આ સોની બજારમાં કોરોનાને કારણે થયા 50 દિવસમાં 40ના મોત, જાણો અને જતા પહેલા ચેતજો, નહિં તો…

અમદાવાદ, સુરત બાદ હવે રાજકોટમાં કોરોનાના કારણે સ્થિતિ ગંભીર થઈ રહી છે. શહેરમાં કોરોનાના કેસ જે રીતે વધી રહ્યા છે તેને જોઈ તંત્ર પણ ચિંતામાં છે. શહેરના વિવિધ વિસ્તાર સાથે સોની વેપારીઓમાં પણ કોરોના ફેલાતા હવે રાજકોટની સોની બજારમાં સોની વેપારીઓએ સ્વયંભૂ લોકડાઉન જાહેર કર્યું છે.

image source

રાજકોટની સોની બજાર વેપારી અગ્રણીઓએ વિચાર વિમર્શ બાદ 8 દિવસ સુધી સોની બજારમાં કડક લોકડાઉન રાખવાનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત આગામી 12 સપ્ટેમ્બરથી 19 તારીખ સુધી શહેરની સોની બજાર અને પેલેસ રોડ પરના તમામ જવેલર્સ શો રુમ બંધ રાખવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે.

image source

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોમાં શહેરની સોની બજાર કોરોનાનું જાણે હોટસ્પોટ બન્યું હોય તેમ અત્યાર સુધીમાં અનેક વેપારીઓ અને કારીગરો કોરોનાગ્રસ્ત થઈ ચુક્યા છે. કોરોનાના કારણે કેટલાક સોની વેપારીઓના અવસાન પણ થયા છે તેવામાં ગંભીર બનતી પરિસ્થિતિના પગલે વેપારીઓ, કારીગરો અને ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખી અને સોની બજાર બંધ રાખવા માટેનો નિર્ણય કરાયો છે.

image source

મહત્વપૂર્ણ છે કે કોરોનાના કેસ રાજકોટ શહેર અને જિલ્લામાં સતત વધી રહ્યા છે. સાથે જ શહેરમાં કોરોનાના કારણે મૃત્યુઆંક પણ ભયજનક રીતે વધ્યો છે. જેના કારણે રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ પણ રાજકોટમાં પરિસ્થિતિને કાબૂમાં લેવા શહેરમાં ધામા નાખ્યા છે. તેમની સાથે અમદાવાદના ટોચના ડોક્ટર્સ પણ રાજકોટમાં ખડેપગે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત