રાજકોટમાં બની શર્મજનક ઘટના, 16 વર્ષથી વૃદ્ધાશ્રમમાં રહેતી માતાના મોત સમયે દીકરો કાંધ આપવા પણ ન ફરક્યો

હાલમાં રાજકોટની એક ઘટના ભારે વાયરલ થઈ રહી છે અને લોકોને રડાવી રહી છે. કારણ કે આ ઘટના એક મા અને દીકરા વચ્ચેની છે. સામાન્ય રીતે એવું કહેવાય કે દીકરો જો જીવતા મા સાથે ન હોય તો ચાલે પણ મરતા સમયે તો કાંધ આપવા આવવું જ જોઈએ. પણ હાલમાં જે ઘટના બની એમાં એ વસ્તુ પણ ન બની અને દીકરો ત્યારે પણ પોતાની અસલી જાત પર આવીને ઉભી ગયો.

આ વાત છે રાજકોટની. કે જ્યાં છેલ્લા 16 વર્ષથી એક વૃદ્ધાશ્રમમા રહેતી માતાનું મોત થયું તો કાંધ આપવાની વાત તો દુર પણ દીકરી ખબર સુધ્ધાં લેવા પણ ન આવ્યો અને હવે તો આ ઘટના પછી દીકરા પર થૂ થૂ થૂ થઈ રહ્યું છે.

image source

જો વિગતે વાત કરીએ તો 16 વર્ષથી રતનપરના મહેશ્વરી માતાજી વૃદ્ધાશ્રમમાં રહેતા દુધી બેન માણાવદરિયાનું 70 વર્ષની વયે ગુરુવારે વહેલી સવારે મોત થયું હતું. આ વાત સાંભળતા જ ત્યાં રહેતા 44 લોકોના આંખમા આંસુ આવી ગયા હતા અને શોકનો માહોલ જોવા મળી રહ્યો હતો. પણ દીકરો ત્યાં ફરક્યો ન હતો અને ત્યાંના મેનેજર તેમજ ત્રણ મહિલાએ નનામીને કાંધ આપી હતી અને અંતિમ વિદાય આપી હતી.

image source

હાલમાં આ સિવાય જો વધતા વૃદ્ધાશ્રમ વિશે વાત કરીએ તો ગુજરાતમાં ચિંતાજનક રીતે વૃદ્ધાશ્રમોની સંખ્યા વધી રહી છે. આ રિપોર્ટ છે 2019નો. સમાજમાં વિભક્ત કુટુંબોની સંખ્યામાં વધારો થતા વૃદ્ધોને તરછોડવાનું ચલણ વધી ગયું છે, જેને અનુલક્ષીને હવે સરકારે રાજ્યમાં નવા 10 જેટલા વૃદ્ધાશ્રમો શરુ કરવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત સરકાર હાલ પાંચ વૃદ્ધાશ્રમનું છે. પ્રાપ્ત વિગતો અનુસાર સરકાર આ નવા વૃદ્ધાશ્રમ પોરબંદર, બોટાદ, અમરેલી, સોમનાથ, દેવભૂમિ દ્વારકા, ડાંગ,અરવલ્લી, વલસાડ અને છોટા ઉદેપુરમાં શરુ કરવામાં આવશે.

image source

બીજી તરફ ગુજરાત સરકારે રાજ્યમાં વિવિધ સ્થળોએ વૃદ્ધાશ્રમ ચલાવતી સામાજિક સંસ્થાઓને અપાતી ગ્રાન્ટમાં પણ વધારો કર્યો છે. ઉલ્લેખનીય છે કે આશરે 45 જેટલી સંસ્થાઓ હાલ ગુજરાતમાં વૃદ્ધાશ્રમ ચલાવી રહી છે. આ ઉપરાંત ગુજરાતના નાના શહેરો તેમજ તમામ જિલ્લામાં વૃદ્ધાશ્રમ શરુ કરવાની સરકારની યોજના છે. સરકાર દસ વૃદ્ધાશ્રમોને પહેલા ભાડાની મકાનમાં શરુ કરશે ત્યારબાદ તે પોતાની સ્વતંત્ર ઇમારતો બનાવશે.

image source

આ મુદ્દે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે કહ્યું હતું કે અલગ અલગ કારણોથી વૃદ્ધાશ્રમની માંગ વધી છે, શરૂઆતમાં અમે પ્રત્યેક વૃદ્ધાશ્રમમાં 50 વ્યક્તિઓનો સમાવેશ કરીશું ત્યારબાદ તેની ક્ષમતા વધારવામાં આવશે. વધુમાં તેઓએ કહ્યું હતું કે સરકાર વૃદ્ધાશ્રમ ચલાવતા એનજીઓને ગ્રાન્ટ આપશે પરંતુ ખાનગી વૃદ્ધાશ્રમોને ગ્રાન્ટ આપવામાં નહીં આવે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!