ધન્ય છે રાજકોટની આ મહિલાને, રોજ 6 વૃક્ષ ન વાવે ત્યાં સુધી પાણી નહીં પીવાનો લીધો સંકલ્પ, 4 વર્ષથી લાગુ છે નિયમ

કોરોનાંની પહેલી લહેરમાં વાયારસે વૃદ્ધો અને બીજી લહેરમાં બાળકો અને યુવાનોને પોતાની જપેટમાં લીધા હતાં. જ્યારે કોરોના દર્દીઓમાં શ્વાસની તકલીફો જોવા મળી ત્યારે હવે પર્યાવરણનું મહત્વ બધા સમજ્યા છે. આ પછી તાઉ તે વાવાઝોડાંએ સૌરાષ્ટ્રમાં ઘણાં વિસ્તારોને માઠી અસર કરી છે. આ પરિસ્થિતીમાં રાજકોટના એક શિક્ષિકાએ અનોખો સંકલ્પ કર્યો છે જેના વિશે અહી માહિતી આપવામાં આવી છે. આ શિક્ષિકાએ પર્યાવરણને બચાવવાના ભાગરૂપે વૃક્ષારોપણ શરૂ કર્યુ છે.

image source

મળતી માહિતી મુજબ તેઓએ સંકલ્પ કર્યો છે કે ચોમાસાના ચાર મહિના દરમિયાન રોજ 6 વૃક્ષ વાવવા અને તેની માવજત કરી. આ સાથે તેમણે પ્રણ લીધો છે કે જ્યાં સુધી તે આ કામ ન કરી લે ત્યાં સુધી તેઓ પાણી પીશે નહીં. તેઓ છેલ્લા 4 વર્ષથી આ સંકલ્પ સાથે વૃક્ષારોપણ કરી રહ્યાં છે. આ કામ તેઓ અત્યાર સુધી 15 જૂનથી ચાલુ કરતાં હતાં પણ આ વર્ષે તાઉ-તે વેરેલા વિનાશ અને કોરોનાએ ઓક્સિજનનું મહત્વ સમજાવતા પહેલેથી જ આ કામની શરૂઆત કરી દીધી છે.

જાણવા મળ્યું છે કે આ વર્ષે શિક્ષિકાએ 15 મેથી જ અભિયાન વેગવંતુ કરી દીધું છે. આ સાથે લોકો પણ વૃક્ષા રોપણ મોટી સંખ્યામાં કરે તે માટે રોપા પણ તૈયાર કર્યા છે. આ શિક્ષિકા વિશે વાત કરીએ તો તેઓ રાજકોટની વિનોબા ભાવે સરકારી પ્રાથમિક શાળાના આચાર્ય છે. તેમનું નામ વનિતાબેન રાઠોડ છે. બાળકોને શિક્ષણ આપવાની સાથે તેમણે જે આ અનોખો સંકલ્પ કર્યો છે તેને જોઈને સૌ કોઈ તેમને વધવું રહ્યાં છે. આ અંગે વનીતાબેને સાથે થયેલી વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે કોરોનાની મહામારી દરમિયાન લોકોને ઓક્સિજનનું મહત્વ સમજાયું છે. કુદરતી ઓક્સિજન માટે વૃક્ષો ખૂબ જ જરૂરી છે.

image source

આગળ વાત કરતાં તેઓ કહે છે કે તાજેતરમાં આવેલા તાઉ-તે વાવાઝોડામાં હજારો વૃક્ષો નાશ પામ્યા છે. છેલ્લા 4 વર્ષથી હું 15 જુનથી સતત 4 મહિના સુધી આખા ચોમાસામાં દરરોજ 6 વૃક્ષ વાવ્યા બાદ પાણી પીવાનો સંકલ્પ કર્યો છે. અન્ય લોકોને પણ આ કામમાં જોડી શકું અને વૃક્ષારોપણ કરાવી શકું તે માટે આ વર્ષે 10 હજાર રોપાઓ પણ તૈયાર કર્યા છે. જો કે આ કામમાં હાલમાં અમારી ટીમમાં અન્ય શિક્ષકો તેમજ કેટલાક વિદ્યાર્થીઓ પણ સામેલ થયા છે.

image source

વૃક્ષારોપણ અંગે તેમણે જણાવ્યું હતું કે ચાલુ વર્ષે શહેરની જે કોઈ સ્કૂલમાં ખાલી જગ્યા હોય ત્યાં વૃક્ષોનું વાવેતર કરવાનો નિર્ણય ટીમ દ્વારા લેવાયો છે. આ સાથે અમે એ વાતનો પણ ખ્યાલ રાખીએ છીએ કે વૃક્ષોનું વાવેતર કર્યા પછી તેનો વિકાસ થાય ત્યાં સુધી તેને યોગ્ય રીતે માવજત મળી રહે. વનિતા બેનના છેલ્લા ચાર વર્ષથી કરેલાં આ સંકલ્પને કારણે અત્યાર સુધીમાં તેઓએ હજારો વૃક્ષો ઉછરીને મોટા પણ કરી લીધા છે અને આજે આ વૃક્ષો હજારો લોકોને ઓક્સિજન પુરૂ પાડી રહ્યાં છે. તેમનું કહેવું છે કે વૃક્ષો હજારો પક્ષીઓનું આશ્રયસ્થાન પણ બની ચૂક્યા છે.

વનીતાબેને વધુમાં જણાવ્યું હતું કે તાજેતરમાં તાઉ-તે વાવાઝોડામાં સૌરાષ્ટ્રમાં 60 હજારથી વધુ વૃક્ષો ધરાશાયી થયા હતા. જડમૂળમાંથી ઉખડેલા 60 હજાર વૃક્ષોની ખોટ આ સમયે પૂરી કરવી તે ખુબ જરૂરી છે. આ કામ સૌ સાથે મળીને કરશે ત્યારે પૂરું થઈ શકશે. તેમણે આ અંગે લોકોને અપીલ કરતા કહ્યું હતું કે વધુ લોકો વૃક્ષો વાવે અને તેનું જતન કરી વટવૃક્ષ બનાવે તેવી મારી તમામ લોકોને અપીલ છે. આપણા ભવિષ્ય અને આવાનારી પેઢી માટે ઓક્સિજન પુરવઠો જળવાઈ રહે તે માટે આપણે વૃક્ષારોપણ કરવું જોઈએ. આ સાથે તેઓ પોતાના મોપેડમાં તેઓ એક પાણીનો જગ સાથે રાખે છે જેથી વૃક્ષોને પાણી પાઈ શકાય.

image source

આ વૃક્ષોના રોપણ અંગે વાત કરતા તેઓએ કહ્યું હતું કે હું છેલ્લા 4 વર્ષથી 15 જૂનથી 15 ઓક્ટોબર સુધી રોજના 6 વૃક્ષ વાવી રહી છું. પરંતુ આ વર્ષે મે આ વૃક્ષારોપણનું કામ 15 મેથી જ શરૂ કરી દીધું છે. જાહેર જગ્યા, જાહેર બગીચા, સ્મશાનમાં વૃક્ષો વાવી રહી છું. આપણે સૌ જાણીએ છીએ કે બાળકનો જન્મ થાય ત્યારે તેને શ્વાસ લેવામાં ઓક્સિજનની જરૂર પડે છે. તેવી જ રીતે માણસનું મૃત્યુ થાય ત્યારે તેના બાળવા માટે લાકડા હશે તો જ અંતિમસંસ્કાર થઇ શકશે. આથી સૌને અપીલ કરતા કહ્યું કે વૃક્ષો વાવો. તમારા ઘરમાં પાંચ વાહન હશે તો તે પ્રદૂષણ ફેલાવશે પણ પાંચ વૃક્ષો હશે તો તમારૂ સ્વાસ્થ્ય તંદુરસ્ત રહેશે.

જાણવા મળ્યું છે કે આ શિક્ષિકાની પહેલમાં લોકો પણ તેમને ઘણો સહકાર આપી રહ્યાં છે. સામાન્ય રીતે પર્યાવરણ દિવસ આવતાં જોવા મળે છે કે લોકો વૃક્ષ રોપી નાખે છે પરંતુ માત્ર વૃક્ષ વાવી દેવું ત્યાં જ આપણું કાર્ય પૂર્ણ થઇ જતું નથી. તેને ઉછેરીને મોટુ કરવા માટે એક બાળકની જેમ સાર સંભાળની જરૂર પડે છે, પાણીની જરૂર પડે છે. આ સાથે એ બાબતની કાળજી પણ રાખવું પડે છે કે વૃક્ષને એવી જગ્યાએ વાવવામાં આવે કે તેને સૂર્યપ્રકાશ અને હવા મળે. તેમણે કહ્યું કે હું દૂર હોય તેવા વિસ્તારો જ્યાં પાણીની અછત હોય ત્યાં પાણીનો કેરબો લઇને પાણી પાવ છું. નજીક વૃક્ષ વાવ્યા છે ત્યાં હું ડોલ ભરીને પાણી પાવ છું.

image source

કલકત્તા વિશ્વવિદ્યાલયના પ્રોફેસર ટી.એમ. દાસના એક રિસર્ચમાં સામે આવ્યું છે કે 50 વર્ષનું વૃક્ષ તેના જીવનકાળ દરમિયાન ઓક્સિજનનો પ્રત્યક્ષ કે પરોક્ષ લાભ માનવજીવનને આપે છે જેમાં વૃક્ષ દ્વારા ઉત્પન કરાતો ઓક્સિજન, હવાનું શુદ્ધીકરણ, જમીનનું સંરક્ષણ, પશુ-પંખીઓનું સંરક્ષણ સહિત અનેક રીતે વૃક્ષ માનવજીવનને ઉપયોગી બને છે. આ પરથી સમજી શકાય કે વૃક્ષારોપણ કરવું તે કેટલું મહત્ત્વનું છે. શિક્ષિકાની જેમ જો દરેક લોકો પર્યાવરણ પ્રત્યેની પોતાની જવાબદારી સમજી અને કામ કરતા થશે તો આ અછતને પહોંચી વળાશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!