રાજકોટની આ ઘોર બેદરકારીનો કિસ્સો સાંભળીને પિત્તો જશે, 14 વર્ષના બાળકને બ્લડ ચડાવ્યા બાદ HIV રિપોર્ટ આવ્યો પોઝિટિવ

હોસ્પિટલની બેદરકારીના કિસ્સા ખુબ જ સામે આવતા રહે છે. આ પહેલા પણ અનેક દવાખાનામાં આવું જોવા મળ્યું છે કે કોઈને બાળકો ફેર બદલ થઈ ગયા હોય. તો વળી ક્યારેક એવું પણ જોવા મળે કે ઓપરેશન બાદ કોઈ વસ્તુ શરીર અંદર જ રહી ગઈ હોય. ત્યારે કંઈક આવો જ વિચિત્ર દાખલો હવે પ્રકાશમાં આવ્યો છે અને જેની ચારેકોર ચર્ચા કરવામાં આવી રહી છે. તો આવો જાણીએ રાજકોટના આ કિસ્સા વિશે.

image source

જો મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો 14 વર્ષના થેલેસેમિયાગ્રસ્ત બાળકની જિંદગી સાથે ચેડાં થયાંનો કિસ્સો સામે આવતા રાજકોટ આંખુ હચમચી ઉઠ્યું છે. આ કિસ્સામાં બ્લડ બેંક દ્વારા બ્લડ ચેક કર્યા વગર જ સિવિલ હોસ્પિટલની કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલને આપી દેવામાં આવ્યું હતું અને બાદમાં હોસ્પિટલે ચેક કર્યા વગર બાળકને બ્લડ ચડાવી દીધું. જો કોઈ વસ્તુ ન થઈ હોત તો તો અલગ વાત છે પણ હોસ્પિટલમાં બાળકનો HIV રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને હાહાકાર મચી ગયો.

image source

વધારે વિગતે વાત કરીએ તો જ્યારે આ વાતની જાણ થઈ કે તરત જ પરિવારના પગ તળેથી જમીન સરકી ગઇ હોય એવી આફત આવી પડી. કારણ કે આ કોઈ સામાન્ય વાત તો હતી નહીં. હવે આવી ઘોર બેદરકારીને કારણે પરિવારના વાહલસોયા પુત્રની જિંદગી જોખમમાં મુકાઈ એની જવાબદારી કોણ લેશે જેવા અનેક સવાલો થઈ રહ્યા છે. જો હાલની પરિસ્થિતિની વાત કરીએ તો હાલમાં પરિવારની વહારે રાજકોટ કોંગ્રેસ આવી છે અને આજે પીડિત પરિવાર સાથે કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા પણ પહોંચી હતી.

image source

કલેક્ટર કચેરીમાં બાળકના પિતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં હોવાની વાત પણ સામે આવી છે અને પિતાની એક જ માગ છે કે મારા દીકારની જિંદગી સાથે જેણે પણ આવું કર્યું એ જવાબદારોને કડકમાં કડક સજા થવી જ જોઇએ. પિતાએ આક્ષેપ કર્યો હતો કે અત્યારસુધી તો મારો વહાલસોયો પુત્ર થેલેસેમિયાગ્રસ્ત હતો પણ બ્લડ બેંકની આવડી મોટી ભૂલને કારણે હવે HIV ગ્રસ્ત થઈ ગયો છે.

ઈમોશનલ થઈને આગળ વાત કરતાં પિતાએ કહ્યું કે- મારો દીકરો થેલેસેમિયાગ્રસ્ત હોવાથી જન્મ થયા બાદ દર 15 દિવસે અમે બ્લડ ચડાવતા હતા. હવે તેનો HIV રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. માટે આ બધાની વચ્ચે મારી માગ એટલી જ છે કે જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. બ્લડ બેંકવાળાએ બ્લડ ચેક કર્યા વગર એને બ્લડ ચડાવી દીધું છે.

હવે આવું કોઈ બીજા બાળક સાથે ન થાય એ માટે જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવી ખુબ જરૂરી છે. તો જ એમનામાં સુધારો આવશે. આગળ વાત કરતાં પિતાએ જણાવ્યું કે મારો પુત્ર એક વર્ષનો હતો ત્યારથી સિવિલમાં આવેલી કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં થેલેસેમિયાનું બ્લડ ચડાવવામાં આવે છે. આજદિન સુધી અમે અન્ય કોઇ ખાનગી હોસ્પિટલમાં બ્લડ ચડાવવા પણ નથી ગયા.

તેમજ ત્યાંની વ્યવસ્થા વિશે પણ બાળકના પિતાએ કહ્યું કે-જ્યારે જ્યારે બ્લડ ચડાવવામાં આવતું ત્યારે તેના બ્લડ સેમ્પલના અમુક રિપોર્ટ કરાવવામાં આવતા હતા તેમજ દર છ મહિને HIV ટેસ્ટ પણ થતા હતા. જ્યારે બ્લડ ચડાવવામાં આવતું ત્યારે ફાઇલમાં તારીખ નાખવામાં આવતી અને યુનિટ નંબર નાખવામાં આવતા અને ડોક્ટરની સહી થતી.

એ જ રીતે પિતાએ વાત કરી કે છેલ્લે 4 જાન્યુઆરી 2021ના રોજ સિવિલમાં બ્લડ ચડાવવા ગયા ત્યારે નિયમ મુજબ HIV ટેસ્ટ થયો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો. બસ આ વાત સાંભળીને અમારો આખો પરિવાર આઘાતમાં સરી પડ્યો અને પગ નીચેથી જમીન સરકી ગઈ. ત્યારબાદ અંતે ડોક્ટરને પૂછતા તેમણે જણાવ્યું કે તપાસ કરવી પડશે. HIVવાળું બ્લડ આવી ગયું હોય તો આવું થઇ શકે.

image source

હવે પિતાએ આક્ષેપ કર્યો છે કે સિવિલ હોસ્પિટલના સત્તાધીશોએ બ્લડનું નિરીક્ષણ કર્યા વગર મારા પુત્રને ચડાવી દીધું. ત્યારબાદ આ નિરાધાર પિતાના વ્હારે કોંગ્રેસ આવી છે અને કોંગ્રેસે આક્ષેપ કરતાં કહ્યું હતું કે 14 વર્ષના થેલેસેમિયાગ્રસ્ત બાળકનો HIV રિપોર્ટ મે 2020 સુધી નેગેટિવ હતો. બ્લડ ચડાવ્યા બાદ બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજકોટ સિવિલમાં સારવાર લઈ રહેલા થેલેસેમિયાગ્રસ્ત બાળકને HIV બ્લડ ચડાવી દીધું છે.

image source

આ વિશે વાત કરીએ તો કોંગ્રેસનેતા ડો. હેમાંગ વસાવડાની આગેવાનીમાં કાર્યકરો પીડિત બાળકને પરિવાર સાથે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. પરિવારના લોકોએ પીડિત બાળકના રિપોર્ટ સાથે કલેક્ટરને રજૂઆત કરવા પહોચ્યા હતા અને જવાબદારો સામે તાત્કાલિક કાર્યવાહી કરવા માગ કરી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ વાત પર કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કેમ અને પિતાને ન્યાય મળે છે કે કેમ?

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત