રાજકોટના 3 ભાઈ બહેનનું સગી જનેતાથી પણ વિશેષ ધ્યાન રાખે છે જલ્પાબેન, પોતાના હાથેથી કોળિયા આપે છે

રાજકોટમાં એક ઘટના એવી જોરદાર સામે આવી કે દરેક લોકો અચંબામા પડી ગયા હતા અને આ ઘટના આખા ભારતમાં ચર્ચામાં આવી હતી. કારણ કે રાજકોટમાં વર્ષો સુધી અઘોરીનું જીવન જીવનાર બે ભાઈઓ અને બહેનને ઘરની બહાર કાઢવામાં આવ્યા હતા અને આ બહેનને સાથી સેવા સંસ્થાનાં જલ્પાબેન પટેલ અને તેમની ટીમે બહાર કાઢ્યા હતા. હાલની પરિસ્થિતિ પ્રમાણે વાત કરીએ તો જલ્પાબેન દ્વારા સગી માં પણ ન રાખે તેવી સંભાળ આ ત્રણેયની રાખવામાં આવી રહી છે.

image source

જલ્પા બહેન કઈ રીતે આ લોકોની સેવા કરે છે એ વિશે જો વાત કરીએ તો પોતાના હાથે ભાઈ-બહેનને જલ્પાબેન જમાડતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. જેને લઈને લોકો તેમની આ કામગીરીની ભરપૂર પ્રશંસા કરી રહ્યા છે. આ ઘટના પછી સ્પષ્ટ જોઈ શકાય છે કે, માતા જેમ પોતાના નાના બાળકને જમાડે તેમ જલ્પાબેન ભાઈ-બહેનને પ્રેમથી અને વાતો કરતા-કરતા પોતાના હાથે જ જમાડી રહ્યા છે.

image source

વચ્ચે-વચ્ચે જરૂર પડ્યે તેમનું મોઢું પણ લૂછી આપે છે. આ જોઈને લોકો કહી રહ્યા છે કે આવું તો સગી મા પણ ન કરી શકે. સાથે જ તેમને ઓડકાર આવ્યા બાદ કહે છે કે ‘હા હવે સાચું પેટ ભરાયું’ અને ત્યારબાદ પણ આગ્રહ કરી બે-ત્રણ કોળિયા આપતા જોવા મળી રહ્યા છે. જો આગળ વાત કરીએ તો જલ્પાબેન પટેલનાં જણાવ્યા મુજબ, આ ત્રણેય ભાઈ બહેનની સ્થિતિમાં સારો એવો સુધારો થયો છે.

તેમજ કહેવામાં આવી રહ્યું છે કે સૌથી મોટા અંબરીશનાં પગ ખુલતા નહીં હોવાથી તેની સારવાર ચાલી રહી છે. પણ ભાવેશ-મેઘના ઝડપથી સ્વસ્થ થઈ રહ્યા છે. બંને સંસ્થાનાં સેવકાર્યોમાં જોડાઈ રહ્યા છે. મેઘનાએ સંસ્થા દ્વારા ચાલતા રસોડા ખાતે શાક સુધાર્યું હતું. તો ભાઈ ટ્રસ્ટ માટે દાન ઉઘરાવવા નિકળ્યો હતો.


જો કે ડોક્ટરની સલાહ મુજબ ત્રણેયની સારવાર પણ ચાલી રહી છે. ત્યારે હવે બધાને આશા છે કે આ ત્રણેય ભાઈ બહેનની પરિસ્થિતિમાં જલદી સુધારો આવે અને સામાન્ય જીવન જીવતા થાય. ત્યારે જોવાનું એ રહ્યું કે ક્યારે અને કેટલા સમયમાં આ 3 ભાઈ બહેન સારી રીતે જીનવ જીવતા થાય.

ઉલ્લેખનીય છે કે રાજકોટના કિસાનપરા ચોકમાં શેરી નં.8માં એક જ ઓરડીમાં અઘોરી જેવું જીવન જીવતા ત્રણ ભાઈ-બહેનની સ્થિતિ સુધારા પર છે. બહેન મેઘના અને સૌથી નાનો ભાઈ ભાવેશ આવતીકાલે શનિવારે સામાજિક સંસ્થામાં સેવા આપવા જશે. જ્યારે સૌથી મોટા ભાઈ અંબરીશના લાંબા સમયથી પગ વળેલા ન હોવાથી ખુલતા નથી.


સાથે જ ભાવેશ અને મેઘના સાથી સેવા ગ્રુપના અન્નક્ષેત્રમાં જઈને લોકોની સેવા કરી જાહેર જીવનમાં પ્રવેશ કરશે. જલ્પાબેને વધુમાં જણાવ્યું હતું કે, ભાવેશ અને મેઘનાને પણ અમે જ્યાં જઈશું ત્યાં સાથે લઈ જઇશું. હવે આ બંને ભાઈ-બહેનને જાહેર જીવનમાં લાવવા અમે તેમને ફેરવીશું. મેઘના અને ભાવેશ બંનેની સ્થિતિ સુધારા પર છે.


તેમજ ભાવેશને ક્રિકેટ રમાડી તેની જૂની યાદો તાજી કરાવવામાં આવી રહી છે. ભાવેશ તેના જૂના મિત્રોને મળી જૂની યાદો વાગોળી રહ્યો છે. સાથોસાથ ત્રણેય ભાઈ-બહેનની ડોક્ટરની સલાહ મુજબ સારવાર પણ કરાવવામાં આવી રહી છે.

બી.એ.માં ફર્સ્ટ ક્લાસ પાસ સૌથી નાનો ભાઈ ભાવેશ RRSની શાખાનો મુખ્ય શિક્ષક હતો. ભાવેશ જેમ જેમ મિત્રોને મળે છે તેમ તેમ આજની દુનિયામાં પાછો ફરી રહ્યો છે. ભાવેશ ક્રિકેટ ટૂર્નામેન્ટ રમાડતો હતો. આથી સાથી સેવા ગ્રુપના જલ્પાબેન પટેલ તેના જૂના મિત્રોને બોલાવી ગ્રાઉન્ડ પર ક્રિકેટ રમાડી રહ્યાં છે. ક્રિકેટ રમતા જ ભાવેશને જૂની યાદો તાજી થઈ રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત