Site icon News Gujarat

રાજકોટમાં 2 વિદ્યાર્થિનીની છેડતી કરનાર સ્કૂલ-સંચાલક પતિને બચાવવા BJPનાં મહિલા અગ્રણીની વિદ્યાર્થિનીને ધમકી, ‘જો તું સાચી હોય તો આપણે પોલીસવાળાને બોલાવીએ’

તાજેતરમાં જ રાજકોટના લોધિકાના નવા મેંગણી ખાતે આવેલી જ્ઞાન જ્યોત શાળાની બે વિદ્યાર્થિનીઓએ શાળાના સંચાલક વિરૂદ્ધ જાતિય સતામણીના આરોપ લગાવ્યા હતા. જે અંતર્ગત લોધિકા પોલીસ સ્ટેશન ખાતે શાળાના સંચાલક દિનેશ જોશી વિરૂદ્ધ પોક્સો સહિતની અન્ય કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાયાના ચાર દિવસ બાદ પણ આરોપી પોલીસ પકડથી દૂર હોઈ તે પ્રકારનું ચિત્ર સામે આવી રહ્યું છે. બીજી તરફ આરોપીના પત્ની અને રાજકોટ જિલ્લા ભાજપના મહિલા અગ્રણી એવા સીમાબેન જોશીની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. ઓડિયો ક્લિપમાં સીમાબેન જોશી ભોગ બનનારી વિદ્યાર્થિની અને શાળામાં કાર્યરત એક શિક્ષિકાને ધમકાવી રહ્યા હોય તેવું સાંભળવા મળે છે.

image socure

રાજકોટ જિલ્લામાં ‘ચોરી ઉપર સે સીના જોરી’ જેવી કહેવત સાચી ઠરી રહી હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો છે. જિલ્લા ભાજપના મહિલા અગ્રણીના પતિ વિરૂદ્ધ લોધિકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. બીજી તરફ મહિલા અગ્રણી ભોગ બનનાર વિદ્યાર્થિની અને શિક્ષિકાને ધમકાવી રહ્યા હોય તે પ્રકારના વાતચીતમાં અંશો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. ઓડિયો ક્લિપમાં સ્પષ્ટ પણે સાંભળી શકાય છે કે, જિલ્લા ભાજપના મહિલા અગ્રણી અને દિનેશભાઈ જોશીના પત્ની સીમાબેન જોશી ભોગ બનનાર અને શિક્ષિકાને કહી રહ્યા છે કે, “હું ઇન્દ્રની અપ્સરા છું, મને મૂકીને મારો પતિ તારી સામે જુએ કે થૂંકે પણ નહીં.”

ભોગ બનનાર સાથેના વાતચીતના અંશો પરથી જાણી શકાય છે કે કઈ રીતે દિનેશ જોશી બંને ભોગ બનનારી વિદ્યાર્થિનીઓને સતાવતો હતો. વાયરલ થયેલા ઓડિયો મામલે પોલીસનો સંપર્ક કરતા ઓડિયો ક્લિપ ફરિયાદ નોંધાઈ તે પહેલાની હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ પોલીસ સમગ્ર મામલે પુરાવા એકત્રિત કર્યા બાદ આરોપીની ધરપકડ કરશે તેવું જાણવા મળી રહ્યું છે. સમગ્ર મામલાની તપાસ ડીવાયએસપી એસ. સી. એસ. ટી સેલ મહર્ષિ રાવલ દ્વારા કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ઓડિયો સ્કૂલ સંચાલકના પત્ની રીતસરના પીડિતા અને સ્કૂલની એક શિક્ષિકાને ધમકાવી રહ્યા હોય તેવું સાંભળી શકાય છે. પીડિતા વિદ્યાર્થિની બીજેપી મહિલા અગ્રણીને કહી રહી છે કે સાહેબ અમારી સાથે આવું વર્તન કરે તો અમારે ફરિયાદ પણ ન કરવી. બીજી તરફ શિક્ષિકા સાથેની વાયરલ થયેલી ઓડિયો ક્લિકમાં શિક્ષિકા સ્કૂલ સંચાલકની પત્નીને ખુલાસા આપી રહી છે. આ દરમિયાન બીજેપી મહિલા અગ્રણી શિક્ષિકાને ધમકાવી રહ્યાનું સાંભળી શકાય છે.

શું છે ઘટના ?

કોટડા સાંગાણી તાલુકાનો એક શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે . તાલુકાના લોધિકા પોલીસ મથક હેઠળ આવતા નવી મેંગણી ગામે સ્થિત શાળામાં શાળા સંચાલક અને જિલ્લા ભાજપ મહિલા મોરચાનાં અગ્રણીનાં પતિ પર શાળામાં અભ્યાસ કરતી બે છાત્રાઓની છેડતી કર્યાનાં આક્ષેપ લાગ્યો છે. આ અંગે પોલીસ ફરીયાદ નોંધાતા ચકચાર મચી ગઇ છે. પોલીસે ગુનો નોંધી સ્કૂલ સંચાલકની શોધખોળ શરૂ કરી હતી.શહેરના લોધીકાની નવી મેંગણી ખાતે આવેલા જ્ઞાન જ્યોત સ્કૂલના સંચાલકે વિદ્યાર્થીનીઓને ઓફિસમાં બોલાવી એક સાથે જકડી રાખી અડપલા કર્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર મામલે લોધિકા પોલીસ દ્વારા આરોપી દિનેશ દોશીની વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ આરોપી દિનેશના પત્ની સીમાબેન પણ રાજકોટ જિલ્લા ભાજપના આગેવાન હોવાથી રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ તેમજ યાર્ડના ચેરમેન તરીકે સખીયા પણ પોલીસ સ્ટેશને પહોંચ્યા હોવાનું સામે આવ્યું હતું.

છેલ્લા એક માસથી કરતો હતો હેરાન

ફરીયાદ પરથી શાળા સંચાલક દિનેશ સામે પોકસો સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે જણાવ્યું કે, નવી મેંગણી ગામે આવેલી જ્ઞાાનદિપ શાળાનાં સંચાલક આરોપી દિનેશે તેની જ શાળામાં ધો.9માં અભ્યાસ કરતી બે વિદ્યાર્થિનીઓને છેલ્લા એક માસ દરમિયાન છ વાર છેડતી કરી છે. સંચાલક ભોગ બનનાર વિદ્યાર્થિનીઓને, સ્પેલીંગ શીખવાડવાનું કહીને ખરાબ રીતે અડપલાં કર્યાનો આક્ષેપ કરાયો છે.

બંનેને અશ્લીલ રીતે જકડી રાખી હતી

image soucre

ધોરણ 9ની બે વિદ્યાર્થિનીના વાલીઓએ લોધિકા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. બંને વિદ્યાર્થિનીઓએ પોલીસ સમક્ષ કહ્યું હતું કે, તેઓ નવી મેંગણીમાં આવેલી જ્ઞાનજ્યોત સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરે છે. સ્કૂલ સંચાલક દિનેશ જોષી કેટલાક સમયથી બંને સામે ખરાબ નજરે જોતો હતો અને અશ્લીલ હરકતો કરતો હતો. ગત તા.9 સપ્ટેમ્બરથી તા.1 ઓક્ટબર સુધીમાં છ વખત અલગ અલગ બહાને બંને વિદ્યાર્થિનીઓને સંચાલક દિનેશ ઓફિસમાં બોલાવી હતી. જે બાદ તે બંનેને ખરાબ રીતે જકડી રાખી પજવણી કરતો હતો.

ભોગ બનનાર બંને વિદ્યાર્થિનીઓએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, નવી મેંગણી ખાતે આવેલી જ્ઞાન જ્યોત સ્કૂલ માં તેવો ધોરણ 9માં અભ્યાસ કરે છે. છેલ્લા કેટલાય સમયથી સ્કૂલ સંચાલક દિનેશ જોષી અમારી બન્નેની સામે ખરાબ નજરે જોતો હતો, તેમજ અશ્લિલ હરકતો પણ કરતો હતો. 9મી સપ્ટેમ્બરથી પહેલી ઓક્ટોબર સુધીમાં છ વખત અલગ અલગ બહાને બંને વિદ્યાર્થીનીઓને દિનેશ જોશીએ ઓફિસમાં બોલાવી હતી. ત્યારબાદ બન્નેને પાછળથી છ વખત અશ્લીલ રીતે પકડી રાખી તેમની પજવણી પણ કરતો હતો. પરંતુ શુક્રવારે ફરીથી દિનેશ જોશીએ અશ્લીલ હરકતો કરતા બંને વિદ્યાર્થીનીઓ સમગ્ર ઘટનાની જાણ સ્કૂલના અન્ય શિક્ષકો તેમજ ત્યારબાદ ઘટનાની જાણ પોતાના પરિવારજનોને પણ કરી હતી.

image soucre

જેના કારણે લોધીકા પોલીસ સ્ટેશન ખાતે પોકસો તેમજ એટ્રોસિટી એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધાવવા પામી છે. જે બાબતની તપાસ એસ.ટી. એસ.સી સેલ દ્વારા ચલાવવામાં આવી રહી છે. ત્યારે કથિત આરોપી રાજકોટ જિલ્લા ભાજપના મહિલા મોરચાના હોદેદાર સિમી બેન જોશીનો પતિ હોવાથી ભૂતપૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ડી. કે. સખિયા લોધીકા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. જ્યાં લોકોએ તેમનો ઉધડો લીધો હતો. લોકોએ ડી.કે. સખિયા નો ઉધડો લેતા કહ્યું હતું કે, જો તમારી દીકરી સાથે આ પ્રકારની ઘટના બની હોત તો શું તમે આ પ્રકારે આરોપીને છાવરવા પોલીસ સ્ટેશને દોડી આવ્યા હોત.

પહેલા શિક્ષકોને બાદમાં પરિવારને જાણ કરી

શુક્રવારે સંચાલકે ફરીથી આવી પજવણી કરતા આ વિદ્યાર્થીઓ કંટાળી ગઇ હતી. તેમણે શાળાા શિક્ષકોને આ અંગેની ફરિયાદ કરી હતી. જે બાદ તેમણે પોતાના પરિવારને પણ આ અંગેની જાણ કરી હતી. જે બાદ પરિવાર અને ગામજનોમાં આક્રોશ ફેલાયો હતો હાલ આ કેસમાં હજુ સુધી આરોપીની ધરપરકડ થઈ નથી અને પોલીસ તેની ધરપરકડ ક્યારે કરશે, અથવા કરશે કે પણ નહીં તે બાબતને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે.

સુરતમાં પણ બન્યો હતો આવો જ કિસ્સો

image socure

સુરતમાં પણ આવો જ શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો હતો. વરાછામાં અશ્વનિકુમાર રોડ વિસ્તારમાં આવેલી સ્કૂલમાં ધો. 7માં અભ્યાસ કરતી 12 વર્ષિય વિદ્યાર્થિનીની વર્ગ શિક્ષકે જ છેડતી કરી હતી. શિક્ષકે શરીર પર હાથ ફેરવી અડપલાં કરતા વિદ્યાર્થિની ડરીને સ્કૂલ જવાની ના પાડતી હતી,સમગ્ર મામકે વિદ્યાર્થિનીના દાદી એ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં આરોપી શિક્ષક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની પોકસો સહિતના ગુન્હામાં ધરપકડ કરી છે.

પુત્રઃ બસ તો આવું ખોટું બોલવામાં ધ્યાન રાખો. તમારા મેરેજ પણ થયા નથી; હેરાન થઈ જશો, ધ્યાન રાખજો, જેનું ખાતા હોય તેનું ખોદાય નહીં. અમે બ્રાહ્મણ છીએ, શ્રાપ આપી દઈશું. તમારા પપ્પાને બતાવું કે તમારી છોકરી છોકરા સાથે વાત કરે છે. તમે ભણાવો છો તો ધ્યાન રાખો, મોદી વિશે ખોટું બાલનારા જેલમાં જાય છે, એ ખબર છે ને.

Exit mobile version