રાજકોટમાં 80 મકાનો પર ફરી વળ્યું બુલડોઝર, ભર ચોમાસે 120 પરિવારોની છત છીનવાઈ, મહિલાઓ અને બાળકોનું હૈયાફાટ રૂદન

રાજકોટના ખોડિયાર નગરમાં આજે હ્યદય દ્વાવક દ્રશ્યો સામે આવ્યા છે. તમને જમાવી દઈએ કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લાંબા સમય બાદ મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી દરમિયાન શહેરના વોર્ડ નં.13માં આવેલા ખોડિયારનગરમાં 80 મકાન પર પાલિકાએ બુલડોઝર ફેરવી દીધુ હતું. તો બીજી તરફ આ ડિમોલેશન દરમિયાન કોઈ અઇચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસનો મોટો કાફલો ઉતારી દેવામાં આવ્યો હતો. આ ડિમોલિશનમાં મનપાની ટીપી શાખા, PGVCL, મનપા વિજિલન્સ અને શહેર પોલીસ જોડાઈ હતી.

image source

નોંધનિય છે કે, ખોડિયારનગરમાં ટીપી રોડ પસાર થવાનો હોવાથી ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત 80 મકાનમાં 120 પરિવાર રહે છે, જેની હાલત અત્યારે ઉપર આભ અને નીચે ધરતી જેવી થઈ ગઈ છે. તો બીજી તરફ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.13ના ખોડિયારનગર એસટી વર્કશોપ પાછળ ટીપી રોડ બનાવવા માટે 81 મકાનને નોટિસ આપવામાં આવી હતી, જે અંતર્ગત 81માંથી 80 મકાન તોડી પાડવાનો આદેશ મનપાએ કર્યો હતો, નોંધનિય છે કે આ કાર્યવાહીના બે દિવસ પહેલાં જ પોતાના ઘરને બચાવવાની માગણી સાથે લોકોનું ટોળું મનપા કચેરી ખાતે ઊમટી પડ્યું હતું.

image source

તમને જણાવી દઈએ કે મનપાએ આ મકાન તોડવા માટે એક વર્ષ પહેલાં નોટિસ પાઠવી હતી, ડેના કારણે લોકો મકાન બચાવવા માટે મનપા કચેરીએ દોડી આવ્યા હતા. આ સમગ્ર ઘટના અંગે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે એક વર્ષ પહેલાં ટીપી સંદર્ભે નોટિસ પાઠવવામાં આવી હતી. એનો જવાબ પણ અમે આપ્યો હતો. તેમણે વધુમાં કહ્યું કે, ટીપી એ લોકોએ અલગ રીતે જ કાઢ્યો છે. ફાજલ જગ્યા મૂકી ટીપી રોડ કાઢવામાં આવ્યો છે. નોંધિનય છે કે, આ 80 મકાનમાં 120 પરિવાર રહેતા હતા. જેની હાલત અત્યારે કફોડી બની છે. તેમણે વધુમાં કહ્યું કે, અમે મનપાને વૈકલ્પિક જગ્યાની માગ કરી છે છતાં કોઇ અમને યોગ્ય જવાબ આપ્યો નથી.

image source

તેમણે વધુ માં કહ્યું કે, હાલમાં ચોમાસું માથે છે તો અમે અમારાં સંતાનોને લઇને ક્યાં જઇશું. તો બીજી તરફ અહિના સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે, નીતિન રામાણી અહીંના નેતા છે તેઓ આજે જોવા પણ મળ્યા નથી. એટલુ જ નહીં અમે રેગ્યુલર પાણીવેરો સહિતનો વેરા ભરીએ છીએ. આ ઉપરાંત ગટર સાફ કરાવવાની હોય તો અમારે તેમને ફોન કરવો પડે છે. તો બીજી તરફ જ્યારે ચૂંટણી આવે ત્યારે મત માગવા પહોંચી જાય છે. એટલુ જ નહીં મનપાએ અમને ત્રણ દિવસનો જ ટાઇમ આપ્યો હતો. આવી સ્થિતિમાં હવે અમારે ક્યાં જવું, કોઇ મકાન પણ તાત્કાલિક ભાડે આપતું નથી.

અત્યારે પરિસ્થિતિ એવી છે કે અમારી ઘરવખરી રસ્તા વચ્ચે પલળી રહી છે અને બાળકોને ભૂખ લાગશે તો શું ખવડાવું તેવી સ્થિતિ છે. નોંધનિય છે તે કોરોનાકાળ દરમિયાન આ શહેરનું સૌથી મોટુ ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે આ 80 મકાન અને દુકાન પડતા જોઈ લોકોની આંખોમાંથી આંસુઓની ધારા વહી રહી હતી. આ ઉપરાંચ ચોમાસાનો સમય હોવાછી ક્યાં રહેવા જવું તે મોટો પ્રશ્ન સ્થાનિકોને સતાવી રહ્યો છે. આ દરમિયાન મહિલાઓના આક્રંદથી વાતાવરણ પણ ગમગીન બની ગયું હતું. ડિમોલેશન સ્થળે લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. જેને લઈને પોલીસે સમગ્ર વિસ્તારમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી છે. હાલમાં અંહિ સમગ્ર વાતાવરમ તંગદીલી ભર્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ :દિવ્યભાસ્કર)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!