રાજકોટના 3 ભાઈ-બહેનને 10 વર્ષે મળેલી મુક્તિ પછીની સ્થિતિ કંઈક આવી છે, ભાવેશ ફરી ક્રિકેટ રમ્યો, જાણીને આનંદ થશે

બે દિવસથી એક સમાચાર ભારે ચર્ચામાં આવ્યા છે કે રાજકોટના 3 ઉચ્છ શિક્ષીત ભાઈ-બહેન છેલ્લા 10 વર્ષથી અઘોરી જેવું જીવન જીવતા હતા અને હવે તેને નવું જીવન પ્રાપ્ત થયું છે. દરેક જગ્યાએ આ સરસ કામ કરનાર સંસ્થા અને લોકોની પ્રશંસા પણ કરવામાં આવી રહી છે. ત્યારે હવે એક બીજી જ માહિતી સામે આવી રહી છે કે જે સાંભળીને તમારા ચહેરા પર પણ આછેરું સ્મિત આવી જશે.

image source

તો આવો વાત કરીએ આ નવા અપડેટ્સની. રાજકોટના કિસાનપરા ચોકમાં શેરી નં.10માં છેલ્લા 10 વર્ષથી એક જ ઓરડીમાં અઘોરી જેવું જીવન જીવતા 3 ભાઈ-બહેનને સાથી સેવા સંસ્થાએ મુક્ત કરાવ્યા છે. પણ હજુ સુધી આ ત્રણેય ભાઈ-બહેનના પિતા એક જ વાત કહી રહ્યા છે કે કોઈએ મારા સંતાનો પર મેલી વિદ્યા કરી છે. પરંતુ સામાજિક સંસ્થાને પાડોશીમાંથી જાણ થતા તેને મુક્ત કરાવી સારવાર આપવાનું શરૂ કર્યુ છે.

image source

ત્યારે આ સંસ્થાના વડા જલ્પાબેન પટેલે આ વિશે વધારે વાત કરી હતી અને બધા સમક્ષ આ 3 પ્રતિભાને વાગોળી હતી. તો જલ્પાબેને શું વાત કરી એના વિશે જણાવીએ કે, ત્રણેય ભાઈ-બહેનમાં અંબરીશ નામના દિકરાના વર્ષોથી બેવડા વળી ગયેલા પગ ખુલતા નથી. આથી સિટી સ્કેન થતો નથી અને ડોક્ટરે સલાહ આપી છે કે, 6થી 8 કલાક ભૂખ્યા રાખો પછી રિપોર્ટ થશે. સાથી સેવા ગ્રુપના જલ્પાબેન પટેલ સહિત ટીમ આજે ફરી એકવાર ત્રણેય ભાઈ-બહેનની મુલાકાત માટે પહોંચી હતી. ત્રણેય ભાઈ-બહેન સાથે જૂની વાતો યાદ કરાવવાનો પ્રયાસ કર્યો હતો.

image source

જો આ યાદોની વાત કરીએ તો સૌથી નાના ભાઈ ભાવેશ સાથે શેરીમાં ક્રિકેટની રમત પણ રમ્યા હતા. તેમજ ભાવેશના મિત્રોને યાદ કરી વાતો કરી હતી. ભાવેશે ક્રિકેટ રમી જૂની યાદો તાજી કરી હતી. બેટિંગ અને બોલિંગ કરી ભાવેશ ખુશખુશાલ બની ગયો હતો. આગળ વાત કરતાં જલ્પાબેન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, નવીનભાઈ મહેતાના બે પુત્ર અંબરીશ અને ભાવેશ તેમજ દીકરી મેઘા છેલ્લા 10 વર્ષથી એક જ ઓરડીમાં અઘોરી જેવું જીવન જીવતા હતા. ત્રણેયની સ્થિતિ હાલમાં તો ઘણી સુધારા પર છે. ભાવેશ તો આજે તેના જૂના મિત્રોને પણ મળ્યો હતો અને જૂની યાદો વાગોળી હતી. ભાવેશની સામાન્ય સ્થિતિ હતી ત્યારે તે ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન પણ કરતો હતો.

image source

જો હાલમાં આ ત્રણેય ભાઈ-બહેનની શું પરિસ્થિતિ છે એના વિશે વાત કરીએ તો તેઓને કિસાનપરાના મકાનમાંથી તેમના ફઈબાના ઘરે ખસેડવામાં આવ્યા છે. હાલમાં આ સેવાભાવી સંસ્થા અને સમાજ સુરક્ષા સાથે મળીને ત્રણેય ભાઈ-બહેનની સરસ સારવાર કરાવી રહ્યા છે અને ફરીથી નવ જીવન આપવાની કોશિસ કરી રહ્યા છે. ત્યારે પ્રાથમિક દ્રષ્ટીએ ત્રણેયના વર્તન અને પરિસ્થિતિ જોતા સ્ક્રીનઝોફેનિયાનો રોગ હોય તેવું લાગી રહ્યું છે. આ રોગનો હુમલો આવે એટલે દર્દીની હાલત બગડે છે અને દર્દી હિંસક પ્રકારનું વલણ પણ અપનાવી શકે છે એવું પણ નિષ્ણાતોનું કહેવું છે જો કે ભાવાત્મક આવેગ પર જ્યારે નિયંત્રણ ન રહે ત્યારે આવા પ્રકારના રોગનો શિકાર દર્દી બનતો હોય એક તારણ એવું પણ કાઢવામાં આવ્યું છે.

પણ આ રોગનું સોલ્યુશન છું એના વિશે જો વાત કરીએ તો પરિસ્થિતિ જોઈ આવા રોગ માટે દવા અને ઈન્જેક્શન સિવાય કાઉન્સેલિંગ અને જરૂર પડ્યે ઇલેક્ટ્રિક શોક દેવા સુધીની સારવાર થતી હોય છે. મોટા ભાઈની જો વાત કરીએ તો ત્રણેય ભાઈ-બહેનમાં મોટા ભાઈનું નામ અંબરીશ મહેતા છે. તેણે વકીલનો અભ્યાસ કર્યો છે તેમજ તે વકીલાત પણ કરતો હોવાની વાત સામે આવી છે. એ જ રીતે બીજા નંબરે મેઘા મહેતા નામની બહેન છે, તેણે એમ.એ. વિથ સાયકોલોજીનો અભ્યાસ કર્યો છે. તે રાજકોટ શહેરની કણસાગરા કોલેજમાં ભણતી હોવાની વાતો વહી રહી છે અને એ જ રીતે ત્રીજા નંબરનો ભાઈ ભાવેશ મહેતા છે, તે પણ ઇકોનોમીમાં બી.એ. ફર્સ્ટ ક્લાસ પાસ છે, સાથોસાથ તે રાત્રિ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન પણ કરતો હતો.

image source

પરંતુ એક વાત એવી કરવામાં આવી રહી છે કે જ્યારથી જ આ ત્રણેય સંતાનોએ પોતાની માતા ગુમાવી છે ત્યારથી ત્રણેયે પર કોઈએ મેલીવિદ્યાનો પ્રયોગ કર્યો હોય એવું લાગી રહ્યું છે આ વાત ખુદ પિતા નવીનભાઈ કરી રહ્યા છે અને આ વિશે વધારે વાત કરતાં નવીનભાઈએ જણાવ્યું હતું કે 1986થી તેની મમ્મી બીમાર પડી ત્યારથી અસર થઈ છે. પાંચ વર્ષ પહેલાં તેની મમ્મી ગુજરી ગઈ ત્યારથી આવી હાલતમાં રહે છે. છ વર્ષથી આ જ પરિસ્થિતિમાં છે. દવાની કોઈ અસર થતી નથી. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આખરે આ ભાઈ બહેનની સારવાર સફર રહે છે કેમ અને તેમને સારુ જીવન મળે છે કે કેમ, પણ હાલમાં આ ત્રણેય ભાઈ બહેન ખુબ ચર્ચામાં આવ્યા છે અને લોકો પણ સેવાભાવી સંસ્થાની ખુબ જ પ્રશંસા કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત