રાજકોટમાં કોરોનાનો હાહાકાર: ખોડલધામના નરેશ પટેલ અને તેમના પત્ની કોરોના પોઝિટિવ, બપોર સુધીમાં 203 કેસ, મોતનો આંકડો જાણીને ફાટી જશે આંખો

કોરાનાની બીજી લહેર હવે વધુ ઘાતક બની રહી છે જેમા સામાન્ય લોકોથી લઈને અનેક નેતા અભિનેતા અને સામાજિક અગ્રણીઓ આવી રહ્યા છે, હાલમાં મળતી માહિતી પ્રમાણે ખોડલધામના ચેમૉરમેન અને સામાજિક અગ્રણી નરેશ પટેલ અને તેમના પત્ની કોરોનાની ઝપેટમાં આવ્યા છે. નોંધનિય છે કે, રાજકોટમાં કોરોના કેસની સંખ્યામાં વધારો થાય છે તેમ મોતના આંકડા પણ વધી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં 32 દર્દીના મોત નીપજ્યા છે. જ્યારે આજે બપોર સુધીમાં નવા 203 કેસ નોંધાયા છે.

image source

તો બીજી તરફ રાજકોટમાં 8 જૈન મહાસતીજી અને કોંગ્રેસના નેતા જસવંતસિંહ ભટ્ટી અને તેનો પરિવાર પણ કોરોનાની ઝપેટમાં આવ્યો છે. તો બીજી નરેશ પટેલ અને તેમના પત્ની કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ હોમ આઇસોલેટ થયા છે. નોંધનિય છે કે હાલ રાજકોટમાં કોરોના પોઝિટિવ કુલ કેસની સંખ્યા 21972 પર પહોંચી ગઈ છે. આ ઉપરાંત અલગ અલગ હોસ્પિટલમાં 2243 દર્દી હાલમાં સારવાર લઈ રહ્યા છે. નોંધનિય છે કે ગઇકાલે એટલે કે શુક્રવારે 186 દર્દીઓએ કોરોનામે માત આપતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

image source

તો બીજી તરફ રાજ્ય સરકારના સત્તાવાર આંકડા પ્રમાણે રાજકોટમાં અત્યાર સુધીમાં કોરોનાથી 186 લોકોના મોત નીપજ્યા છે. આ અંગે રાજકોટ કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાને આજે 10 હજાર રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. જેમાં 7 હજાર ઇન્જેક્શન સિવિલ હોસ્પિટલને, બે હજાર ઇન્જેક્શન ખાનગી હોસ્પિટલોને અને એક હજાર ઇન્જેક્શન રૂરલ વિસ્તારની હોસ્પિટલોને આપવામાં આવ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે હાલમાં રાજકોટ જિલ્લામાં રેમડેસિવિર ઇન્જેક્શનની કોઈ અછત નથી. જો ઇન્જેક્શનનો દુરપયોગ થશે તો તેની વિરૂદ્ધ કડક પગલા લેવાની પણ તેમણે ચિમકી આપી છે.

image source

તમને જણાવી દઈએ કે હાલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 150 દર્દીને સમાવી શકાય તેવું પ્રથમ તબક્કાનું કોવિડ કેર સેન્ટર પણ શરૂ કરવામાં આવી રહ્યું છે. અહીં હળવા લક્ષણો ધરાવતા જે દર્દીઓ કે જેમને ઓક્સિજનની જરૂર નથી તેવા દર્દીઓને માત્ર ડોક્ટરની સલાહને આધારે સારવાર આપવામાં આવશે. નોંધનિય છે કે સિવિલ હોસ્પિટલની જેમ જ સંપૂર્ણ ફ્રીમાં દવા, જમવાનું અને સાથે સાથે સાથે મેડિકલ સ્ટાફની ટેમ્પરરી નિમણુંક કરીને ઉત્તમ સારવાર આપવામાં આવશે.

image source

તેમ જાણવા મળ્યું છે તો બીજી તરફ રાજકોટમાં પણ બેડની સંખ્યા વધીને 4293 કરવામાં આવી છે અને તે પણ આગામી અઠવાડિયામાં 6631 થઈ જશે. તમને જણાવી દઈએ કે રાજકોટ શહેર અને જિલ્લાની કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા માટે સીએમ વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ગઇકાલે શુ્કવારે રાજકોટ આવ્યા હતા. અહીં તેમણે અધિકારીઓ સાથે બેઠક કરી હતી અમને સમગ્ર સ્થિતિ અંગેનો તાગ મેળવ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!