રાજકોટમાં અંધશ્રદ્ધાને ભડાકે દીધી, લગ્ન બાદ નવદંપતીને સ્મશાનમાં ઉતારો અપાયો, ભૂતડા સાથે ફુલેકું પણ કાઢ્યું

હાલમાં લોકો પણ ખુદ કન્ફ્યૂઝ છે કે કોને શ્રદ્ધા ગણવી અને કોને અંધશ્રધ્ધા. કારણે ધર્મના નામે હાલમાં કંઈ કેટલું ચાલી રહ્યું છે અને એક બે જગ્યા નહીં પણ ચારેકોર ચાલી રહ્યું છે. કારણ કે હવે અંધશ્રદ્ધાનું ઝાડ ઘેઘૂર વડલા જેવું બની ગયું છે અને વડવાઇઓ પણ એના થડ જેવી મજબૂત થઇ ગઈ છે.

જો આ ઝાડનો નાશ કરવો હોય તો પહેલાં વડવાઇઓનો સર્વનાશ કરવો પડશે અને હાલમાં કંઈક આવું જ કામ વિજ્ઞાન જાથા દ્વારા કરવામાં આવી રહ્યું છે અને તાજેતરમાં વિજ્ઞાન જાથાના સઘન પ્રયાસોથી રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના રામોદ ગામમાં એક જોરદાર ઉદાહરણ સામે આવ્યું છે.

image source

તયારે આજે જે થયું એ ખરેખર અદ્ભૂત થયું હતું. કારણ કે આ ગામમાં સ્મશાનમાં લગ્ન બાદ નવદંપતીને ઉતારો આપવામાં આવ્યો હતો. બાદમાં DJના તાલે ભૂતડા સાથે ફુલેકું પણ કાઢવામાં આવ્યું હતું અને પછી ઉપસ્થિત લોકોમાં વૈજ્ઞાનિક માનસિકતાનાં દર્શન જોવા મળ્યાં હતાં. વિગતે વાત કરીએ તો રામોદના રાઠોડ પરિવારની જાન ગોંડલ તાલુકાના મોવિયા ગામે સુરેશ દાનાભાઇના ઘરેથી લગ્ન સમારંભ સંપન્ન કરી પરત આવતાંની સાથે નવદંપતીનો ઉતારો ગામના સ્મશાનમાં રાખવામાં આવ્યો હતો. સાથે જ DJના સંગાથે જાથાના લોકોએ ભૂતડાના કોસ્ચ્યૂમ ધારણ કરીને ફુલેકામાં આવ્યા હતા અને પછી જે માહોલ બન્યો હતો એ ખરેખરે કંઈક અલગ જ હતો. તેની રોમાંચકતા પણ ક્યાંક ફૂલી ન સમાય એવી હતી.

image source

મળતી માહિતી પ્રમાણે આ કાર્યક્રમનું સંચાલન વિજ્ઞાન જાથાના ચેરમેન અને એડવોકેટ જયંત પંડ્યાએ કર્યું હતું. લોકોએ આ કાર્યક્રમને વખાણ્યો અને વધાવ્યો પણ હતો અને કહ્યું હતું કે આ જરૂરી છે. આ કાર્યક્રમ વિશે વાત કરતાં જયંત પંડ્યાએ પહેલાં નવદંપતીને અભિનંદન પાઠવ્યાં અને જણાવ્યું હતું કે આપણા સમાજમાં સુધારો આપણે જ કરવો પડશે અને શરૂઆત ઘરથી જ કરવી જોઈએ. કારણ કે આજે પણ લોકો ભૂત-પ્રેત, વહેમ, અંધશ્રદ્ધા વગેરે જેવા પાયાવિહોણા વિચારોથી ઓળઘોળ છે અને એ માટે જ અમે ભૂતડાઓ સાથે ફુલેકું કાઢ્યું હતું અને સ્મશાનમાં નવદંપતીને ઉતારો આપ્યો હતો.

image source

જયંતભાઈએ કહ્યું કે અમે એ સિદ્ધ કરવા માગીએ છીએ કે આવા વહેમને સ્વીકારવા ન જોઈએ અને અંધશ્રદ્ધામાં શ્રદ્ધા રાખીને જીવનને ખોટા માર્ગે ન દોરવું. સાથે જ વાત કરવામાં આવી કે નિરર્થક ક્રિયાકાંડો પણ ન કરવા કે ન કરાવવા જોઈએ. દીકરી કોઈ ચીજવસ્તુ કે દાન દેવાની વસ્તુ નથી માટે, તેનું કન્યાદાન તો ન જ થવું જોઈએ. ભવિષ્યમાં પરિવારોમાં સમસ્યાનું મુખ્ય કારણ મનદુઃખમાંથી થાય છે.

image source

એનાથી પણ સમસ્યા ઉત્પન્ન થાય છે, માટે કન્યાદાનને તિલાંજલિ આપવી જોઈએ. દેશના અમુક વિસ્તારોમાં 20 હજાર, 60 હજાર, 80 હજાર અને 1 લાખ કે તેની ઉપરની રકમ દીકરાપક્ષને દીકરીઓએ આપવી પડે છે, આમાં પણ ફેરફારની તાતી આવશ્યકતા છે. ઉલ્લેખનીય છે કે આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન રામોદ ગામનાં ગ્રામજનોએ આ અનોખી ઘટનાને આંખો ફાડી ફાડીને જોઈ હતી.

એક તરફ માહોલ એવો છે કે સમુદ્રોની સુનામીઓ અને નદીઓના પૂર તો થોડા સમયમાં જ ઉતરી જાય છે, પરંતુ અંધશ્રદ્ધા ઘટવાને બદલે વધતી જ જાય છે અને દૃઢ બનતી જાય છે. આવા લખાણો અને પ્રવચનો પણ વધી રહ્યા છે પણ ગ્રાઉન્ડ લેવલે કોઈ કામ કરનાર નથી દેખાતું. આગળ વાત કરતાં જયંત પંડ્યાએ જણાવ્યું હતું કે, અંધશ્રદ્ધા અને કન્યાદાનના કુરિવાજને દૂર કરવા સમાજસુધારકોએ આગળ આવી બિનજરૂરી રિવાજો દૂર કરવા જોઈએ.

image source

આ શાખાના અંગત વિચારો છે; માનવું ન માનવું એ જ્ઞાતિ સમાજ પર આધારિત છે. જાથા સમાજને પરિવાર સાથે જોડવાનું કામ કરે છે, પ્રગતિ સાથે જોડવાનું કામ કરે છે. ત્યારે હવે આ કાર્યક્રમ વિશે પણ આખા ગુજરાતમાં વાતો ચાલી રહી છે અને વિજ્ઞાન જાથાના વખાણ કરવામાં આવી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!