આત્મહત્યાની અરેરાટી ફેલાવી દે એવી તસવીરો: રાજકોટમાં વૃદ્ધાએ આ બીમારીથી કંટાળી 7મા માળેથી ઝંપલાવતાં મોત, આપઘાતનાં દ્રશ્યો CCTVમાં કેદ.

રાજકોટ શહેરમાં આત્મહત્યા અને આત્મહત્યાનો પ્રયાસ કરવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન આત્મહત્યા કર્યાની ત્રણ ઘટના બની હતી જેમાં વધારો શનિવારે પણ થયો. શનિવારે રાજકોટ શહેરના સુખી-સંપન્ન પરિવારના ૬૫ વર્ષીય વૃદ્ધાએ બિલ્ડિંગના સાતમા માળેથી ઝંપલાવી જીવન ટૂંકાવી લીધું.

image source

૬૫ વર્ષીય વૃદ્ધાની આત્મહત્યા ની ઘટના બિલ્ડિંગના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી જે વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ ઘટના અંગે જાણવા મળતી માહિતી અનુસાર રાજકોટ શહેરના કુવાડવા રોડ પર આવેલા ક્રિસ્ટલ કોમ્પ્લેક્સ માં બીજા માળે રહેતા જમનાબેન સોલંકી નામના ૬૫ વર્ષની વૃદ્ધાએ પોતાના જ કોમ્પ્લેક્સના સાતમા માળે જઈ ત્યાંથી નીચે ઝંપલાવ્યું હતું. વૃદ્ધા સાતમા માળેથી નીચે પટકાયા કે તુરંત જ તેમનું મોત નીપજ્યું.

image source

જમનાબેન સોલંકી નું પરિવાર ખાધેપીધે સુખી સંપન્ન છે જોકે પરિવારના જણાવ્યા અનુસાર જમનાબેન છેલ્લા કેટલાક સમયથી માનસિક રીતે બીમાર હતા માનસિક બીમારીથી કંટાળી વૃદ્ધાએ આ પગલું ભર્યુ હોવાનું પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું. આત્મહત્યાની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી બિલ્ડિંગના સીસીટીવીમાં જોવા મળે છે કે વૃદ્ધા બીજા માળેથી સાત માળ સુધી પગથીયા ચડીને જાય છે. તે સાતમા માળે પહોંચે છે અને ત્યાંથી નીચે એક વાર જુએ છે, ત્યારબાદ તેઓ પાળી પર ચડે છે અને ઊંધા ફરીને નીચે કૂદી જાય છે.

image source

જમનાબેન સાતમા માળેથી નીચે પટકાયની જાણ પરિવારજનોને થતા તેઓ તુરંત જ તેમને સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા. જો કે ફરજ પર હાજર તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. જાણવા મળતી માહિતી અનુસાર મૃતક વૃદ્ધાને ત્રણ સંતાનો છે જે ત્રણેય ઇમિટેશન જ્વેલરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને પરિવાર સુખી-સંપન્ન છે. પરંતુ વૃદ્ધા છેલ્લા કેટલાક સમયથી માનસિક બીમારીથી પીડાતા હતા જે બીમારીથી કંટાળી તેમણે આ પગલું ભર્યું હોવાનું પરિવાર નું કહેવું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!