કોઈએ ન કર્યું તે કોરોનાએ કરાવ્યું, રાજકોટનો લોકમેળોરદ્દ

કોઈએ ન કર્યું તે કોરોનાએ કરાવ્યું, રાજકોટનો લોકમેળોરદ્દ, 50 વર્ષમાં પહેલીવાર રાજકોટનો પ્રખ્યાત લોકમેળો અને ખાનગી મેળા રદ્દ, જન્માષ્ટમીના મેળાને લઈને સામે આવ્યા સૌથી મોટા સમાચાર

image source

શ્રાવણ માસની શરુઆતથી જ લોકો આતુરતાપૂર્વક રાહ જોવા લાગે છે સાતમ આઠમના મેળાની. સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર શ્રાવણીયા મેળાનું આયોજન થતું જ હોય છે પરંતુ સૌથી વધુ પ્રખ્યાત સૌરાષ્ટ્રના જન્માષ્ટમીના લોકમેળા હોય છે. આવો જ એક પ્રખ્યાત મેળો દર વર્ષે યોજાય છે રાજકોટમાં.

image source

રાજકોટમાં દર વર્ષે ભવ્ય લોકમેળાનું આયોજન પાંચ દિવસ માટે થાય છે. પરંતુ આ વર્ષે આ મેળાની મજા લોકો માણી શકશે નહીં. કારણ કે આ વર્ષે જન્માષ્ટમીનો મેળો યોજાશે નહીં. છેલ્લા 50 વર્ષમાં આ પહેલીવાર છે જયારે જન્માષ્ટમીનો મેળો થશે નહીં.

image source

રાજકોટમાં જન્માષ્ટમીનો લોકમેળો રદ્દ કરવાની અને અન્ય ખાનગી મેળાના આયોજનની પણ મનાઈ ફરમાવી દેવામાં આવી છે. આજે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

image source

રાજકોટ જિલ્લા વહિવટી તંત્રના જણાવ્યાનુસાર લોકમેળામાં 5 દિવસ દિવસ દરમિયાન ગામેગામથી લોકો આવે છે જ્યારે રાત્રીના સમયે શહેરીજનો મેળાની મજા માણે છે. પરંતુ હાલની કોરોનાની સ્થિતિમાં મેળા કરવા જોખમી સાબિત થઈ શકે છે તેવામાં કલેકટર દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે કે આ વર્ષે એક પણ મેળા યોજાશે નહીં.

image source

રાજકોટના લોકમેળામાં સૌરાષ્ટ્રભરમાંથી લોકો એકત્ર થતા હોય છે. લોકમેળા ઉપરાંત શ્રાવણ માસ દરમિયાન રાજકોટમાં અનેક ખાનગી મેળા પણ યોજાતા હોય છે. પરંતુ આ વર્ષે એક પણ ખાનગી મેળાને પણ પરવાનગી આપવામાં આવશે નહીં.

image source

જિલ્લા વહિવટી તંત્રનું જણાવવું છે કે કોરોનાની મહામારી ફેલાયેલી છે તેવામાં દરેક જગ્યાએ કોરોનાના કેસ સતત વધતા જાય છે તેવામાં સામાજિક અંતર જાળવવાથી લઈ અને સરકારે જાહેર કરેલા તમામ નિયમોનું પાલન કરવામાં આવશે અને એટલા માટે જ જનહીતમાં જરૂરી છે કે મેળાનું આયોજન કરવામાં ન આવે.

image source

ઉલ્લેખનીય છે કે રાજકોટના 5 દિવસના મેળામાં લાખો લોકો પરીવાર સાથે આવે છે. આ દિવસો દરમિયાન રાજકોટની રંગત વધી જાય છે. લોકમેળામાં ખાણીપીણીના સ્ટોલથી લઈ, રમકડાંના સ્ટોલ અને અનેકવિધ રાઈડ્સ હોય છે. પરંતુ હાલ જો મેળો યોજાય તો કોરોના વાયરસનો વિસ્ફોટ થઈ જાય તે વાતને ધ્યાનમાં રાખી અને મહામારીની ગંભીરતાને સમજી તંત્રએ સત્તાવાર રીતે જણાવી દીધું છે કે આ વર્ષે જન્માષ્ટમીમાં કોઈ મેળો યોજાશે નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત