રાજકોટમાં સોની સમાજની અનોખી પહેલ: વેક્સિનેશનને પ્રોત્સાહન આપવા અધધધ…મહિલાઓને સોનાની નાકની ચૂની આપી ભેટમાં, જાણો ભાઇઓને શું આપ્યું…

વેકસીન લેવા પર આપવામાં આવી રહી છે સોનાની ચુની અને હેન્ડ બ્લેન્ડર, જાણો ક્યાં થઈ રહ્યું છે આવું. દેશના કોરોના વાયરસની બીજી લહેરે પ્રકોપ ફેલાવ્યો છે. એવામાં વેકસીનેશન અભિયાનને ઝડપી બનાવવા માટે સામાન્ય લોકો પણ અવનવા રસ્તા અપનાવી રહ્યા છે.

દેશમાં જે રીતે કોરોના વાયરસની બીજી લહેર આવી છે એમાં રસીકરણ અભિયાનને જેટલું ઝડપી બનાવવામાં આવે એટલો વધારે ફાયદો થાય એમ છે. એ વાતનું ધ્યાન રાખીને ગુજરાતના રાજકોટમાં અનોખો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. અહીંયા વેકસીન લેવા પર ન ફક્ત ખુદને બીમારીથી સુરક્ષિત કરી શકાય છે પણ અહીંયા ઘણા પ્રકારના ગિફ્ટ પણ આપવામાં આવે છે..

image source

સ્ત્રીને વેકસીન લીધા પછી સોનાની ચુની આપવામાં આવી રહી છે તો પુરુષોને વેકસીન લીધા પછી હેન્ડ બ્લેન્ડર આપવામાં આવી રહ્યું છે. ગુજરાતના રાજકોટમાં સોની સમાજ તરફથી આ પ્રકારના ગિફ્ટ આપવામાં આવી રહ્યા છે. એનાથી લોકો ઘણા જ ખુશ છે અને વેકસીન લેવામાં ઘણો જ ઉત્સાહ બતાવી રહ્યા છે.

લોકોમાં જોવા મળી રહ્યો છે ઉત્સાહ.

રાજકોટમાં આ રીતના ગિફ્ટ આપવાની ઘોષણા થયા બાદ લોકો કોરોના વેકસીન માટે જાણે પડાપડી કરી રહ્યા છે. રાજકોટમાં સોની સમાજ દ્વારા લગાવવામાં આવેલા કેમ્પમાં ઘણા લોકો લાઈનમાં ઉભા રહ્યા છે. સોની સમાજે ગિફ્ટ આપવા માટે પોતાનું અલગથી જ સેટ અપ ગોઠવ્યું છે. જેવા લોકો વેકસીન લઈને બહાર નીકળે છે સોની સમાજના લોકો એમનું સ્વાગત કરે છે અને પુરુષોને ગિફ્ટ સ્વરૂપે હેન્ડ બ્લેન્ડર આપે છે.

image source

એવી જ રીતે જો કોઈ સ્ત્રી વેકસીન લઈને બહાર આવે તો એમને સોનાની ચુની આપવામા આવે છે. સોની સમાજ દ્વારા શનિ રવિ આ કેમ્પ રાખવામાં આવ્યો હતો.બે દિવસ કેમ્પ દરમિયાન સોની સમાજના અરવિંદભાઇ પાટડિયા દ્વારા કુલ 702 બહેનોને સોનાની ચૂંક ભેટમાં આપવામાં આવી છે, જ્યારે 531 ભાઇને હેન્ડ બ્લેન્ડરની ભેટ આપવામાં આવી હતી.

હાલ દેશ તથા ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોના પોઝિટિવ કેસોમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે, જેને લઇને હવે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો સાવચેત બની ગઈ છે અને કોરોનાને કાબુમાં લેવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે.

એક બાજુ સરકાર દ્વારા કોરોનાની વેક્સિન વધુ લોકો સુધી પહોંચાડવા માટે વય મર્યાદા ઘટાડીને 45 વર્ષ કે તેથી વધુ કરી દેવામાં આવી છે અને બીજી બાજુ લોકોના ટોળા ભેગા ન થાય એ માટે ટીમો કાર્યરત કરવામાં આવી છે, ત્યારે વડોદરાના વેપારી દ્વારા વેક્સિનેસનને પ્રોત્સાહન આપવા માટે જાહેરાત કરવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!