રાજકોટમાં 12મા માળેથી કૂદીને યુવાને જિંદગી ટૂંકાવતા અફરાતફરી મચી, અગિયારસે જન્મ અને મોત પણ અગિયારસે

હાલમા કોરોના કાળમાં આત્મહત્યાના કેસ ખુબ વધારે આવી રહ્યા છે. ગુજરાતમાં પણ ઘણા મામલા સામે આવ્યા છે અને હવે ફરીથી રાજકોટમાં આવો કેસ સામે આવ્યો છે. તો આવો જાણીએ કે શું છે આ લાઈવ સુસાઈડનો મામલો. રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર આવેલા શીતલ પાર્ક નજીક ધ સ્પાયર નામના 12 માળના બિલ્ડિંગ પરથી ભાવિક ભાતેલીયા નામના યુવાને કૂદકો મારી જિંદગી ટૂંકાવી દીધી છે અને આ સમચાર સામે આવતાં જ ચકચાર મચી જવા પામી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ શખ્સને ઊંચાઈનો ડર લાગતો હોવાથી તેણે ઊંધો કૂદકો મારીને આત્મહત્યા કરી લીધી છે.

image source

વધારે વિગતે વાત કરીએ તો યુવાને બિલ્ડિંગ પરથી કૂદકો માર્યો એનાં લાઈવ દૃશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયાં છે. ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી હતી અને 108 દ્વારા યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયો હતો. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

image source

આ કેસ અંગે ભાવિકની માતાએ જણાવ્યું હતું કે મારા દીકરાનો જન્મ અગિયારસે થયો હતો અને મોત પણ આજે અગિયારસના દિવસે થયું છે. ઘર પાસે આખી રાત કૂતરા ભસતા હતા અને મને નીંદર આવી નહોતી. જો કે ભાવિકે ક્યાં કારણોસર આપઘાત કર્યો એ હજુ સુધી જાણી શકાયું નથી. ઉલ્લેખનીય છે કે, ભાવિક LICમાં નોકરી કરતો અને માનસિક રોગથી પીડાતો હોવાથી દવા પણ ચાલુ હતી. ભાવિકના પિતા આજે જામનગર ગયા હતા ત્યારે પાછળથી હનુમાનમઢી ચોક નજીક આવેલા ઘરેથી બાઈક લઈને નીકળી ગયો હતો અને ધ સ્પાયર નામના બિલ્ડીંગના 12માં માળેથી કૂદકો મારી મોત વ્હાલું કરી દીધું હતું.

image source

હાલમા આ પરિસ્થિતિ વિશે વાત કરીએ તો પોલીસે પરિવારજનોનાં નિવેદનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સીસીટીવીમાં યુવાન 12 માળની ગેલેરીની કાચની બારીમાંથી બહાર નીકળી પાળી પર બેસી ઊંધો કૂદકો મારતો નજરે પડે છે. 12મા માળેથી નીચે પટકાતાં ઘટનાસ્થળે જ યુવાનનું મોત નીપજ્યું હતું. ઘટનાસ્થળ પર પહોંચેલી 108ની ટીમ દ્વારા યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ઘટનાસ્થળ પર પહોંચેલી યુનિવર્સિટી પોલીસ દ્વારા પંચનામાની કાર્યવાહી કરી મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

image source

હાલમાં પોલીસ એ જાણવાનો પ્રયત્ન કરી રહી છે કે…

ભાવિકે શા માટે તે ધ સ્પાયર બિલ્ડીંગમાં આવ્યો હતો?,

શા માટે તેને આપઘાત કરવા આ જ બિલ્ડિંગ પસંદ કર્યું ?

તેમજ આપઘાત કરવા પાછળનું શું કારણ?

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત