાંગ, પોરબંદર જેવા જિલ્લાઓમાં હવે કોરોના ધીરે ધીરે નિયંત્રણમાં આવી રહ્યો છે. તો સામે ખેડા, દાહોદ, તાપી, મોરબી, સુરેન્દ્રનગર અને વલસાડ સહીત નવસારીમાં વિસ્ફોટક રીતે કેસમાં વધારો જોવા મળ્યો છે.

અનલોક ૧ ની સરખામણીએ ૨માં નવા કેસમાં વધારો

image source

આપને જણાવી દઈએ કે કોરોનાની ગંભીર થઇ રહેલી સ્થિતિમાં કોરોના કેસમાં ત્યારથી સતત ઉછાળો જોવા મળ્યો છે જ્યારથી રાજ્યમાં અનલોક અમલી બનાવવામાં આવ્યું છે. પરિણામે લોકો હવે બિંદાસ ફરતા જોવા મળી રહ્યા છે. પરિણામે અનલોક ૨ માં અનલોક ૧ ની સરખામણીએ અનેક જિલ્લાઓમાં રીતસર નવા કેસોનો વિસ્ફોટક વધારો જોવા મળ્યો છે.

image source

તો સામે કેટલાક જીલ્લાઓ કોરોના સંક્રમણને કાબુમાં લેવામાં સફળ થતા પણ જોવા મળ્યા છે. હાલમાં રાજ્યના રાજકોટ, તાપી, મોરબી સહિતના અનેક જિલ્લાઓમાં વિસ્ફોટક રીતે કોરોના નવા કેસમાં વધારો થયો છે. તો સામે સુરત, વડોદરા, મહેસાણા સહિતના જિલ્લાઓમાં કોરાના સતત બેકાબૂ બનતો જઈ રહ્યો છે. આવા સમયે અમદાવાદ, ડાંગ અને પોરબંદર સહિતના અમુક જીલ્લામાં તંત્ર દ્વારા કોરોના પર મહદઅંશે કાબૂ મેળવવામાં સફળતા પણ મળી રહી છે.

૧૪ જિલ્લામાં કોરોના વિસ્ફોટ, નવા કેસનો રાફડો ફાટ્યો

image source

અનલોક ૧ પછી અનલોક ૨માં સ્થિતિ અંકુશ બહાર છે. જુલાઈ મહિનાના માત્ર ૧૫ દિવસમાં જ ગુજરાતના ૧૪ જિલ્લાઓમાં કોરોનાની સ્થિતિ વિસ્ફોટક બનતી જઈ રહી છે. જો કે આ સમય દરમિયાન તાપી, મોરબી, દાહોદ જેવા અનેક જિલ્લાઓ કે જ્યાં જૂન મહિના સુધી કોરોનાની સ્થિતિ અંકુશમાં હતી ત્યાં હવે જુલાઈ મહિનાના પ્રથમ 15 દિવસમાં જ કોરોનાએ રોકેટ ગતિ પકડી લીધી છે.

image source

આ સમયમાં રીતસર કોરોનાના નવા કેસનો રાફડો ફાટ્યો છે. બીજી બાજુ રાજકોટ અને ભાવનગરમાં માત્ર ૧૫ દિવસમાં જ ૪૦૦ થી વધારે કેસ નોધાયા છે. બીજી તરફ વલસાડ, નવસારી, ખેડા, ભરૂચ, જૂનાગઢ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા જીલ્લામાં નવા કેસમાં બે ગણો વધારો જોવા મળ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત